Link copied!
Sign in / Sign up
0
Shares

મોટી ખબર: ૪ વર્ષના બાળકને યાદ છે પાછલા જન્મની વાતો, ૧૧ વર્ષ પહેલા થયું મોત😯😯

હરિયાણાના જીંદ વિસ્તારમાં આવેલ એક ગામ જલાલપુરાકલામાં ચાર વર્ષ પહેલા એક બાળકનો જન્મ થયો હતો. ઘરવાળાએ તેનું નામ લવિશ રાખ્યું હતું. લવિશ જેમ-જેમ મોટો થતો ગયો તેમ તેણે બોલવાનુ શરૂ કર્યુ હતું. તેના મોઢામાં હંમેશા એક શબ્દ સંભળાતો હતો, રામરા. રામરા ગામ જલાલપુરાકલાથી થોડી દુર આવેલ છે.

તે એવુ પણ કહેવા લાગ્યો કે તેની માતાનુ નામ કમલા છે. જ્યારે તેણે રામરા ગામનુ નામ રટવાનુ વધારી દીધુ ત્યારે પરિજનોને શંકા જતા તેને લઈને સાત કિમી દુર રામરા ગામ ગયા. જેમ-જેમ ગામની નજીક ગયા તેમ તેણે રસ્તો બતાવવાનુ શરૂ કર્યુ હતું.

ગામ પહોંચી તેણે પોતાના જુના ઘરનુ સરનામુ બતાવ્યુ અને સાચો રસ્તો બતાવીને પોતાના ઘરે લઈ ગયો હતો ત્યાં તેનું નામ સંદિપ હતું. તેણે પરિવારમાં માતા-પિતા અને પરિવારના બીજા સભ્યોના નામ જણાવ્યા હતાં. વાત ત્યાં સુધી ન અટકી તે બધાને એ જગ્યાએ લઈ ગયો જ્યાં વિજ કરંટ લાગવાથી સંદિપનું મોત થયું હતું.

આ વાતની પુષ્ટી રામરા ગામમાં રહેતા સંદિપના પરિજનોએ કરતા જણાવ્યું કે કેટલાક વર્ષ પહેલા તેના ૧૪ વર્ષના પુત્ર સંદિપનું આ સ્થળે વિજ કરંટ લાગતા મોત થયું હતું. જો કે વિજ્ઞાન પુન: જન્મની અવધારણામાં માનતું નથી. પરંતુ, સંદિપ અને લવિશના પરિવારોને પુરો ભરોસો છેકે આ પુન: જન્મનો મામલો છે. સંદિપનો પરિવાર આ જાણકારી મળતા ખુબ ખુશ છે અને તે માને છે કે સંદિપે જ માનવ કુખેથી લવિશના રૂપમાં જન્મ લીધો છે. ભવિષ્યમાં તેના સંપર્કમાં રહેવાનો દાવો કરે છે. રામરા અને જલાલપુરાકલા બંને ગામોમાં આ સમયે લવિશની ચર્ચા કુતુહલનો વિષય બની છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon