Link copied!
Sign in / Sign up
0
Shares

વિરાટ-અનુષ્કા ના સંબંધ માં છુપાયેલા છે પ્રેમ ભર્યા ઘણા રહસ્ય💕

વિરાટ અને અનુષ્કા હંમેશા માટે એક-બીજા સાથે સાત જન્મો ના બંધનમાં બંધાઈ ગયા છે. બંને એ પોતાની સુંદર ફોટો ટ્વિટ કરીને તેમના ચાહકો સુધી લગ્નના સમાચાર પહોંચાડ્યા હતા. બંને ની ખુશી તેમના મોઢા પર ચોખી જોવાતી હતી પણ તેમના આ સંબંધનો રસ્તો સરળ નોહતો. દરેક સામાન્ય યુગલો ની જેમ તેમને પણ તેમના સંબંધમાં ઉતાર-ચડાવ જોયા હતા. આજે આ લેખ ના માધ્યમ થી અમે તમને એ જોવડાવા માંગીએ છીએ કે વિરાટ અને અનુષ્કા પાસેથી બીજા યુગલો એ સાથે રહેવા માટે શુ લક્ષ્ય રાખવા જોઈએ.

૧. બધાની સામે કર્યો એકરાર

આજકલ સોશ્યિલ મીડિયા બધા માટે જરૂરી છે અને બધાજ પોતાની નાના માં નાની વાત સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે પણ જ્યારે પણ વાત સંબંધો ની આવે છે ત્યારે લોકો તેને સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરવાથી ઘબરાય છે પણ વિરાટે ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને અનુષ્કા ની ફોટો મૂકીને પોતાના પ્રેમ અને પ્રતિબદ્ધતા નો એકરાર બધા ની સામે કર્યો.

૨. દરેકવખતે આપ્યો સાથ

જ્યારે અનુષ્કા વિરાટ ના જીવનમાં આવી ત્યારે બંને નો સારો સમય પણ આવ્યો અને ખરાબ સમય પણ, એક એવો સમય આવ્યો જ્યારે વિરાટ નું પર્ફોર્મન્સ એટલું સારું નોહતું ત્યારે આ વસ્તુ માટે લોકો અનુષ્કા પર આક્ષેપ મુકતા હતા અને તેને સવાલો પૂછતાં હતા. સોશ્યિલ મીડિયા પર આનો મઝાક પણ ઉડાવતા હતા ને તે વખતે વિરાટે અનુષ્કા નું સમર્થન કર્યું અને બધાના મોઢા બંધ કરી દીધા. વિરાટે એ પણ કહ્યું કે એના પર્ફોર્મન્સ નો અનુષ્કા સાથે કસો પણ સંબંધ નથી. આનાથી વિરાટ નો અનુષ્કા પ્રત્યે લાગણીશીલ વર્તવ્ય ચોખ્ખો જોવાય છે.

૩.પાછુ પગલું ન લીધું 

એક એવો સમય આવ્યો હતો જેમાં વિરાટ અને અનુષ્કા ના છુટા પડવાના સમાચાર થી સોશ્યિલ મીડિયા નું બજાર ગરમ હતું, આ એ સમય હતો જેમાં વિરાટ અને અનુષ્કા ના સંબંધો ખરાબ સમય માંથી પસાર થઈ રહ્યા હતા. પણ આ બધાં માંથી ઉભા થઇ ને વિરાટ અને અનુષ્કાએ બધાને ખોટા સાબિત કર્યા અને પોતાના સંબંધો ની તાકાત ને, બધા ની સામે એક સાથે આવીને જોવડાવ્યું.

૪. વ્યવસાયિક અને પ્રેમ વચ્ચે રાખ્યું સંતુલન

સંબંધના શરૂ થીજ વિરાટ અને અનુષ્કા એ પોતાના પ્રેમ જીવન અને વ્યવસાયિક જીવન ની વચ્ચે બરાબર સંતુલન રાખ્યું હતું. બંને ના દોડધામ વાળા જીવનમાંથી જ્યારે પણ સમય મળતો બંને એક બીજા ના પર્ફોર્મન્સને જરૂરથી આવકારતા, અનુષ્કા ને જ્યારે પણ શૂટિંગ માંથી સમય મળતો તે વિરાટ ની મેચ જોવા જરૂરથી જતી અને વિરાટ પણ જ્યારે પણ અનુષ્કા ની ફિલ્મ આવતી, તેની ટ્વિટર પર જરૂરથી પ્રશંશા કરતો.

૫. અસુરક્ષા ની જગ્યા જ ના રહી અને બંને એક બીજા ની ખૂબજ પ્રશંશા કરી

બંને જણા ગ્લેમરસ જગત નો ભાગ છે પણ ક્યારે પણ એક બીજા વચ્ચે અસુરક્ષા જોવાઇ નહીં. વિરાટ અને અનુષ્કાએ પોતાના હૃદયથી એકબીજા ની પ્રશંશા કરી અને દુનિયાની ચિંતા કર્યા વગર બંને જણા એકબીજા સાથે ફોટો ખેંચાવતી વખતે સહેજ પણ આનાકાની ના કરી. એકબીજા નું સમ્માન અને એકબીજા સાથે મિત્રતા પણ ખૂબ જોવા મળી બંને માં.

જો તમે પણ તમારા સાથી સાથે રહેતા આ બધી વાતોનું ધ્યાન રાખશો તો તમારા સંબંધ ની દોર પણ આવશ્યક મજબૂત થશે અને તમારા બંને નો પ્રેમ પણ વધશે. 

 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon