Link copied!
Sign in / Sign up
2
Shares

વરરાજાએ છપાવી એક એવી લાઈન કે દેશભરમાં વાયરલ થઈ ગઈ કંકોત્રી😯😯

મધ્યપ્રદેશના છત્તીસગઢમાં આવેલા બેલાદુલા ગામના એક પરિવારે લગ્નની કંકોત્રીમાં એક એવી લાઇન છપાવી કે લગ્નની કંકોત્રી હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ મામલો જાંજગીરનો છે જેમાં વરરાજાએ પોતે જ સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરવા માટે લગ્નની કંકોત્રીનો સહારો લીધો.

બેલાદુલા ગામના રહેવાસી રામકુમાર મનહરે પોતાના લગ્નની કંકોત્રી પર કંઇક એવુ લખાવ્યું, જેના કારણે આ કંકોત્રી હાલ ચર્ચાનો વિષય છે. રાજકુમાર મનહરે કાર્ડ પર પોતાની અને પોતાની થનાર પત્નીની જન્મ તારીખ પણ કંકોત્રીમાં છપાવી છે જેના કારણે તે સ્પષ્ટ થઇ શકે કે બંને પખ્ત છે. પરંતુ આ કંકોત્રી ચર્ચામાં છે તે પાછળનું કારણ બીજુ છે. રાજકુમારો કંકોત્રી પર કમળના ફૂલનું ચિત્ર છપાવી તેના પર લખાવ્યું કે ‘અમારી ભૂલ, કમળનું ફૂલ

રાજકુમારે આ લાઇન છપાવવા બદલ દલીલ કરી કે ‘તેઓ હાલ બેરોજગાર છે અને તેની પાછળનું કારણ સરાકરની નિતિ અને સિસ્ટમ છે. બે વર્ષ પહેલા તેઓ પંચાયતમાં ઑપરેટર હતા. સરકારે દસ હજાર લોકોની છટણી કરી તેમાં મારી પણ નોકરી ગઇ. વિરોધ કરવામાં આવતાં પંચાયત મંત્રીએ કહ્યું કે બીજી ભરતીઓમાં પ્રથમિકતા આપવામાં આવશે પરંતુ તે પણ ન બન્યું. તેથી હું કહીશ કે કમળનું ફૂલ પસંદ કરવું અમારી ભૂલ હતી.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon