Link copied!
Sign in / Sign up
102
Shares

(વિડીયો) ગર્ભમાં શિશુની બુધ્ધિ વિકસિત કરવા માટે આ ગીત જરૂરથી સાંભળો – સાથે જ થોડી ટિપ્સ પણ

તમારા બાળકનો વિકાસ તમારા ગર્ભમાં થઈ જાય છે. પરંતુ તેનો માનસિક અને સ્વાભાવિક વિકાસ તેની આસપાસના વાતાવરણ પર નિર્ભર કરે છે. તમારે બાળપણથી જ બાળકની દેખભાળ કરવી જોઈએ જેથી આગળ ચાલીને તે કુશળ બુધ્ધિ બને. પ્રયત્ન કરો કે ખાવા પીવા સિવાય પણ તમે તેના વ્યાયામ, ખેલકૂદ, સુવા-જાગવાનુ, નૃત્ય-સંગીત અને અભ્યાસ પર પણ પૂરું ધ્યાન આપો.

અમે તમારા માટે થોડા સૂચનો આપવા માંગશુ જેનો નિયમિત પાલન તમને જરૂરથી સારું પરિણામ આપશે.

૧. બાળકોને રાત્રે વાર્તા સંભાવળાવવાની આદત રાખો.

બાળકને ભાષા સંબંધિત જ્ઞાન તેની માતાની ગોદ માથી જ મળવાનું શરૂ થઈ જાય છે. ત્રણ મહિના સુધીમાં બાળકને શબ્દ અને અવાજ મોઢે થવા માંડે છે. આ સરળ અને મફત છે અમે આશા રાખીએ છીયે કે તમને આનાથી કોઈ મુશ્કેલી પણ ન થશે.

૨. સક્રિય રહો.

શિશુ જ્યારે તમારી ગોદમાં મોટું થઈ રહ્યું હોય છે ત્યારથી જ તમારા હાલ-ચાલ, સ્વાસ્થય અને વિચારોનો તેના પર અસર પડે છે. તમે જેટલા ખુશહાલ અને તંદુરસ્ત રહેશો તેટલું જ બાળક માટે સારું છે. તેથી તમે રોજ વ્યાયામ અને યોગ કરો. તેનાથી તમારા બાળકના શરીરમાં ન્યૂરોન્સ નામના કોષની વૃધ્ધિ થશે અને શરીરમાં રક્તસ્ત્રાવ પણ નિયમિતરૂપે થશે. શરીરમાં હોર્મોન્સની માત્રા વધશે અને તે પ્લાસેંટાને પર કરીને શિશુ સુધી પહોચશે. તમે પણ ચુસ્ત મહેસુસ કરશો, સાથે સાથે શરીરની થકાવટ પણ દૂર થશે. વ્યાયામ તમારા શરીરની આળસ દૂર કરે છે.

૩. તડકામાં બેસો.

વિટામિન ડી તમારા બેસ્ટ ફ્રેન્ડ હોય છે. તમે તડકામાં ૨૦ મિનિટ બેસીને તમારા બાળક અને પોતાના માટે પણ લાભદાયક કામ કરી રહ્યા છો. ગર્ભાવસ્થામાં વૃધ્ધિ પામતા શિશુની વધતી માંગો પૂરી કરવામાં ઘણીવાર માતાની શરીર કમજોર થઈ જાય છે અને તેમાં વિટામિન ડી ની ઉણપ આવી જાય છે જેનાથી હાડકાં નબળા પડી જાય છે. કેટલીક મહિલાઓના બાળક ઓટીસમના શિકાર થઈ જાય છે. તેથી તડકામાં બેસવાનું ન ભૂલતા. તેનાથી વિટામિન ડી ની ઉણપ પૂરી થશે.

૪. માલિશ કરો અને કરાવો.

ગર્ભાવસ્થામાં ૨૦માં અઠવાડિયાથી શિશુ આભાસ કરવાનું શરૂ કરી દે છે. તમારું તમારા પેટ પર હાથ ફેરવવાનું, બાળકને અડકવાની કોશિશ કરવી, તેને શાંત કરવાની કોશિશ કરવી તેના મગજ સુધી સંકેત પહોચાડે છે. શોધોમાં જાણવા મળ્યું છે કે ગોદમાં ઉછરી રહેલા શિશુ તેના માતા અને પિતાના અડકવામાં અંતર સમજી લે છે. તેથી તમે બદામના તેલથી તમારા પેટની આસપાસ માલિશ કરો. તમે ધારો તો ઓલિવ ઓઇલનો પ્રયોગ પણ કરી શકો છો.

૫. શિશુ સાથે વાતો કરો.

જો કોઈ હવે પછી થી તમારો મજાક બનાવે કે તમે પોતાની સાથે વાતો કરી રહ્યા છો તો તમે તેમના પર ધ્યાન ન આપો કેમ કે આ તમારી જિંદગી છે. તમે જેવી રીતે જીવવા માંગશો તેવી રીતે જીવી શકો છો. ગર્ભવતી મહિલા જ્યારે તેના ગોદમાં ઉછરી રહેલા બાળક સાથે વાત કરે છે ત્યારે શિશુ પણ તેના સંકેતને સમજવા લાગે છે. વિજ્ઞાનએ આ વાત શોધી કાઢી છે કે બાળક ૧૬માં અઠવાડીયાથી સાંભળવા સક્ષમ થઈ જાય છે અને ૨૭માં અઠવાડિયાથી તેના માથાથી કાનની કોશિકાઓ વિકસિત થઈ જાય છે.

૬. અલગ અલગ રીતનું ખાવાનું ખાઓ.

જો તમે ઈચ્છો છો કે તમારું બાળકનો માનસિક અને ભાવનાત્મક વિકાસ થાય તો તમારે ડિનરના સમયે અલગ અલગ ખોરાકની સાથે એક્સપેરિમેંટ કરવો જોઈએ. બાળકોના જીભના સ્વાદની કોશિકાઓ પણ ગર્ભધારણના ૧૨ અઠવાડિયાઓમાં વિકસિત થઈ જાય છે.

૨૫માં અઠવાડિયામાં શિશુ ૨ લિટર એમનીઓટીક પ્રવાહી પદાર્થ શોષવા લાગે છે. એક શોધમાં જાણવા મળ્યું હતું કે જે માતાઓ ગર્ભાવસ્થામાં ગાજરનો જ્યુસ પીએ છે તેમના બાળકને પેદા થયા પછી પણ ગાજર ખાવાનું પસંદ હતું.

૭. મધ્યમ સંગીત સાંભળો.

ન જન્મેલું બાળક પણ માતાની ગોદમાં રહીને પણ ગીત સાંભળી શકે છે. સંગીત બાળકોના શરીરમાં હોર્મોન્સ ઉત્પન્ન કરે છે જેનાથી ખુશી અને સુકુનનો અનુભવ થાય છે. જન્મ સમયે બાળકના મગજમાં સંગીતથી જોડાયેલી ખુશનુમા યાદો તાજી થઈ જાય છે. સંગીતને ધીમા સ્વરમાં સાંભળો કેમકે વધારે તિણો અને કકળાટથી બાળકને હાનિ પહોચી શકે છે.

૮. નર્સરીની કવિતાઓ વાંચો.

બાળકો માટે નર્સરીની કવિતાઓ વાંચવામાં કોઈ વાંધો નથી. તેનાથી જન્મ પછી બાળક શાળામાં કવિતા જલ્દી શીખી શકશે કેમ કે તે ગોદમાં તેની માતા પાસે અજાણ્યામાં તેના જ સૂર અને તાલ પકડતા હતા. બાળકના જન્મ પછી તેને નર્સરીની કવિતાઓ સંભડાવો અને જુઓ કે કેવા ફટાફટ બાળક શાંત થઈ જાય છે.

તમે હવે સારી રીતે જાણો છો કે બાળકનો વિકાસ ગર્ભથી જ શરૂ થઈ જાય છે. ઘણી મતાઓને તેની ખબર પણ હોતી નથી. આ ૯ મહિના તમારા બાળકનું જીવન પ્રભાવિત કરે છે. તો આને જરૂરથી શેયર કરો અને બીજા લોકોને પણ જાગૃત કરો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon