Link copied!
Sign in / Sign up
0
Shares

વધુ પડતાં વાલીપણાના ૫ ચિહ્નો!

વધારે વાલીપણું કરવું એ એવું છે કે જે ઘણા માતા-પિતા અભાનપણે કરતાં હોય છે. તેઓ એ પણ સમજી શકતા નથી કે તેઓ ઓવર પેરેંટિંગ માટે દોષી છે જ્યાં સુધી તેમને કોઈ કહી ન જાય. પછી ખૂબ જ મોડુ થઈ જઈ શકે છે કેમ કે એક માતા-પિતા તરીકે બાળકને ઉછેરવાનો શ્રેષ્ઠ રસ્તો આ નથી. અહી ૫ ચિહ્નો દર્શાવ્યા છે કે જે બતાવે છે કે તમે બાળકને વધુ પડતું વાલીપણું બતાવો છો.

૧. વૃદ્ધિ સાથે યોગ્ય વય ઓળખી શકતા નથી.

તમે એક માતા-પિતા તરીકે કદાચ હંમેશા ડરશો કે તમારા બાળકને ઉત્પાદક બનાવવામાં કોઈ અભાવ રહી ન જાય. તમે તેને એવા વર્ગોમાં દાખલ કરશો કે જેમાં તેને બિલકુલ રસ નથી કારણ કે તમને એવું લાગે છે કે તે તેના સર્વાંગી વિકાસ તરફ લઈ જશે. તમે જે વાસ્તવમાં કરી રહ્યા છો એ તમારા બાળકને પોતાની ગતિએ પુખ્ત થવા દેતી નથી. જીવન કૌશલ્ય તરીકે સમયનું સંચાલન મહત્વનુ છે તમારા બાળકે જાણવું જોઈએ કે તેને કઈ પ્રવૃત્તિઓમાં તેનો રસ ઝબૂકવી શકે છે અને શું તેઓ તેમાં સમય પસાર કરવા માંગે છે. અલગ અલગ વય જૂથો જુદી- જુદી અગ્રતા સાથે આવે છે, તેથી વધારે ઘમંડી બનવાનો પ્રયાસ ન કરો.

૨. તેમને જવાબદારી આપતા નથી.

જો તમે સતત તમારા બાળકને એવી વ્યક્તિ તરીકે માનતા હોવ કે જે શેરીને પર કરતી વખતે તમારો હાથ પકડી રાખવાની જરૂર હોય, તો તમે એ જોવામાં નિષ્ફળ જઈ શકો કે તેઓ એક કિશોર બની ગયા છે અને હવે તેમને સ્વતંત્રતાની જરૂર છે. તમે તેમના માટે તેમના કામ કરવાના વલણ ધરાવો છો કેમ કે તમને ખાતરી નથી કે તેઓ તેમના દમ પર પોતાનું કામ કરી શકશે અથવા તો જો કાર્ય ખોટું પડે તો તમે તેને સરખું કરવા માંગતા નથી. તેમને ચોક્કસ જવાબદારીઓ આપો કેમ કે તેઓ મોટા થાય તેમ તેમને ખ્યાલ આવે છે કે દરેક કામનું પરિણામ મળે જ છે.

૩. હેલીકોપ્ટર પેરેન્ટ્સ

હેલીકોપ્ટર પેરેન્ટ્સ એ માતા-પિતાને આપવામાં આવતી એક બોલચાલની પરિભાષા છે જે તેમના બાળકની આસપાસ જ ભમ્યા કરે છે. જો તમે તમારા બાળકની એક પરીક્ષામાં મેળવેલ માર્ક ઉપર લડવા માટે શિક્ષકોને બોલાવતા હોવ, તો તમે કદાચ હેલીકોપ્ટર પેરેન્ટ્સ છો. બીજા લોકો તમારા બાળકને કઈ રીતે રાખે છે એના માટેની જો તમે બીજા પુખ્ત વયના લોકો સાથે દલીલો કરતાં હોવ તો આ તેની બીજી નિશાની છે. તમારા બાળકને પોતાના સંબંધો અન્ય લોકો સાથે જાતે સંભાળવા દો. તે એક કૌશલ્ય છે જે તેમણે ઉંમર વધવાની સાથે તેમાં નિપુણતા લાવવાની જરૂર છે.

૪. નિષ્ફળતા ઊભી કરી શકતા નથી.

કોઈ પણ માતા-પિતા તેમના બાળકને નીચે પડતાં જોઈ શકતા નથી. પણ તેનો મતલબ એવો નથી કે તમે તેમના પતનને રોકવા માટે આગળ વધો. તમારે માતા-પિતા તરીકે શું કરવું

જોઈએ એનો પ્રયાસ કરો અને પતન માટે તેમણે જ્યારે પણ સહાયની જરૂર પડે ત્યારે તેની સાથે ઊભા રહો. તેમની નિષ્ફળતા દૂર કરવાથી તમે તેમને પુખ્ત થવાથી અને તેમની ભૂલોથી શીખવાની તકોને તમે એનાથી છીનવી રહ્યા છો.

૫. પસંદગી ઉપર દલીલો

તમે એમ વિચારો છો કે તમારા બાળક કોઈક રીત સારી છે પરંતુ તમારું બાળક કઈક બીજી રીતે જ કરવા માંગતુ હોય છે. તમે કદાચ સાચા હશો, જેમ કે તમારું બાળક તેમને જોઈતા કોઈક કપડાઓમાં કે નવા વાળની હેર સ્ટાઇલમાં કેવું હાસ્યાસ્પદ લાગશે. પણ તમારા મંતવ્યોને તેમના ગળામાં નીચે ખસેળવાથી તેમને તમારા અભિપ્રાયનો આદર કરતાં રોકે છે. તેમને પોતાને તેમની વસ્તુઓ પસંદ કરવા અને તેમની સ્વતંત્રતા પસંદ કરવા માટે એકલા છોડી દો. જો તે ખોટું હશે, તો તેઓ ક્યારેય તેનું પુનરાવર્તન કરશે નહીં.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon