Link copied!
Sign in / Sign up
0
Shares

વંદાનું દૂધ આરોગ્ય માટે હમણાં સુધીનો સૌથી ઉત્તમ ખોરાક હોઈ શકે છે જે તમને ખબર નહીં હોય😲

સોયાનું દૂધ અને બદામનું દૂધ થોડા સમય માટે જોવા મળ્યું હશે, પરંતુ નવું દૂધ, જેમકે વંદાનું દુધ, તેને ઉત્તમ ખોરાક તરીકે ગણવામાં આવે છે. અહી તમારે વંદાના દૂધ વિષે અમુક વસ્તુઓ જાણવાની જરૂર છે અને શું તે જરૂરી પણ છે ?

એવું લાગે છે કે વાંદાના દૂધના અમુક લાભો પણ છે, પરંતુ શું તે સૌથી વધુ પોષકતત્વ માટેનો વિકલ્પ છે ? (શટરસ્ટોક) સોયા દૂધ અને ઓટ્સ દૂધ, અને વધુમાં વાંદાનું દૂધ પણ છે. જો તમે હમણાં અવિશ્વાસથી કે નાસ્તિકતામાં ડોળા કાઢતા હોવ, તો અમે તમને દોષી નથી ગણાવતા. વાંદાનું દૂધ ? જ્યારે વાંદો એક જંતુ છે તો દૂધ પણ ઉત્પન્ન કરે છે ?

નવા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે વાંદાના દૂધમાં, પેસિફિક બીટલ વાંદામાં પોષક તત્વોથી સમૃદ્ધ દૂધના સ્ફટિકો જોવા મળ્યા છે. – જે વાંદાના શિશુઓ માટે ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે – જે મનુષ્યો માટે પણ ફાયદાકારક છે.

વંદાનું દૂધ તમારા માટે કઈ રીતે સારું છે ?

ઇન્ટરનેશનલ યુનિયન ઓફ ક્રિસટલોગ્રાફી જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, વાંદાના દૂધને પોષકતત્વોનું પાવરહાઉસ માનવામાં આવે છે. તેમાં ગાયના દૂધ કરતાં ચાર ગણું પ્રોટીનનું પ્રમાણ હોય છે. ભેસના દૂધ કરતાં ત્રણ ગણું વધુ પ્રોટીન હોય છે. અને તે આવશ્યક પ્રમાણમાં એમીનો ઍસિડ પણ ધરાવે છે જે કોષની વૃધ્ધિ માટે જરૂરી છે, લિપિડ્સ જે આપણાં શરીરને તંદુરસ્ત રાખે છે, અને શર્કરા કે જે ઈંધણ ઉર્જા આપે છે.

“ સ્ફટિકો સંપૂર્ણ ખોરાક જેવા હોય છે – જે પ્રોટીન, ચરબી અને શર્કરા ધરાવે છે. જો તમે પ્રોટીનના અનુક્રમમાં જુઓ, તો તેમાં બધા જ પ્રકારના આવશ્યક એમીનો ઍસિડ હોય છે.”,

૨૦૧૬ માં સંચારી બેનરજી નામના સંશોધકે જણાવ્યુ હતું. તમે વાંદાના દૂધનો કઈ રીતે વપરાશ કરી શકો છો ? સ્પષ્ટપણે વાંદાને દોહવું એ સૌથી શક્ય વિકલ્પ નથી. પ્રતિકુળ અહેવાલો કહે છે કે, વાંદાના દૂધની ગોળીઓ બનાવવામાં યોગ્ય ભાવિ રહેલું છે, અને તે પણ નજીકના ભવિષ્યમાં ખૂબ દૂર નથી, જો કે તે કદાચ એક ગોળી બનાવવા માટે ૧૦૦ જેટલા વાંદાનો જૂથ લેશે.

બદામનું દૂધ જમીનમાની બદામ માથી બનાવવામાં આવે છે. અને જ્યાં સુધી તે ગળ્યું ન બની જાય ત્યાં સુધી તે બીજા દૂધાળુંઓ કરતાં તે કેલેરીમાં ઓછું હોય છે.

પણ શું તમને ખરેખર વંદાના દૂધની જરૂર છે ?

વાંદાના દૂધમાં પણ લાભો છે એવું લાગે છે, પરંતુ શું તે સૌથી પોષક વિકલ્પ છે ? આ ‘તંદુરસ્ત’ દૂધમાં પોષક તત્વોની ચોક્કસ એકાગ્રતા અજાણ છે, તેથી કોલકાતાના એક સામાન્ય ચિકિત્સક ડોક્ટર શાયન દાસગુપ્તા તેને ‘અજાયબી પીણું’ નથી કહેતા. તેના બદલે જો તમે બીજા નવા સંસ્કરણોનો પ્રયાસ કરવા ઇચ્છતા હોવ, તો ડોક્ટર દાસગુપ્તા કહે છે કે,” જો તમને ઓછી કેલેરીનું દૂધ જોઈતું હોય તો બદામનું દૂધ ઉત્તમ છે, પરંતુ જો તમને પોષકયુક્ત સમૃદ્ધ દૂધ જોઈતું હોય તો ગાયનું દૂધ હજુ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે.”

તમારા સૌંદર્ય જીવન માટે વંદાનું દૂધ કેટલું સારું છે ?

વંદાના દૂધમાં હોર્મોનની વૃધ્ધિનું સ્તર અજાણ્યું છે, પરંતુ એવા પુરાવા છે કે જે કહે છે કે વૃધ્ધિના હોર્મોન્સ અમુક વ્યક્તિઓમાં ખીલને વધુ તીવ્ર બનાવી શકે છે, મેરી ક્લેરના રિપોર્ટ મુજબ.

“ખાંડના ઊંચા પ્રમાણના કારણે તે ચામડીના સ્વાસ્થ્ય અને સુંદરતાના સંદર્ભમાં નબળી પસંદગી છે, કારણકે આપણે જાણીએ છે કે વધારે ખાંડના આહાર વાસ્તવમાં ચામડીના વૃદ્ધત્વમાં વેગ આપે છે, જો કે, પ્રોટીન અને ચરબી સારા વાળ અને નખ આવશ્યક છે. અને આ ખાસ પ્રવાહી બંને વસ્તુઓનું શ્રેષ્ઠ સ્તર મેળવી શકે છે.” શ્વેગર ચામડી જૂથના રશેલ નાઝરિયને મેરી ક્લેરને કહ્યું હતું.

જો તમે આજે મળનારી બધી દૂધની જાતોમાં મુંજવણ અનુભવી રહ્યા છો, તો અહી તમારા સ્વાસ્થ્યના લાભોના આધારે યોગ્ય દૂધ પસંદ કરવા માટે એક સંપૂર્ણ માર્ગદર્શિકા છે. અને જો તમને ડેરી પ્રોડક્ટ ખાવાથી ઊબકા આવે અને ફુલેલું લાગે છે, તો તમારામાં લેકટોઝ પચાવવામાં તકલીફ છે જેનો અર્થ છે કે તમારું શરીર લેકટોઝને ડાયજેસ્ટ કરી શકતું નથી. તેની સાથે કઈ રીતે કામ કરવું એ અહી આપેલું છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon