Link copied!
Sign in / Sign up
2
Shares

ટીવીની આ મશહૂર જોડી આવી રીતે રાખે છે જુડવા બાળકોની સંભાળ👨‍👩‍👧‍👦 👌👌

આ છે ,નાગીન ધારાવાહિક માટે ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન પુરસ્કાર ના સર્વશ્રેષ્ઠ અભિનેતા ના વિજેતા કરણવીર બોહરા .તેમની બાળઉછેર કરવાની રીત ઉપર તેમને ગર્વ છે .આ દંપતી તેમની જોડકી બાળકીઓ સાથે ઘણી પ્યારી વસ્તુઓ કરે છે .તેમના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ઉપર પાંચ હજાર લાઈક અને કૉમેન્ટ્સ મળી છે એના થી વિશેષ શું હોય શકે .

આ છે એ પાંચ વસ્તુઓ જે કરણવીર તેમની બાળકીઓ સાથે કરે છે .અને તમે પણ તમારા બાળકો સાથે કરી શકો છો .

* સવારે એક સાથે ઉઠવું 

શિશુ ઓ ઉઠતાની સાથે જ તેમના માતાપિતા ને જુએ એ વાત સુનિશ્ચિત કરવા માટે તીજે સિંધુ અને કરણવીર બોહરા હંમેશા ત્યાં જ હોય છે જ્યાં સુધી બાળકીઓ ઉઠે ત્યાં સુધી .તેઓ તેમની બાળકીઓ ને ખાવાનું ખવડાવી દેય અને તેમની સાથે થોડો સમય વ્યતીત કર્યા બાદ જ ઘરમાં થી બહાર નીકળે છે .

* કૃતજ્ઞતા (આભાર) વ્યક્ત કરવી 

જેમનો આપણને આશીર્વાદ મળ્યો હોય તેમનો આભાર માનવો જરૂરી છે એવું કરણ માને છે .દરરોજ સવારે તેઓ તેમની બાળકીઓ સાથે બાલ્કની માં બેસે છે અથવા તેમને બહાર ફરવા લઈ જાય છે .બાળકો માટે પ્રકૃતિ થી જોડાવું ઘણુ જ મહત્વપૂર્ણ હોય છે .તેમને સુર્ય નો પ્રકાશ જોવો ,ઘાસ ઉપર પોતાના પગ વડે ચાલી ને અનુભવ લેવો અને વરસાદ ને તેમના ચહેરા ઉપર અનુભવ કરાવવો જરૂરી છે .ભલે થોડા સમય માટે .

* ઉપચાર કરાવવા માટે ધ્યાન કરવું.

કારણકે ધ્યાન એ એક શક્તિ છે .જેના દ્વારા આપણે ઘણું બધુ મેળવી શકીએ છે જયારે કરન વીર કામ ઉપર નીકળી જાય છે ત્યારે તીજે સિંધુ બાળકીઓ સાથે ધ્યાન માં બેસે છે તે મીણબત્તી પ્રગટાવે છે અને મંત્ર ઉચ્ચારણ કરે છે તે ઊંડા શ્વાસો લેય છે અને જ્યારે તે ઘરે આવે છે ત્યારે તે પણ તેની સાથે જોડાય જાય છે તેઓ એવી કલ્પના કરે છે કે સફેદ પ્રકાશ તેમના શરીર માં પ્રવેશ કરી રહ્યો છે અને એવું વિચારે છે કે દરેક શ્વાસ સાથે તેમના શરીર નો પ્રત્યેક ભાગ ઉપચારીત થઈ રહ્યો છે .

* સારી ઊંઘ માટે સંગીત સૌથી ઉત્તમ છે 

દરરોજ રાત્રે બાળકીઓ માટે યુઝરત સંગીત લગાડે છે .જેનાથી તેમને શાંત થવામાં મદદ મળે છે .કરણવીર નું એવું માનવું છે કે ,અથવા એવું લાગે છે કે જ્યારે બાળકીઓ સંગીત સાંભળે છે ત્યારે તેઓ આરામથી સુઈ જાય છે .તીજે સિંધુ જ્યારે ગર્ભવતી હતી ત્યારે તે સંગીત ખુબજ સાંભળતી હતી કદાચ એટલે જ બાળકીઓ ને પણ સંગીત બહુજ વહાલું છે અને તે આજે પણ સંગીત ના તરંગો નો અનુભવ કરે છે .

* તમારા બાળકોનો બારીકાઈ થી અનુભવ કરવા માટે સોશિયલ મીડિયા (પ્રસારણ માધ્યમ ) નો ઉપયોગ કરો 

આ ઘણા માતાપિતા માટે બહુજ સારી ટીપ છે . તીજે સિંધુ એ @twinbabydairies નામનું એક એકાઉન્ટ શરૂ કર્યું છે અને દરરોજ તે તેમાં કંઈક ને કઈક પોસ્ટ કરતી રહે છે .જે તેમણે આજે શીખ્યું હોય અથવા જે તેમણે તેમની બાળકીઓ સાથે દિલચસ્પ વસ્તુ કરી હોય તેના વિશે પોસ્ટ કરે છે .જ્યારે કરણ તેમની ફેમિલી સાથે નથી હોતો ત્યારે તેને પોસ્ટ વાંચવાનું બહુજ ગમે છે અને તેને અચાનક તેમની બાળકીઓ ને મળવાનું મન થઇ જાય છે 

છે ને કમાલની વાત ? તમે પણ આ બધુ તમારા બાળકો સાથે કરી શકો છો .પ્રકૃતિ થી પ્રેમ કરવો અને કૃતજ્ઞતા વ્યક્ત કરવી ,અને નિદ્રા ને સંબંધિત સારી આદતો તમે શિશુ ને શરૂઆત થી જ પાડી શકો છો .

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon