Link copied!
Sign in / Sign up
0
Shares

શું તમને ખબર છે કે વૈક્સિંગ કરાવતી વખતે આવું કરવાથી તમારે વધારે પીડા નો સામનો નહીં કરવો પડે?🤗

કેટલીક સ્ત્રીઓ જ્યારે કોઈ તહેવાર અથવા કોઈ પણ કારણ વગર પાર્લર જાય છે ત્યારે તેમને વૈક્સિંગ થી થતી પીડાનો સામનો કરવો પડતો હોય છે. કેટલીક સ્ત્રીઓ તો એટલી હિમ્મતવાળી હોય છે કે પોતાનું વૈક્સિંગ ઘર બેઠા પોતાની જાતે જ કરે છે.

આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે વાળ આવવાં એ કુદરતનો નિયમ છે. અમે તમારે થોડી એવી ટિપ્સ આપીશું જેનાથી વૈક્સિંગ કરાવતી વખતે તમને પીડાનો સામનો નહીં કરવો પડે:

પીરીયડ્સના સમયે વૈક્સિંગ ના કરાવો:

પીરીયડ્સમાં એમ પણ તમને તકલીફ થતી હોય છે અને એવાં સમયે વૈક્સિંગથી થતી પીડા તમારા માટે યોગ્ય નથી. પીરીયડ્સના સમયે તમારા શરીરમાં ઇસ્ટ્રોજનની માત્રા વધી જાય છે જેના લીધે નાની પીડાનો પણ અનુભવ થાય છે. એટલા માટે એ વધું સારું રહેશે કે તમે પીરીયડ્સના સમયે વૈક્સિંગની પીડાને સહન કરવા કરતા સારું છે કે તમે વૈક્સિંગ પછી થી કરાવો.

મોઈશ્ચરાઈઝ અને એક્સફોલિએટ કરો:

એવું માનવામાં આવે છે કે વૈક્સિંગ પહેલાં એક્સફોલિએટ કરવાથી તમને વધુ દુખાવો નથી થતો. પરંતુ આ વાત ધ્યાનમાં રાખો કે વૈક્સિંગ કરવાના થોડી વાર પહેલા એક્સફોલિએટ ન કરો પરંતુ એક દિવસ અગાઉથી કરીને વૈક્સિંગ માટે તૈયાર રહો. જો તમારી ચામડી રફ હોય જેમાં વૈક્સિંગ પછી બળતરા થાય, તો વૈક્સિંગની પ્રક્રિયા પછી સ્નાન કરતા પહેલાં ત્વચાને મોઈશ્ચરાઈઝ કરો, વૈક્સિંગના થોડા કલાક પહેલાં પોતાને મોઈશ્ચરાઈઝ કરો.

ગીત સાંભળો:

વૈક્સિંગ કરાવતી વખતે જો તમે પોતાની જાતને બીજી વસ્તુમાં વ્યસ્ત રાખશો તો તમને દુઃખાવો ઓછો થશે જેથી તમે જ્યારે બીજી વાર વૈક્સિંગ કરાવા જાઓ ત્યારે પોતાના હેડફોન જરૂરથી લેતા જજો જેનાથી તમને દુઃખાવા નો એહસાસ ઓછો થશે.

દુઃખાવા થી બચવા માટે કેટલીક ટિપ્સ અપનાવો:

જો દુઃખાવો તમારી સહનશીલતાની બહાર હોય તો તમારી ત્વચાને ડેડ કરવા માટે ક્રીમ લગાવાનો પ્રયાસ કરો. વૈક્સિંગ કરાવાની 30 મિનિટ પહેલાં એ ક્રીમ લગાવો અને તમારી પીડાને ઘટાડો.

વારંવાર વૈક્સિંગ કરાવતા રહો:

વારંવાર વૈક્સિંગ કરવાથી વાળ નબળા થાય છે જેના લીધે વૈક્સિંગ કરાવતી વખતે દુઃખાવો ઓછો થાય છે અને આના લીધે તમારી પીડા સહન કરવાની ક્ષમતા પણ મજબૂત થાય છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon