Link copied!
Sign in / Sign up
7
Shares

ટોડલર ડેવલોપમેંટ: બાળકને વ્યસ્ત રાખવાની ૯ રીતો!

બાળકો ખુબ હાયપર હોય છે અને તે ખુબ અઘરુ હોય છે તેમને દરેક સમય વ્યસ્ત રાખવુ. એવુ લાગી શકે છે કે તેમને તમારુ ધ્યાન સતત જોઈએ છે. પરંતુ તમે તેને બદલી શકો છો. તમે તેમનું ધ્યાન બીજે રાખી શકો છો. 

૧.રંગ પુરણી

એક સમય પછી, આ થોડુ કંટાળાજનક થઈ જાય છે. તમે થોડુ ટ્વિસ્ટ કરી શકો છો એક લાંબુ રોલ લીવીંગ રુમ માં મુકી ને બાળકને પોતાની મેળે દોરવા આપો.

૨.પ્લે ડો

આ ખુબ જ સરળ અને મસ્તી વાળુ છે ઘરે પ્લે ડો બનાવાનું જે ખાવાલાયક છે. તમે બધુ એક વાટકા માં ભેગુ કરી દો અને તમારા બાળકને જાતે પોતાનો આટો બનાવા દો અને કલાકો સુધી રમવા દો. ખાલી પાણી, ફુડ કલર, લોટ, કોર્ન-સ્ટાર્ચ,મીઠુ અને ૨ થી ૪ ટેબલસ્પુન તેલ નાખો અને એક સાથે ભેગુ કરો.

૩.ઓબસ્ટેક્લ કોર્સ ઉભુ કરો

તમે હોમ ઓબસ્ટેકલ કોર્સ ઉભો કરી શકો છો જે શ્રેષ્ઠ રીત છે બાળકને વ્યસ્ત રાખવાની અને ટોડલર્સ પાસે ખુબ શક્તિ હોય છે કે તેમને ખુબ ગમે છે. તેમને બનાવામાં મદદ પણ કરવા દો. ખુબ જગ્યા હોય એવી રીતે જગ્યા પસંદ કરો.

૪. રસોઈ

તમારા બાળકને તમે જે પણ બનાવતા હોવ તેમા શામેલ કરો અથવા તેને લાગે કે તે કશુક કરી રહ્યો છે તેને વાટકા માં થોડી વસ્તુ આપો અને તેને ભેગુ કરવા કહો. તમારે કદાચ થોડી વસ્તુઓ વચ્ચે નાખવી પડશે તેથી તેમને લાગે કે તે કશુક મહત્વ નું કરી રહી છે.

૫.તંબુ બનાવો

તમે તંબુ લાવી શકો છો અથવા તમે ઘરે બનાવી શકો છો ફર્નીચર નો ઉપયોગ કરી ને. અથવા ખાલી એક ઓછાડ કપડાઓ પર નાખો અને બાજુઓ ને કશા મજબુત વસ્તુ વડે ઉભી રાખો. એ તમારા બાળક ને આકર્ષીત કરશે અને તેને વ્યસ્ત કરશે.

૬.ફોટો શુટ

બાળકો ને ટેકનોલોજી ખુબ ગમે છે આજકાલ તેથી તમે તેને ફોટો સ્કેવેંજર હંટ માં મોકલો ઘર માં.

૭.બલુન ટેનીસ

આ સરળ અને મજા આવે તેવી પ્રવૃતિ છે.ખાલી ફુગ્ગો ફુલાવો અને તમારા બાળકને તેની સાથે રમવા દો, તે પોતાની જાતે પણ રમી શકે છે. ખાલી તેમને ટેબલ ટેનીસ બેટ જેવુ આપી દો અને તે ઘરની અંદર રમી શકાય છે, ફર્નીચરનું નુકસાન પણ નથી થતુ.

૮.ચિત્રકામ કરવુ બધે

અમુક બાળકો ને ચિત્રકામ ખુબ જ ગમે છે. વસ્તુઓ ને રસપ્રદ રાખવા માટે તમે બાળકને બાથ ટબ માં અથવા બારી માં રંગ કરી શકે તેવા કલર બનાવી શકો છો. અને સાફ કરવાનું એટલુ મુશ્કેલ પણ નહીં રહે. ખાલી તમને લોટ,મીઠુ,પાણી અને ફુડ કલર જોઈશે.

૯.સાથે વાંચો

વાંચવાની પણ મજા છે અને તે સારી આદત છે વ્હેલી ઉંમર થી શીખવાડવાનું. બાળકો ને ખબર પણ નહીં હોય તેમને બુક્સ કેટલી ગમશે. તમે પોતાની બુક શાંતી થી વાંચી શકો છો જ્યારે તમારુ બાળક તેની ચોપડી વાંચશે. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon