Link copied!
Sign in / Sign up
3
Shares

વાદવિવાદ કરનારા બાળકો ‘આ’ 3 વિષયમાં હોય છે ખૂબ જ હોંશિયાર

 જે બાળકો કોઈપણ વિષય પર વધુ વાદવિવાદ કે ચર્ચા કરે છે તેઓ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં હોંશિયાર હોય છે. ઈંગ્લેડની શેફિલ્ડ હલ્લામ યુનિર્વિસટીનાં તાજેતરના સંશોધન મુજબ પ્રાઈમરી ક્લાસનાં બાળકો પ્રશ્નોના જવાબો આપવામાં અને કોઈપણ વિષય પર સહાધ્યાયીઓ સાથે વાદવિવાદ કે ચર્ચા કરે તો તેવા બાળકો આવા વિષયોને સારી રીતે સમજી શકે છે. ઈંગ્લેન્ડમાં 78 પ્રાઈમરી સ્કૂલોનાં સરેરાશ સારો અભ્યાસ કરતા બાળકો પર ડાયલોજિક એટલે કે વાતચીત દ્વારા શિક્ષણનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન શિક્ષકોને એવું કહેવામાં આવ્યું હતું કે તેમને રાબેતા મુજબનાં પ્રશ્નો પૂછવાને બદલે કોઈ વિશિષ્ટ કે જુદી રીતનાં પ્રશ્નો પૂછીને તેમને કોઈ ખાસ વિષય પર બોલવા માટે પ્રેરિત કરવા. આ પ્રયોગમાં ૯-૧૦ વર્ષથી ઓછી ઉંમરનાં ૨,૪૯૩ બાળકોને સામેલ કરવામાં આવ્યા હતા.

શિક્ષણની પદ્ધતિ બાળકોની સમજવાની ક્ષમતા પર વધારે અસર કરે

સંશોધકોનાં મત મુજબ પ્રયોગનાં પરિણામો આશ્વર્યજનક હતા. આ પ્રક્રિયામાં સામેલ બાળકોને અંગ્રેજી અને વિજ્ઞાનમાં બે મહિના પછી ચલાવવામાં આવનાર કોર્સ વહેલો શીખવવામાં આવ્યો હતો જેને તેમણે આસાનીથી શીખી લીધો હતો. બાળકોની ગણિત સમજવાની ક્ષમતા પર આ પ્રયોગની સારી અસર પડી હતી. આખરે સંશોધકો એવા તારણ પર પહોંચ્યા હતા કે સબ્જેક્ટિવ જ્ઞાનની જગ્યાએ શિક્ષણનો પ્રકાર અને પદ્ધતિ બાળકોની શીખવાની અને સમજવાની ક્ષમતા પર વધારે અસર કરે છે.

જો કે વિચારક્ષમતા, કામ કરવાની ધગશ અને બોલવાની ક્ષમતા અંગે પ્રયોગો કરીને બાળકોને એવું પૂછવામાં આવ્યું કે પૃથ્વી ગોળ છે તેવું આપણે કેવી રીતે જાણી શકીએ ? આનાં જવાબમાં વૈજ્ઞાનિક તથ્યો પર લાંબી ચર્ચા કરવામાં આવી. પરિણામ એ આવ્યું કે બાળકોની ક્ષમતામાં સારો એવો વધારો થયો હતો. સંશોધકોનું કહેવું હતું કે બાળકોને પરંપરાગત શિક્ષણ આપવાને બદલે તેના વિષયનાં સંદર્ભમાં વધુ વિચારવા અને બોલવાનું શીખવવું જોઈએ જેનાં સારાં પરિણામો આવી શકે છે.

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon