Link copied!
Sign in / Sign up
0
Shares

ઉનના કપડાં પણ સમસ્યા નું કારણ બની શકે છે- જાણો કેવી રીતે

શિયાળો આપણા દરવાજે આવી ગયો છે. આવા વખતે મૌસમ ખુબ જ સરસ હોય છે. શિયાળામાં ખાવા-પીવાની સાથે ઉનના કપડાં પહેરવાની પણ એક અલગજ મજ્જા છે. એક જમાનો હતો જયારે ઉનના કપડાંની જગ્યાએ ફક્ત સ્વેટર જ હતા. આજના સમયે તો ઘણા ઉનના ડિઝાયનર કપડાં આવવા લાગ્યા છે. આ કપડાં ઠંડીથી તો બચાવે છે, સાથે તમને સ્ટાઈલિશ પણ બતાવે છે. ઘણી વાર આજ કપડાં ભારે પણ પડે છે કારણ ઘણાની ચામડી કોમળ હોય છે અને તેમને ઉનના કાપડની એલર્જી હોય છે. તેમને ચાંભા અથવા ખંજવાળ આવે છે. જો તમને આવી કોઈ તકલીફ હોય તો અમે આ લેખ દ્વારા થોડાક ઉપાય બતાવીએ છે.

૧. ઓલિવ ઓઇલ અથવા બદામનું તેલ લગાવવું

જો તમે ઉનના કડપ પહેરવાના હોવ તો પહેલા ઓલિવ ઓઇલ અથવા બદામનું તેલ લગાવી દેવું, જેનાથી ત્વચા સુકાય નહિ. ત્વચા સુકાવાથી જ ચાંભા અને ખંજવાળની તકલીફ થાય છે. ત્વચા સુકાવના કારણે પણ ઉનના કપડાથી એલર્જી થાય છે.

૨. અંદરના કપડાં વગર ઉનના કપડાં ન પહેરવા

ક્યારે પણ અંદરના કપડાં વગર ઉનના કપડાં ન પહેરવા. જો તમે એમનેમ જ ઉનના કપડાં પહેરશો તો ઉન તમારી ચામડીને સ્પર્શ કરશે, આથી એલર્જી થશે. આથી એલર્જી થી બચવા માટે ખાસ કરીને હંમેશા અંદર સુતરાવ કપડાં પહેરવા.

૩. નવશેકા પાણી થી નહાવું

ગમે તેવી ઠંડી હોય, પણ હંમેશા જરાક ગરમ પાણી થી જ નહાવું, નહિ કે એકદમ ગરમ કરીને. વધારે ગરમ પાણીથી ત્વચા ની ચીકાશ ખોવાય છે. આનાથી એલર્જી વધારે થાય છે. તદ્ ઉપરાંત નાહવાની પહેલા ત્વચા પર ગ્લીસરીન અથવા તેલ લગાડવું અને નાહ્યા બાદ નર આર્દ્રતા લગાવવાથી ત્વચા ખુબજ નરમ રહે છે.

૪. ઉનના કપડાને તડકામાં રાખો

ઉનના કપડાં પહેરવા પહેલા થોડી વાર તડકે રાખો કારણ ઘણા સમય થી કબાટમાં બંધ રહેવાથી તેમાં કીટાણુ થઇ જાય છે, જેનાથી ચેપ લાગવાનો ભય રહે છે.

૫. એલર્જીને સમજો

ઘણા લોકો ને અમુક ખાસ પ્રકારના ઉનના કપડાંની એલર્જી હોય છે. તમને પણ એવા કોઈ કપડાંની એલર્જી હોય તો તેવા કપડાં પહેરવાનું ટાળો. આના ઉપરાંત તમને વારે-ઘડે એલર્જી થાય છે અથવા ઘણા સમયથી જો એલર્જી હોય તો માથું ન મારો તરત જ ડોક્ટરની સલાહ લેવી.

હેપ્પી વિન્ટર!
Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon