Link copied!
Sign in / Sign up
0
Shares

રણબીરની ફિલ્મ ‘સંજૂ’ નું ટ્રેલર જોઈને તેના પપ્પા ઋષિ કપૂર થયા હેરાન, કઈક આવું રિએક્શન આપ્યું😯

ઋષિ કપૂરે નીતુ સિંઘની સાથે મળીને ‘સંજુ’ નું ટ્રેલર જોયું.રાજકુમાર હીરાની અને વિધુ વિનોદ ચોપરા એ હમણાં જ રણબીર કપૂરની આવવાવાળી ફિલ્મ ‘સંજુ’ નું ટ્રેલર તેમના પિતા ઋષિ કપૂર અને માતા નીતુ સિંઘને બતાવ્યુ. ફિલ્મનું ટીઝર જોઈને ઋષિના રિએક્શન કઈક એવા જ હતા જેવા તેમના ચાહકોના હતા જ્યારે તેમણે ‘સંજુ’નું ટીઝર જોયું.

સોશિયલ મીડિયા પર આવેલાં એક વિડીયોમાં જોવા મળ્યું કે ઋષિ અને નીતુ મળીને રણબિરનું આ ટ્રેલર જોઈ રહ્યા હતા, એના પછી ઋષિ હેરાન રહી જાય છે અને સાથે જ ભાવુક થવાનો પણ અહેસાસ કરે છે, વિડીયોમાં ઋષિ કહે છે કે, “ જેવી રીતે રણબિરને બતાવવામાં આવ્યો છે તે એક સૌથી ઉમદા વસ્તુ છે, તેમણે (રણબીર) લાજવાબ કામ કર્યું છે, હું તેમના પર ગર્વનો અહેસાસ કરું છું, હું કસમ ખાઈ ને કહું છું કે મને એવું લાગ્યું કે સંજય દત્ત આવી રહ્યા છે.

રણબીર જો તમે સાંભળી રહ્યા હોવ તો હું તમને જણાવી નથી શકતો કે હું આ સમયે કેટલો ભાવુક થઈ ગયો છું. જે રીતે તે જેલની બહાર નીકળીને આવે છે મને લાગ્યું કે તે સંજય દત્ત જ છે.”

તેના પછી ઋષિએ મજાક કરતાં કહ્યું કે,”હા ઠીક છે પોતાના બેટાને આટલા માથા પર નહીં બેસાડવો જોઈએ. હજુ તમારે વધારે સુધરવાની જરૂર છે.” તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘સંજુ’માં રણબીર સંજય દત્તની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મમાં મનીષા કોઈરાલા, દિયા મિર્ઝા, પરેશ રાવળ અને સોનમ કપૂરે પણ કામ કર્યું છે, આ ફિલ્મ 29 જૂન, 2018 એ રીલીઝ થવા જઈ રહી છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon