Link copied!
Sign in / Sign up
32
Shares

શિશુના શારીરિક તથા માનસિક વિકાસ માટે આ જાદુઈ અનાજનું મિશ્રણ- હોમ મેડ સેરેલેક

 આપણે મનથી એટલુંજ ઇચ્છિએ કે આપણું બાળક સ્વસ્થ અને સુરક્ષિત રીતે તેનો વિકાસ કરે, પણ જયારે આપણે જોઈએ કે તેનો વિકાસ થવો જોઈએ તે  પ્રમાણે નથી થતો, ત્યારે આપણ ને ચિંતા થાય છે. પણ અમે તમને ચિંતા નહિ કરવા દઈએ.

બાળકનું વજન જન્મ નાચૌદ દિવસ પછી વધે છે. ત્રણ-ચાર મહિને તેનું વજન ડબલ થાય છે અને એક વર્ષ પછી ત્રણ ગણું વધીને થાય છે. શું તમારા બાળકનું વજન ઓછું છે અને વધતું પણ નથી? જો તમારું બાળક સક્રિય છે અને બધી રીતે નોર્મલ છે પણ વજન બરાબર નથી તો તમે ચિંતા ન કરો! આ થોડા ખાદ્ય પદાર્થ છે જેનાથી બાળકનું વજન વધે છે:

૧. કેળા

કેળા કુદરતી આવિષ્કારમાંનું એક છે. કેળા ઉર્જ માટે મુખ્ય સ્ત્રોત છે. એક કેળામાં ૧૦૦+ કેલેરી અને કાર્બોહાઇડ્રટ, પોટેશિયમ, ડાયટ્રી ફાયબર અને વિટામિન થી ભરપૂર હોય છે.  કેળા ખાવામાં સાધારણ અને પચવામાં સેહલા હોય છે. આપે કેવળ કેળા ને મસળી બાળકને ખવરાવવાનું. તે ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે.

૨. દૂધ

સફેદ રંગ અને સ્વાદમાં મીઠાસ, કુદરતી રીતે જ દૂધ બાળકનું વજન વધવા સક્ષમ છે. આપ બાળકની વય અનુસાર સ્તનપાન અથવા ડેરી દૂધ આપી શકો. ખાસ કરીને ક્રીમ વાળું દૂધ બાળક માટે સ્વાદિષ્ટ અને પોષણ થી ભરપૂર હોય છે. દરરોજ બે ગ્લાસ દૂધ બાળકને માટે બરાબર હોય છે.

૩. ઈંડા

ઈંડા વિટામિન એ અને બી ૧૨ નું મુખ્ય સ્ત્રોત છે. ઈંડા શરીરના નર્વસ સિસ્ટમ અને મગજનો વિકાસમાં મદદ રૂપ થાય છે. બાળકને શરૂઆતમાં ઈંડાની જર્દી અને પછીથી સફેદ ભાગ પણ ખવરાવી શકો. જો ઈંડાથી એલર્જી થાય તો તરત જ ડૉક્ટર પાસે લઇ જાઓ.

૪. બટેટા

બટેટામાં મુખ્ય કાર્બોહાઇડ્રેટ તથા વિટામિન અને મીનેરલ હોય છે. બટાટામાં થોડી કેલેરી હોય છે જેથી બાળકનું વજન ખુબ જ નહિ વધે. આમ તો સ્ટાર્ચ યુક્ત ખડીઃ પદાર્થમાં કાર્બોહાઇડ્રેટ હોય છે, આથી આમા તમે ચોખા પણ નાખી શકો. આ ખાદ્ય પદાર્થને મસળી તેનું મિશ્રણ બનાવી બાળકને ખવરાવવું, આ સ્વાદિષ્ટ અને સ્વાર્થવર્ધક હોય છે. જો બાળક થોડું મોટું હોય તો બટેટા બાફીને પણ દઈ શકાય. આપ ના બાળકને ફ્રેન્ચ ફ્રાય્સ અને હૈશ બ્રાઉન પસંદ પડશે.

૫. મીટ (માંસ)

જો આપ માંસાહારી હોવ તો મીટ થી બાળકનું વજન સરસ વધશે. માંસમાં એમિનો એસિડ, વસા, પ્રોટીન, લોહ તત્વ , ઝીંક અને સેલેનિયમ હોય છે. લાલ મીટ માં લોહ તત્વ હોય છે, અને તે બાળક દ્વારા સહેલાઈથી પચાવી શકે છે. વજન સાથે બાળકની માંસપેશી પણ મજબૂત થાય છે. એક વાત ધ્યાન રાખજો બાળકને ઘરે બનાવેલી મીટ જ આપજો.

૬. રાગી

રાગી એક પ્રકારનું મિશ્રણ છે જે બહુ પોષ્ટીક અને સ્વસ્થ માટે સારું છે. તેમાં કેલ્શિયમ, લોહ તત્વ, વિટામિન, પ્રોટીન અને અન્ય મિનરલ થી ભરપૂર હોય છે. રાગી સહેલાઈથી પચે છે. આથી આહારમાં પણ આપી શકો. આપ બાળક માટે રાગીના દલિયા અને સિરિયલ્સ તરીકે પણ વાપરી શકો. બાળક જયારે મોટો થઇ જાય ત્યારે આપ ઈડલી, રોટલી, કેક અથવા ટુટી તરીકે પણ દઈ શકાય.

૭. ફળ

ફળ રંગીન, સ્વાદિષ્ટ, મીઠા અને પોષ્ટીક હોય છે. જો કોઈ ફળ બાળકને ન આપી શકો અથવા બાળક ફળ ખાવા નું ન પસંદ કરે છે તો આપ ફળ નું જ્યુસ બનાવીને આપી શકો. ફળ કેલેરી અને ઉર્જાથી ભરપૂર હોય છે જે બાળકની તાકાત અને ઉર્જા વધારે છે, જેથી વજન વધે છે.

આ લેખને શેર કેમ કરવો?

જન્મથી પાંચ વર્ષના બાળકો એમાંય ખાસ કરીને ભારતમાં બાળકોની તબિયત ઓછા વજનને કારણે બગાડે છે. આ આંકડો ૬૨% સુધી જાય છે. તો આપ આ બાબતે ગંભીર રહે જો અને બીજાને પણ ચેતાવજો. અન્ય માતાઓ અને બાળકો માટે આને શેર કરો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon