આજકાલ ઇન્ટરનેટ પર હેલ્થ અને વજાઇનલ ક્લિનિંગના નામે એક ટ્રેન્ડ ફેલાઇ રહ્યો છે. જેમાં યુવતીઓને પોતાની વજાઇના ક્લિન રાખવા અને જાતીય આરોગ્યની સંભાળ માટે કકુમ્બર ફેસિયલ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા આ ટ્રેન્ડમાં પીલ્ડ કકુમ્બરને 20 મિનિટ સુધી વજાઇનમાં મુકીને ટ્વિસ્ટ કરવાનું કહેવામાં આવે છે.

હકીકતમાં થાય છે આવા ગેરફાયદા

જોકે નિષ્ણાંતો કહે છે કે આ રીતે ફેસિયલ કરવાથી વજાઇનલ એસિડિટિ ઓછી થાય છે જે ઇન્ફેક્શનથી વજાઇનાની અંદરની સ્કિનને બચાવવાનું કામ કરે છે. આ એસિડ ગર્લના પ્રાઇવેટ પાર્ટમાં રહેલા લેક્ટોબોસિલસ બેક્ટેરિયાને આભારી છે જે લેક્ટિક એસિડ મુક્ત કરે છે. જેના કારણે અન્ય નુકસાનકર્તા બેક્ટેરિયા અને વાયરસ જન્ય રોગો સામે રક્ષણ મળે છે.
નિષ્ણાંતોના મતે વજાઇનલ હેલ્થ માટેના દરેક પ્રવાહી નુકસાનકર્તા

કેનેડાના ગાયનેકોલોજિસ્ટ ડો.જેન ગુન્ટેર કહ્યું કે ‘હકીકતમાં વજાઇનાની હેલ્થ અંગે ખાસ ચિંતા કરવાની જરુર હોતી નથી. તેનું કુદરતી રીતે જ રક્ષણ થાય છે. ફક્ત આ જગ્યાની યોગ્ય રીતે સફાઇ રાખવાની જરુર છે.’ અનેક અભ્યાસમાં જણાઇ આવ્યું છે કે વજાઇનલ હેલ્થ માટે ઉપાયોગ કરવામાં આવતા કોઈપણ જાતના પદાર્થ ફક્તને ફક્ત તેને નુકસાન જ કરે છે.
આ રીતે કરવી જોઈએ સફાઇ

ડો. ગુન્ટેરના મતે વજાઇનાની રચના જ એ પ્રકારની છે કે તે પોતાની જાતે જ પોતાની સંભાળ લે છે. માટે સાબુથી લઈને ક્લિઝનર અને લિબ્રુકેન્ટ હકિકતમાં તમારા જેનેટલ પાર્ટની અંદરના ગુડ બેક્ટેરિયાને નુકસાન કરે છે. તેમજ આ કારણે ભવિષ્યમાં તમને સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન થઈ શકે છે. તો HIV જેવા રોગો થવાની પણ શક્યતા રહે છે. જેતી નિષ્ણાંતો કહે છે કે સ્ત્રીએ પોતાના પ્રાઇવેટ પાર્ટની સફાઇ પણ બહારની તરફથી જ કરવી જોઈએ.
