Link copied!
Sign in / Sign up
0
Shares

ટૂંકી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન ઘણી જટિલતા અનુભવે છે : સાચું કે ખોટું?

તમે ગર્ભાવસ્થા દરમિયાન જે ખાઓ છો અને અને કરો છો તે તમારી ગર્ભાવસ્થાને પ્રભાવિત કરી શકે છે, અને કેટલીક વ્યક્તિગત લાક્ષણિક્તાઓ જેવી કે ઊંચાઈ અને વજન પણ તમને અસર કરશે એવું તમારું માનવું સાચું છે. બરાબર ને ? પણ વસ્તુ એ છે કે તમે તમારી ઊંચાઈ બદલી શકતા નથી જેવી રીતે તમે વજન કાબૂ માં રાખી શકો છો. તો તમારી ઊંચાઈ બાળકના જન્મને કઈ રીતે અસર કરશે ?

3000 મહિલાઓ સાથેના એક અભ્યાસમાં તારણ નિકળ્યું હતું કે ટૂંકી સ્ત્રીઓમાં અકાળે બાળકને જન્મ આપવાની શક્યતાઓ વધુ હોય છે. પણ માત્ર ઊંચાઈ આખી ગર્ભાવસ્થા અને પ્રશ્રુતિને અસર કરતી નથી, પોષણ અને જીવનશૈલી જેવી આદતો પણ ઘણી મોટી ભૂમિકા ભજવે છે. પહેલા “ ટૂંકા “ નો અર્થ શું થાય છે તે જાણવો જરૂરી બને છે. સાદી ભાષામાં, ૫ ફૂટથી નાની સ્ત્રીઓને ટૂંકી ગણવામાં આવે છે. પણ ઇનો મતલબ એ નથી કે આ વર્ગમાં આવતી સ્ત્રીઓ નોર્મલ ડિલિવરી કરાવવા માટે અસમર્થ છે. તે માત્ર એટલું જ છે કે તેમને થોડી ગૂંચવણો થાય છે કે જેઓ તેની અપેક્ષા રાખી શકે છે અને તેમાની અમુક નીચે પ્રમાણેની હોય શકે છે :

૧. અકાળ જન્મ (પ્રીમેચ્યોર બેબી) 

૩૭ અઠવાડીયા પહેલા જન્મેલા બાળકને સામાન્ય રીતે અકાળ માનવમાં આવે છે અને તે બાળકમાં શ્વસન અને પાચન વિકૃતિઓ સાથે સંકળાયેલું હોય છે. અભ્યાસ કહે છે કે માતાની ઊંચાઈ દર્શાવે છે કે બાળક તેના ગર્ભાશયમાં કેટલો સમય રહેશે.

૨. ઓછું વજન ધરાવતુ બાળક

ટૂંકી મહિલાઓમાં ગર્ભાશય નાનું હોવાથી, બાળક પાસે વિકાસ કરવા માટે પૂરતી જગ્યા હોતી નથી અને તેનો મતલબ એ થાય છે કે બાળકનું વજન જન્મ સમયે ધારણા કરતાં ઓછું હોઈ શકે છે, અને તે બાળકની ઊંચાઈને પણ અસર કરે છે.

3. કેફેલોપેલ્વિક અસમાનતા

ટૂંકી સ્ત્રીઓને નાનો યોનિમાર્ગ હોય છે, જેનો અર્થ એ થાય છે કે જન્મ સમયે, બાળકનું માથું જન્મ નલિકા માથી પસાર થવા માટે ખૂબ મોટું હોઈ શકે છે. આ સ્થિતિને કેફેલોપેલ્વિક અસમાનતા કહેવામા આવે છે કેમ કે બાળક માતાની યોનિમાર્ગના પ્રમાણમાં હોતું નથી.

૪. પેશીઓને નુકસાન

જો બાળક જન્મ નલિકા કરતાં ખૂબ મોટું હોય તો પ્રશ્રુતિનો દુખાવો પણ લાંબા સમય સુધી ચાલે છે તેથી યોનિ અને ગુદામાર્ગ વચ્ચેના વિસ્તારમાં પેશીઓનું નુકસાન થવાની શક્યતા વધી જાય છે અને તે કદાચ રક્તસ્ત્રાવમાં પણ પરિણમી શકે છે. જો તમે ટૂંકા સ્ત્રી હોવ, તો તમારે ગર્ભાવસ્થા વિષે વધારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ઊંચાઈ એ ઘણા કારણો માનું માત્ર એક કારણ છે જે અસર કરી શકે છે. યોગ્ય પોષણ, કસરત અને કાળજી લેશો તો તમારી એક સરળ અને સુખી ગર્ભાવસ્થા હશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon