Link copied!
Sign in / Sign up
60
Shares

(વિડીયો) બાળકોને પટાવીને ખાવાનું ખવડાવવા માટેનું પ્રેમાળ ગીત, સાથે જ થોડી ટિપ્સ

બાળપણમાં બાળકો શાકભાજી-ફળો ખાવામાં ઘણા નખરાં કરે છે. કેટલાક બાળકો “પસંદ નથી” તો કેટલાક “ભૂખ નથી” એમ કહે છે. કેટલાક બાળકો ખાવાનું પ્લેટમાં તો લે છે પણ બચાવી રાખે છે ક્યાં તો પછી ચૂપચાપ ડસ્ટબીનમાં નાખી દે છે. તેથી અમે તમને કેટલાક સરળ ઉપાયો બતાવશુ તેથી તમારું બાળક ખાવાનુ કોઈપણ બહાના કાઢ્યા વગર ખાશે.

૧. ખાવાના રંગ પર ધ્યાન આપો.

ધોળી વસ્તુ જ નહીં પરંતુ રંગબેરંગી ખોરાક પણ બાળકોના મન મોહી લે છે. તેથી તમે મેઘધનુષ ના રંગ જેવુ ખાવાનું બાળકને ખવડાવી શકો છો. તેમાં લીલી શાકભાજી તથા ફળ પણ ઉમેરી શકો છો. ઉદાહરણ તરીકે તમે સંતરા, સફરજન, કેળાં, તરબૂજ, મેથી, બટાકા, ગાજર, મુળી વગેરે ખરીદી શકો છો. તમે તમારા મન મુજબ અને થોડા નવા પ્રયોગો પણ કરી શકો છો. તેથી તમારા બાળકને અલગ અલગ પોષકતત્વો મળી રહેશે.

૨. તમારા બાળકની પસંદ પર ધ્યાન આપો.

તમારા બાળકને ખાવામાં શું પસંદ છે તે વાતનું ધ્યાન રાખીને તમે શાકભાજી-ફળો ખરીદો. તેમની પસંદનું ખાવાનું ખવડાવવામાં તમને વધારે તકલીફ પણ ન કરવી પડશે. સમય પણ બચશે અને બાળકો પણ ખુશ થઈ જશે કે મમ્મી તેમની પસંદ-નાપસંદ નું કેટલું ધ્યાન રાખે છે.

૩. ખોરાકને રોચક આકારમાં પ્રસ્તુત કરો.

તમે સાધારણ ભોજનને વિશેષ રૂપે કાપીને પ્રસ્તુત કરો જેમ કે અડધો ચાંદ, તારો, ગોળ , ત્રિકો, પતંગ વગેરે આકારમાં આપો. આકાર જોઈને બાળકોને ખાવાના પ્રત્યે આકર્ષણ વધી જાય છે. તમે જાતે જ વિચારો કે તમે શાકભાજી લેવા જાઓ છો ત્યારે તમે તાજી શાકભાજી લેવાનું પસંદ કરો છો નહીં કે વાસી. તેથી કહેવાય છે કે વસ્તુઓને સારી રીતે પ્રદર્શિત કરો.

૪. ફળ-શાકભાજી ખરીદતી વખતે બાળકોની સલાહ લો.

તમે ખરીદતી વખતે, જો મુમકિન હોય તો, બાળકોની સલાહ લો. તેનાથી બાળકોની રુચિ વધશે તથા તેઓ ખાવાના પ્રત્યે જાગૃત રહેશે. ખરીદતી વખતે બાળકોને થોડું ઘણું શાકભાજીઓની પૌષ્ટિક્તા અને તેના ગુણો વિષે જણાવો. તમે એને બતાવી શકો છો કે જેવી રીતે તેનું ગમતું કાર્ટૂન પોપાય પાલક ખાઈને સ્વસ્થ થયો છે ક્યાતો પછી છોટા ભીમ સાથે દોસ્તી કરવા માટે શક્તિમાન બનો જેથી તમે એને કુશ્તીમાં હરાવી શકો.

૫. થોડા મજાકીયા નામથી ખોરાકને બોલાવો.

કદાચ તમને સાંભળવામાં આ થોડું અજીબ લાગે પરંતુ ખોરાકને અલગ નામથી બોલાવવાથી બાળકને હસું આવશે અને તેઓ કયું ખાવાનું ખાય છે તેના પર વધારે ધ્યાન આપશે નહીં. એવામાં તેઓ ઘી વળી દાળને સુરજ સમજીને ખાઈ શકે છે. બાળક સાથે બાળક બની જવાથી માહોલ સુધરી જાય છે. પાલકને તમે નાનું છોડ તેમજ દાળિયાને સૂરજમુખીના દોસ્ત બનાવી શકો છો.

 શિશુને ખાવાનું ખવડાવવાનું એ તમારી સૌથી મોટી ચૂનૌતી હોય છે. જો તમે આ સમજતા હોવ તો જરૂર થી શેયર કરો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon