Link copied!
Sign in / Sign up
0
Shares

(વિડીયો) ગર્ભાવસ્થામાં પીઠનો દુખાવો અને કમરના દુખાવાના કારણ અને તેના રાહત માટે વ્યાયામ

મહિલાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન ઘણા પરીવર્તન આવે છે. તેમાથી એક છે તેમના પીઠનો દુખાવો. આ પોસ્ટમાં અમે તમને પીઠના દુખાવા સાથે જોડાયેલી બધી જરૂરી મુદ્દાઓ વિષે

જાણકારી આપશુ. 

ચાલો આગળ વાચીએ. શું પીઠના નીચેના ભાગમાં દુખાવો થવો ગર્ભાવસ્થાનું લક્ષણ છે ?

જી હા, ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનામાં માથાનો દુખાવો થવો સામાન્ય વાત છે. તે શરીરમાં પોષક તત્વો કે પાણીની અછતના કારણે થઈ શકે છે.

ગર્ભાવસ્થામાં પીઠનો દુખાવો થવો સામાન્ય છે?

ગર્ભાવસ્થાના શરૂઆતના લક્ષણોમાં પેટમાં માસિક સ્ત્રાવ વાળા ભાગમાં દુખાવો થવો, પેટ ભરાયેલુ લાગવું, અને ગૅસ થયેલો લાગવો. પીઠમાં દુખાવો થવો એ સામાન્ય વાત છે. તે માસિક સ્ત્રાવ પેટના દુખાવા જેવો જ લાગે છે.

પીઠના ઉપરના ભાગમાં દુખાવો થવાનું કારણ ?

ત્રીજા માહિનામાં પીઠના ઉપરના ભાગમાં દુખાવો થાય છે. આ એટ્લે થાય છે કેમ કે વૃધ્ધિ પામતા શિશુના કારણે ગર્ભાશયનો ભાર પીઠ પર આવવા લાગે છે. આ શિશુના જન્મ પછી સામાન્ય થઈ જાય છે.

ગર્ભવતી મહિલાઓમાં પીઠ દર્દના અન્ય કારણો :

૧. મહિલાનું વજન વધવું : મહિલાના વધતાં વજનને કારણે તેની રીઢના હાડકાં પર પ્રભાવ પડે છે જેનાથી પીઠમાં દર્દ થાય છે.

૨. મહિલાઓમાં બદલાતા હોર્મોન્સ લેવલના કારણે પીઠમાં દુખાવો થાય છે.

3. માંસપેશીઓનું અલગ થવું : જેવી રીતે ગર્ભાશયનો આકાર વધે છે તેવી રીતે કમરની નીચેની માંસપેશીઓ ઢીલી પડવા લાગે છે. તેના કારણે મહિલાઓમાં પીઠનો દુખાવો થાય છે.

૪. માનસિક તણાવ : ઘણીવાર મહિલાઓ પોતાની મુશ્કેલીઓ તેમના પતિ સાથે કે બીજા કોઈને કહી સકતી નથી. તેનાથી અંદર અંદર જ ધૂટાવાને કારણે તેઓ ક્રોધિત/પરેશાન થઈ જાય છે. તેમના મનમાં દબાયેલા અહેસાસ વધતાં વધતાં તેમની પીઠની પીડાના રૂપમાં આવી જાય છે.

પીઠના નીચેના ભાગમાં દુખાવા થવા છતાં કઈ રીતે સૂવું ?

નીચે આપેલી અવસ્થાઓમાં મહિલાઓ સૂઈ શકે છે :

૧. જ્યારે તમે સાઇડમાં સૂવો છો ત્યારે ઘૂંટણ વચ્ચે તકિયો રાખીને સુઓ. ઉપરના પગને નીચેના પગ પાસે આવતા રોકો.

૨. જ્યારે તમે પીઠ પર સૂતા હોવ ત્યારે ઘૂંટણોની નીચે તકિયો રાખીને સુઓ. અમે આશા રાખીએ છીયે કે ગરમ પાણીનો શેક કરવાથી, ડોક્ટરની બતાવેલી દવા લેવાથી તમને રાહત મળે.

સ્વસ્થ રહો, મસ્ત રહો અને અમારા બ્લૉગ્સને શેયર કરતાં રહો.

અમે તમારી તકલીફને સમજી શકીએ છીયે – અમારી સાથે તમારી મુશ્કેલીઓ કમેંટ બોક્સમાં શેયર કરો – અને આને બીજી માતાઓ સુધી પણ પહોચાડો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon