Link copied!
Sign in / Sign up
0
Shares

થોડો ખાટો થોડો મીઠો: ખુબજ પ્રેમાળ છે આ બોલિવૂડ ની સાસુ વહુઓ નો સંબંધ🤗🤗

પહેલા થી જ સાસુ વહુઓ ના સંબંધ ને ગૂંચવાયેલો માનવામાં આવે છે ,બિલકુલ એવોજ જેવો ટીવી ની ધારાવાહિક માં અને ફિલ્મો માં દેખાડવામાં આવે છે . પરંતુ સાચી વાત તો એ છે કે હકીકત મા આ સંબંધ એકદમ અલગ જ હોય છે . આવો અમે તમને તમારા પસંદગી ની અભનેત્રીઓ નો તેમની સાસુ સાથે કેવો મેળ છે તે જણાવીએ .ફિલ્મો માં આપણી પસંદગી ની અભિનેત્રી ની સાસુ એકદમ કડક હોય છે. પરંતુ વાસ્તવમાં કંઈક અલગ જ વાત હોય છે .તેઓ તેમની સાસુ ની પ્યારી વહુઓ છે અને દરેક પ્રસંગ માં તેઓ એકબીજા ની સાથે જોવા મળે છે .

(૧) ઐશ્વર્યા રાય અને જયા બચ્ચન

 

બોલીવૂડના સૌ પ્રથમ પરિવાર ની મહિલાઓનો મેળ એકબીજા સાથે જોવા જેવો છે .તમે હમેશા આ બંને ને એકબીજા સાથે હસતા રમતા જોયા હશે જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય હમેશા એકબીજા સાથે જોવા મળે છે .અને આજ કારણે તેઓ એકબીજા ના કામ ને સમજવા ની ક્ષમતા ધરાવે છે .અને વાત એટલે સુધી છે કે ,તેઓ એકબીજા ની સાડી પહેરેલી પણ જોવા મળે છે જેવુ દરેક સામાન્ય સાસુવહુ કરતી હોય છે તેમ .

(૨) કરીના કપૂર અને શર્મિલા ટાગોર

 

સાસુવહુ ની આ ખુબસુરત જોડી શર્મિલા ટાગોર અને કરીના કપૂર ને તો આ લિસ્ટ (નામાવલી) માં આવવાનું જ હતુ. આ બંને બોલિવૂડ ની હિંમતવાન અભિનેત્રી ઓ છે .જેમણે મોટા પડદા ઉપર બિકીની પહેરવાની હિંમત દર્શાવી હતી .જ્યારે આ બંને મહિલાઓ ને એકબીજા સાથે બહાર નીકળતા જોઈએ તો મોઢા માંથી એક જ શબ્દ નીકળે - નવાબી .

(૩) રાની મુખર્જી અને પમેલા ચોપડા

 

આદિત્ય ચોપડા સાથે લગ્ન પહેલા જ પમેલા ચોપડા અને રાની મુખરજી ને એકબીજા સાથે બહુજ બનતુ હતુ .બેશક રાની યશચોપડાની દરેક ફિલ્મો ની પહેલી પસંદ બનતી હતી અને સાથે જ તે યશ ચોપડા ની પત્ની પમેલા ચોપડા સાથે સારો મનમેળ ધરાવતી હતી એટલુ જ નહિ શુટિંગ દરમિયાન પણ રાની હમેશા પમેલા ચોપડા સાથે ટિફિન વહેંચતી હતી અને એટલું જ પર્યાપ્ત હતું તે બંને ના દિલો ને મેળવવા માટે .

(૪) સોનાલી બેન્દ્રે અને મધુ બહેલ

 

સોનાલી બેન્દ્રે પણ બોલિવૂડ ની ખુબસુરત અભિનેત્રી ઓ માની એક છે એમાં કોઇ શક નથી .જ્યારે તેણે ડાયરેકટ - પ્રોડ્યૂસર ગોલડી બહેલ સાથે લગ્ન કર્યાં ત્યારે ઘણા લોકો ના દિલ તૂટી ગયા હતા .એક પ્રાઇવેટ વ્યક્તિ હોવાથી ,સોનાલીએ હમેશા તેના પરિવાર ને મહત્વ આપ્યું છે .અને તેની આ જ વાતે તેને તેના સાસુ ની નજીક લાવી દીધી છે .ગોલડી ની દરેક મુસીબતો માં તે બંને એ ગોલડી ને સાથે સાથ આપ્યો છે .

(૫) કાજોલ અને વીણા દેવગન

કાજોલ અને વીણા દેવગન નો મનમેળ જોઈ ને કોઈને પણ સાસુવહુ ની ઈર્ષ્યા થાય .વીણા દેવગન સમજે છે કે તેમનો છોકરો અને વહુ બંને કામ પ્રત્યે એકદમ સમર્પિત છે .એટલે જયારે કાજોલ તેના કામ માં વ્યસ્ત હોય ત્યારે વીણા તેમના ઘર અને બાળકોનું ધ્યાન રાખે છે .તે બંને હમેશા એકબીજા માટે ઉભા રહે છે .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon