Link copied!
Sign in / Sign up
1
Shares

વેક્સિનેશન પછી બાળકના દુખાવાને કંઈક આવી રીતે કરો ઓછો🤗🤗

દરેક બાળક માટે ટીકાકરણ ખૂબ જ જરૂરી હોય છે, કેમકે તેનાથી તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેનું શરીર રોગોથી સહેલાઈથી લડી શકે છે; પરંતુ ટીકાકરણ વખતે બાળકને જે સહન ન થઇ શકે તેવો દુખાવો ફક્ત બાળક માટે જ નહિ પણ માતા-પિતા માટે પણ દુઃખદાયી હોય છે. કોઈ પણ માતા-પિતા પોતાના બાળકને દુખાવામાં કે કાષ્ટમાં નથી જોઈ શકતા, પણ પોતાના નાના બાળકની ભલાઈ માટે બાળકનું ટીકાકરણ કરવું ખુબ જરૂરી છે. બાળકના વેક્સિનેશન પછી તેને ઘણી તકલીફો થાય છે, જેમકે તાવ આવવો, ઈન્જેક્શનની જગ્યા પર લાલ સોજો આવવો, ખંજવાળ આવવી અને સૌથી વધારે જે વસ્તુ હેરાન કરે છે તે ઇન્જેક્શન નો દુખાવો! આજે આ લેખન દ્વારા અમે તમને બાળકના ટીકાકરણ પછી થવાવાળા દુખાવાને ઓછો કરવાના થોડા ઉપાયો જણાવ્યા છે.

૧. સ્તનપાન છે જરૂરી

બાળકને ઇન્જેકશન આપ્યા પછી શાંત કરાવવા માટે તેને સ્તનપાન કરાવો. ઇન્જેક્શન માર્યા પછી બાળક રડે છે અને એવામાં તેને સ્તનપાન કરાવાય તો તેનું ધ્યાન હટી જશે અને તે દૂધ પીવામાં વ્યસ્ત થઈને થોડીવાર માટે શાંત થઈ જશે. સ્તનપાન બાળકના દુખાવામાં રાહત માટે એક સારો ઉપાય છે.

૨. ધ્યાન ભટકાવો

જ્યારે તમે બાળકને ઇન્જેક્શન મારવા લઈ જાઓ, ત્યારે તેની સાથે તેને ગમતું રમકડું પણ લઇ જાવ. તેનાથી ઇન્જેક્શન લગાડતી વખતે, તેનું ધ્યાન બીજી બાજુ કરી શકે. ઈન્જેકશન પછી પણ તમે તેની એ રમકડું આપી શકો. ઇન્જેક્શન પછી દુઃખાવાના લીધે એ રડે છે અને એટલે જરૂરી છે કે તમે તેનું ધ્યાન બીજી તરફ લઇ જવા તેને ગમતું રમકડું આપો, બહાર ફેરવો અને પંપાળીને શાંત કરો.

૩. બરફ લગાડો

બાળકને ઇન્જેકશનના દુખાવાથી રાહત આપવા માટે સાફ ઠંડા પાણીમાં પલાડેલા ભીના કપડાથી ધીમે ધીમે લૂછો, કે જેનાથી સોજો ન આવે. તેના સિવાય તમે બરફથી પણ એ જગ્યા પર મસાજ કરી શકો છો અથવા સુતરાઉ કપડામાં બરફ બાંધીને શેકો. આમ કરવાથી તેને આરામ મળશે અને તેની કોમળ ચામડી પર સોજો પણ નહીં આવે. તમે દિવસમાં બે કે ત્રણવાર બરફનો શેક કરી શકો છો. તેનાથી તમારા બાળકને ઘણો ફાયદો થશે.

૪. ડોક્ટરને દુખાવાની દવા પૂછો

ઈન્જેક્શન લીધા પછી તમે ડોક્ટરને એકવાર જરૂર પૂછો કે બાળક માટે કોઈ દુખાવાની દવા કે લગાડવાની કોઇ ક્રીમ, જેનાથી તેની જલ્દી રાહત મળે. પરંતુ ધ્યાન રાખો કે ડોક્ટરની આપેલી દવાનો જ ઉપયોગ કરો. પોતાની જાતે કોઈ દવા કે ક્રીમનો ઉપયોગ ન કરવો.

૫. મીઠી એટલે કે સાકરવાળી વસ્તુ આપો

ઈન્જેકશન આપ્યા પછી બાળકને સાકરવાળું પાણી કે મિશ્રીવાળું પાણી આપો. આ તેની દુઃખાવામાં રાહત કરવામાં મદદ કરશે. પણ આ એ બાળકો માટે જ છે, જે પાણી પી શકતા હોય; બિલકુલ નાના બાળક જેમ કે નવજાત માટે નથી; કેમકે નવજાત બાળક માટે શરૂઆતના થોડા મહિના સુધી માતાનું દૂધ જ જરૂરી છે. આના સિવાય જો તમે થોડા મોટા બાળકને સાકર કે મિશ્રીનું પાણી આપી રહ્યા હોવ, તો એકવાર ડોક્ટરની સલાહ જરૂર લ્યો.

૬. બાળકને રમવા કે હાથ-પગ હલાવા દો 

ઘણીવાર માતા-પિતાને લાગે છે કે ઇન્જેક્શન પછી બાળકને આરામ કરાવવો વધારે જરૂરી છે, પણ આવું નથી. બાળક હાથ-પગ પછાડીને રમી રહ્યું હોય, તો આ તેના માટે ખૂબ સારી વાત છે, કેમકે શરીરના હલનચલનથી બાળકનો દુખાવો ઓછો થશે. એટલે તેને પલંગ પર સુવડાવી હાથ-પગ પછાડવા દયો. પણ જો ઇન્જેક્શન બાળકના સાથળમાં માર્યું હોય, તો તેને ઘૂંટણભર ન ચાલવા દયો અને જો બાળક ચાલવા શીખી રહ્યું હોય તો તેને ચાલાવવાની કોશિશ ન કરો, તેના થી તેનો દુખાવો વધી શકે છે.

આશા કરીએ છે કે આ ઉપાયો તમારા બાળકને આરામ આપશે અને જો આનાથી પણ બાળકની તકલીફ વધી રહી હોય, તો એકવાર તમે ડોક્ટરને મળીને આના વિશે જરૂર જણાવો.

હેપ્પી પેરેન્ટિંગ!

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon