Link copied!
Sign in / Sign up
15
Shares

થોડી એવી વસ્તુઓ જે બાળકો ગર્ભ માં જ શીખી લેતા હોય છે🤗🤗

શું તમે તમારા ગર્ભમાં રહેલા બાળક સાથે હૃદયની વાત કરો છો અથવા તમારા પતિ તમારા બાળકને સલાહ આપતા રહે છે? આ દ્રશ્ય ખુબ જ સામાન્ય છે કારણકે દરેક માબાપ ને પોતાના આવતા બાળક સાથે ઘણી બધી વાતો કરવી હોય છે - ભલે બાળક તેને સમજે અથવા ના સમજે, બરાબર ને? પરંતુ અમે તમને કેહવા માંગીયે છે કે તમારું બાળક તમારી ઘણી બધી વાતો સાંભળે છે એને સમજે છે અને આ વૈજ્ઞાનિક રૂપે સાબિત થયેલું છે કે બાળકો ગર્ભમાં જ ઘણી વસ્તુ શીખવા અને એના ઉપર અમલ કરવાનું શરુ કરી દે છે અને આ બધું ખાલી બહારના અવાજો સાંભળીને.

અમે નીચે જણાવ્યું છે કે બાળકો ગર્ભમાં શું શીખવાનું શરુ કરી દે છે:

૧. હસવું

આ એક માણસની સૌથી સુંદર ઓળખાણ છે- એની સ્માઈલ જે બાળકો ગર્ભમાં જ શીખી લે છે. વધતી ટેકનોલોજી સાથે ડૉક્ટર સાફ રીતે જોઈ શકે છે કે બાળક એની માતાના ગર્ભમાં હસતો રહે છે.

૨. રડવું

હવે જ્યાં સુખ હશે ત્યાં દુઃખ પણ હશે અને જ્યાં હસવાનું હોય ત્યાં રડવાનું પણ હોય જ છે. જયારે બાળકનો જન્મ થતા જ રડે છે એનાથી એના માં-બાપને ખુશી મળે છે કારણકે બાળકનું રડવું એનો સ્વસ્થ હોવાનો સંકેત છે અને જીવનમાં પેહલી અને છેલ્લી વાર બાળકને રડતા જોઈ માં-બાપને ખુશી મળે છે. પરંતુ બાળકનું ગર્ભથી બહાર નીકળતા જ રડવું એ વાતને જણાવે છે કે બાળક ગર્ભમાં જ રડવાનું શરુ કરી દે છે - અને રિસર્ચએ આ વાત સાબિત કરી છે.

૩. શ્વાસ લેવાનો પ્રયાસ કરવો

કોઈ પણ વ્યક્તિ શ્વાસ લીધા વગર જીવી નથી શકતું. આ એક ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે જે કુદરતી છે અને જેના પર કોઈનો કંટ્રોલ નથી. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે બાળકો જન્મ લેતા જ કેવી રીતે શ્વાસ લેવાનું શરુ કરી દે છે જોકે કોઈએ તેમને શીખવાડયું પણ નથી? એક રિસર્ચએ આ વાતને સાબિત કરી છે કે બાળકો શ્વાસ લેવાની કોશિશ ગર્ભ માંથી શરુ કરી દે છે. જોકે માતાના શ્વાસ લેવાથી તેમને ઓક્સીજન મળે છે પરંતુ આ જોવામાં આવ્યું છે કે બાળકના ગર્ભમાં ૯ અઠવાડિયા થયા પછી શ્વાસ લેવાનો પ્રયાસ શરુ કરી દે છે.

૪. વસ્તુને ચાખવું

બીજી મજેદાર વાત એ છે કે બાળકો ગર્ભના ૧૩ અઠવાડિયા પછી ખાવાની વસ્તુઓનો સ્વાદ લેવાનું શરુ કરી દે છે, અને તેઓ અલગ અલગ પ્રકારના ખાવામાં ભેદભાવ પણ કરી શકે છે અને તેમની પસંદ નાપસંદ પેહલેથી જ નક્કી કરી શકે છે. કદાચ આના જ કારણે તમારે એવી વસ્તુઓ ખાવાનું મન થાય છે જે તમને પણ નથી ભાવતી પણ તમારા બાળકને ભાવતું હોય છે.

૫. સ્વપ્ન જોવા 

શું બાળક ગર્ભમાં ખરેખર ઊંઘે છે? શું તે સાચે ઊંઘતી વખતે સ્વપ્ન દેખે છે? આ બધા સવાલ ઘણીવાર આપણા મનમાં આવતા હોય છે અને આ વાતને સાબિત કર્યું છે આજની ટેકનોલોજી એ. ગર્ભવતી સ્ત્રીના ગર્ભની ચારે બાજુ સેન્સર(REM) લગાવી જોવા મડ્યું છે કે બાળકો સાચે ગર્ભમાં ઊંઘે છે અને સ્વપ્ન પણ દેખે છે.

૬. દરેક જાતના ટચને મેહસૂસ કરવું

શું તમે ક્યારે એવું મેહસૂસ કર્યું છે કે જયારે તમે તમારા પેટને ટચ કરો છો ત્યારે પેટમાં કઈ હલચલ થવા લાગે છે અને તે સ્પષ્ટ સમજાયે છે કે તમારું બાળક તમારા ટચનો જવાબ આપે છે? કદાચ તમારો વિચાર સાચો છે! રિસર્ચ થી ખબર પડી છે કે ગર્ભવસ્થાના ૮ અઠવાડિયા પછી સાચે બાળક તમારા કોઈ પણ ટચનો જવાબ હાથ-પગ હલાવી આપે છે, એટલે યાદ રાખો કે જેટલી વાર તમે તમારા પેટને ટચ કારસો એટલી વાર તમારું બાળક તમારા ટચને મેહસૂસ કરી શકશે.

૭. સારી વાતો સાંભળવી

હા, આ વાત સાચી છે. વૈજ્ઞાનિકો એ આ સાબિત કર્યું છે કે તમારું બાળક તમારી બધી વાતો સાંભળી શકે છે અને સમજી શકે છે, સારી વાતોથી અમારો મતલબ હતો કે - બધી! પણ જયારે એ મોટા થાય છે ત્યારે એમને કઈ યાદ નથી રહેતું, પણ જો એ વાત તમે ફરીથી બોલો તો કદાચ એમને યાદ આવી શકે છે. બાળકો ગર્ભમાં હોવાના ૨૦ અઠવાડિયા પછી જ તમારો અવાજ સાંભળવાનું અને સમજવાનું શરુ કરે છે અને ૨૭ અઠવાડિયા પછી તમારો અવાજ સાંભળી હલનચલન કરવાનું શરુ કરે છે.

૮. માતાની નજીક આવાનું

દુનિયાનો સૌથી અદભુત અને નજીકનું સંબંધ માતા અને તેના ગર્ભમાં રહેલા બાળકની વચ્ચે હોય છે. માતા અને તેના બાળક વચ્ચે શારીરિક કનેક્શન ની સાથે ઇમોશનલ કનેક્શન પણ હોય છે. એવા બધા એહસાસ જે માતા ને થાય છે તેની સીધી અસર બાળક પર પણ થાય છે, ભલે પછી એ ખુશી, થાક, હસવું, ગુસ્સો કે રડવું કઈ પણ હોય. આ બોન્ડ એટલો મજબૂત હોય છે કે બાળકનો મૂડ માતાના મૂડ અનુસાર બદલાય છે.

એક માતા અને તેના બાળક વચ્ચેના સંબંધને સમજો અને આને શેયર કરી બીજી માતાઓને સમજવાનો મોકો આપો.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon