Link copied!
Sign in / Sign up
2
Shares

ટોયલેટ રોલ થી શરૂ થઇ ને દિવસ ના ૧૦ ચોક ખાવા-આ હતો આ ગર્ભવતી મહિલા નો ખોરાક😱

પોતાની છોકરી નો રૂમ સાફ કરતી વખતે ,ગર્ભવતી રેબેકા અડીમોરા એ જમીન ઉપર પડેલુ ચોક નુ પડીકુ ઉપાડ્યું,હસ્ત કામ કરવામાટે નહી પરંતુ એને પોતાનો નાસ્તો બનાવવા માટે !

૨૫ વર્ષ ની રેબેકાને પોતાની બીજી વાર ની ગર્ભાવસ્થા ના સમયે ચોક ખાવાની આદત પડી ગઇ હતી .અને આખા અઠવાડિયામાં લગભગ ૧૦ ચોક ખાઇ જતી હતી .આવી અજીબ આદત (જેને પિકા સિન્ડ્રોમ કહેવાય છે.)હોવા છતાં રેબેકા એ એક તંદુરસ્ત બાળક રુબેન ને જન્મ આપ્યો .

રેબેકા, જેની ૭ વર્ષ ની એક છોકરી છે ,એનુ કહેવુ છે કે ,"ઘણી ગર્ભવતી મહિલાઓ ની જેમ તેને પણ કોઈ આદત પડવાની આશંકા હતી .જ્યારે તે પહેલી વાર ગર્ભવતી હતી ત્યારે તે ટોયલેટ રોલ ખાતી હતી પરંતુ એને ક્યારેય એવો અંદાજો નહોતો કે પોતાની બીજી વાર ની ગર્ભાવસ્થા મા પોતે ચોક ખાવાનું શરૂ કરી દેશે .આ સાંભળીને તમને લાગશે કે એ પાગલ છે .પણ એની ચોક ખાવાની આદત એટલી વધુ પ્રમાણમાં હતી કે એ પોતાને ચોક ખાવાથી રોકી નહોતી શકતી .ગર્ભાવસ્થા ના ૧૬ માં અઠવાડિયા પછી જ્યારે એને સવાર ની બીમારી ઓછી થઇ ગઇ તો તેને તેની છોકરી ના ચોક ખાવાની અજીબ ઈચ્છા થઈ ,પહેલી વાર મા એણે ચોક ને ચાટવાનું શરૂ કર્યુ ત્યારબાદ તેને ચોક નો સ્વાદ એટલો પસંદ આવ્યો કે એ કંઈ સમજે એની પહેલા એ પુરો ચોક ખાઈ ચુકી હતી .તે પોતાની છોકરી ના ચોક પુરા કરવા નહોતી માંગતી એટલે તેણે ઓનલાઈન બીજા ચોક ના ડબ્બા ખરીદ્યા અને ત્યારબાદ દરરોજ ૨ ચોક ખાવાનું શરૂ કરી દીધું ."

જેમ જેમ રેબેકા ની આદત વધતી ગઇ, ત્યારબાદ તેણે યુ ટ્યૂબ ઉપર લોકોના ચોક ખાવાના વીડિયો જોવાના શરૂ કર્યા અને વીડિયો જોયા પછી તેણે દિવસ ના ૨ ચોક થી વધારીને ૮ થી ૧૦ ખાવાના શરૂ કરી દીધા .રેબેકા એ આ આદત છોડવા ની બહુજ કોશિશ કરી પરંતુ એની આદત એટલી વધી ગઈ હતી કે એ તેને છોડવામાં નિષ્ફળ રહી .

એનુ કહેવુ છે કે , જો એ થોડા કલાક ચોક ખાવાનુ બંધ કરી દેતી તો એને બહુજ અજીબ લાગતુ અને બહુજ ગુસ્સો આવતો હતો .ચોક ખાવાથી એને ખુશી મળતી હતી .ચોક ખાવાથી એને લાગતુ હતુ કે તે પીનટ (શીંગ નું) બટર ખાઇ રહી છે .ચોક ખાવાથી એના મોઢા ની ભીનાશ સુકાઇ જતી હતી એટલે એને ચોક ખાવાનુ બહુજ પસંદ હતુ .શરૂઆતમાં તેણે તેની આ આદત તેના સાથી ડેનિ થી છુપાવી હતી પરંતુ એક મહિના પછી જણાવી દીધુ ડેની ને તેની આ આદત બહુજ અજીબ લાગી ,એને લાગ્યુ કે રેબેકા પાગલ થઈ ગઈ છે .રેબેકા ને તેના બાળક ના સ્વાસ્થય ની ખુબજ ચિંતા થતી હતી .અને એટલે એ ક્યારેક ચોક ને ચાવી ને ફેકી દેતી હતી કારણકે તેને ચોક ચાવવાનું પસંદ હતુ અને એટલુંજ એના માટે મહત્વનુ હતુ ! જ્યારે તેણે તેની આ આદત તેના દોસ્તો ને જણાવી ત્યારે તેમને લાગ્યુ કે રેબેકા ને પિકા છે એક એવી બીમારી જે શરીર માં મિનરલ ઓછુ હોવાના કારણે થાય છે .

રેબેકા નુ કહેવુ છે કે "ગર્ભાવસ્થા ના ૩૨ અઠવાડિયા પછી તેણે તેની આ આદત ડોક્ટર ને જણાવી તો ડોક્ટરે તેને લોહીના રિપોર્ટ કરાવવા નુ કીધુ અને રિપોર્ટ થી જાણવા મળ્યું કે એના શરીર મા આયર્ન ની અછત હતી એટલે ડોક્ટરે તેને થોડીક દવાઓ ખાવા માટે આપી .પરંતુ એ પણ તેની આદત છોડાવવા મા સફળ તો નો જ થયા .તેણે તેની બાબત વિશે તેની બહેનને વાત કરી ત્યારે તેની બહેને કહ્યું કે તે જયારે ગર્ભવતી હતી ત્યારે તે સ્પનચ ખાતી હતી , આ એકદમ અજીબ હતુ ! તેમને થયુ કે આવી આદત એમના પરિવાર મા ચાલતી આવી છે .

રેબેકા એ કહ્યુ કે ,રુબેનને જન્મ આપવાના ૧ મહિના પછી જયારે તેણે ચોક મોઢામાં નાખ્યો ત્યારે તેનો સ્વાદ તેને બહુજ ગંદો લાગ્યો અને તેને ઉલ્ટીઓ થવા લાગી ,તેને એવુ લાગ્યુ કે તે સિમેન્ટ ખાઇ રહી છે .પરંતુ કંઈપણ હોય આજે તે બહુજ ખુશ છે . તેની આવી આદત હોવાછતાં તેણે એક સ્વસ્થ બાળક ને જન્મ આપ્યો .'

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon