Link copied!
Sign in / Sign up
0
Shares

સ્તનો ઢીલા પડવાનું કારણ સ્તનપાન છે?🤔

 સ્તનપાન ને જ હમેશા સ્તનો ઢીલા પડવાનું એક માત્ર કારણ માનવામાં આવે છે .પરંતુ વાસ્તવમાં ફક્ત સ્તનપાન જ કારણ નથી, સ્તનો ઢીલા પડવાના કેટલાક પ્રાકૃતિક અને બીજા કારણો પણ હોય છે .

આવો જાણીએ સ્તનો ઢીલા પડવાના કારણો.

(૧) તમે કેટલી વાર ગર્ભ ધારણ કર્યો છે .

તમે જેટલી વાર માતા બનો છો એટલી વાર સ્તનો ઉપર ખેંચાણ થાય છે અને સ્તનો ઢીલા પડે છે .

(૨) ગર્ભાવસ્થા પહેલા સ્તનો નો આકાર.

નાના અને નીચે થી ગોળ સ્તનો મોટા સ્તનો ની અપેક્ષા એ તેમનો આકાર સારો બનાવી રાખે છે કારણકે તેમાં બહુ ખેંચાણ નથી થતું અને એ ઢીલા નથી પડતા .

(૩) તમે કેટલો વજન વધારો છો.

આ સૌથી મહત્વપૂર્ણ કારણ છે કે તમે ગર્ભાવસ્થા દરમિયાન કેટલો વજન વધારો છો .નવી નવી માતા બનવા વાળી મહિલાઓ માટે વજન એ એક સમસ્યા ઉભી કરી શકે છે .જો ગર્ભાવસ્થા દરમિયાન તમારું વજન ખુબજ વધી જાય છે તો સ્તનો ઉપર ખૂબ ખેંચાણ આવે છે જેથી સ્તનો ઢીલા પડે છે .

(૪)ધુમ્રપાન .

તમે કદાચ પહેલી વાર સાંભળ્યું હશે ,પરંતુ આ સાચું છે ધુમ્રપાન કરવાથી ત્વચાની પ્રાકૃતિક ચમક ખોવાઇ જાય છે એટલે ધુમ્રપાન કરવા વાળી મહિલાઓને સ્તનો ઢીલા પડવાની સમસ્યા વધારે હોય છે .

(૫) અનુવાંશીક કારણ .

આ પણ એક સત્ય છે કે અનુવાંશીક (genes) પણ સ્તનો ના આકાર ને વિશેષ પ્રભાવિત કરે છે .

(૬) તમારી ઉંમર

ગર્ભ માં સ્તનપાન જેવા કારણો ને બાદ કરતા ઉમર વધવાના કારણે પણ સ્તનો ઢીલા પડે છે એ સ્વાભાવિક પ્રક્રિયા છે કારણકે આ ઉમર વધવાનો એક ભાગ છે .

સ્તનો ઢીલા પડવાના ઘણા કારણો હોય છે આપણે તેને નજરઅંદાજ કરવું જોઈએ નહિ એટલે અમે તમને જણાવીએ છે કેટલાક ખાસ ઉપાય જેથી તમે તે પ્રક્રિયા ને પાછી ઠેલી શકો છો .

(૧) સ્પોર્ટિવ બ્રા પહેરો 

સ્તનો ના લિંગામેન્ટ જેને કૂપર લિંગામેન્ટ કહેવાય છે .તે સ્તનો ને ઉભા અને જકડી ને રાખે છે. સમયજતા આ લિંગામેન્ટ ગુરુત્વાકર્ષણ ના કારણે નીચે ના તરફ ખેંચાવા લાગે છે અને તેના કારણે સ્તનો લચી પડે છે .આનાથી બચવા માટે તમે સ્પોર્ટિવ બ્રા નો પ્રયોગ કરી શકો છો .તમારી ગર્ભાવસ્થા દરમિયાન અને તેના પછી પણ તમે આ બ્રા પહેરી શકો છો .

(૨) વજન વધારે નો વધારો 

ગર્ભાવસ્થા દરમિયાન વધારે વજન વધવાથી સ્તનો ઉપર ખેંચાણ આવે છે એટલે નિયમિત વ્યાયામ ને તમારી દિનચર્યા નો ભાગ બનાવો .ભોજન માં એવા આહાર લ્યો જે તમારા વજન ને નિયંત્રિત રાખે .

(૩) સુરક્ષિત મોઇશ્ચરાઇઝર વાપરો 

સ્વસ્થ ત્વચા જરૂરી છે ખાસ કરી ને જ્યારે વાત સ્તનો ની આવે છે તો એવા ઉત્પાદકો નો ઉપયોગ કરો જે સ્તનપાન કરાવતી મહિલાઓ માટે સુરક્ષિત હોય .

(૪) ગર્ભાવસ્થા દરમિયાન વધેલા વજન ને ઉતારવા નો પ્રયત્ન કરો

જો તમે તમારો વજન ઉતારવા ની ઉતાવળ કરો છો તો તમારી ચામડી ઢીલી પડી જવા ની શકયતા વધી જાય છે .એટલે બની શકે એટલો ધીરેધીરે વજન ઉતારો .ધીરેધીરે વજન ઉતારવા થી સ્વાસ્થ્ય જળવાઈ રહે છે .

(૫) ધુમ્રપાન કરો નહિ .

ધૂમ્રપાન કરવાથી ત્વચા નું લચકપણું ઓછુ થઈ જાય છે .એવી લબડેલી ત્વચાને કોઈપણ મોઇશ્ચરાઇઝર સારું કરી શકતું નથી .

જો તમે તમારા સ્તનો ના આકાર ને લઈ ને ખુશ નથી તો એના માટે ( breast augmentation) અથવા (breast lift) જેવી બે પ્રકિયા દ્વારા તમે તમારા સ્તનો ના યોગ્ય આકાર મેળવી શકો છો .પરંતુ જો તમારી બીજા બાળક ની ઈચ્છા હોય તો તમારી સ્તનો ની સર્જરી સ્તનપાન ને પ્રભાવિત કરી શકે છે એટલે પ્રાકૃતિક રીતે જ સ્તનો ને યોગ્ય આકાર આપવાનો પ્રયત્ન કરો .

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon