Link copied!
Sign in / Sign up
0
Shares

ઠંડીમાં ચામડી સાથે ના કરો આવી ભૂલ.. પડી શકે છે ભારી

ઠંડી ની ઋતુ આવી ગઈ છે અને એની સાથે જ લઈ આવ્યું છે બધા માટે અલગ અલગ રીતે નવા બદલાવ. સૌથી પહેલા ઠંડી આવાની અસર થાય છે માણસ ની ચામડી પર. જેમ જ ઠંડી ચાલુ થાય છે એમ જ તમારી ચામડી કોરી અને નિર્જીવ થવાની ચાલુ થઈ જાય છે. એટલા માટે જ ઠંડી ના સમયે તમારી ચામડી નું ધ્યાન સૌથી વધારે રાખવું જોઈએ.

કોઈક લોકો એમની ચામડી સાથે ઠંડી માં કંઈક એવું કરી લે છે જે ચામડી માટે સારું નથી હોતુ. તમારે ચામડી નું ધ્યાન રાખવા એજ વસ્તુ નો ઉપયોગ કરો જે તમારી ચામડી માટે સારું હોય. આજે અમે તમને જણાવીસુ કે ઠંડી ના વાતાવરણ માં લોકો કઈ કઈ ભૂલો કરતા હોય છે. તમે પણ જાણો આ ભૂલો વિશે અને પોતાને આના થી દૂર રાખો...

વધારે સ્ક્રબ ના કરો

આમ તો ઠંડી માં ઠંડા પવન ના લીધે ચામડી ઘણી કોરી પડી જાય છે, એના લીધે જ આ મોસમ માં તમે વધારે સ્ક્રબ ના કરશો. કારણકે સ્ક્રબ કરવાથી તમારી ચામડી હજી વધારે કોરી પડી જશે. આનો ઉપયોગ તમે અઠવાડિયા માં એક વાર કરી શકો છો પણ ધ્યાન રાખજો કે તમે દરવખતે સૌમ્ય ક્લીનજર નો જ પસંદ કરો. અના સિવાય તમે જેલ ક્લીનજર ની જગ્યા પર મોઈશ્ચરાયસિંગ વાળું ફેસવોશ નો ઉપયોગ કરો.

લેયરિંગ ને ના અવગણો

તમને કઈ દઈએ કે ઠંડી ના વાતાવરણ માં બસ ખાલી તમારા શરીર ને જ નઈ પણ તમારી ચામડી ને પણ લેયરિંગ ની જરૂર પડતી હોય છે. તમે ક્રિમિ મોઇશ્ચરાઇઝર ની જગ્યા પર તમારી ચામડી માટે ગુલાબજળ અને ટોનર નો પ્રયોગ જરૂર થી કરી શકો છો. પ્રયત્ન કરો કે તમે આને દર વખતે પોતાની સાથે રાખો, જ્યારે પણ તમને લાગે કે તમારી ચામડી કોરી પડે છે તો આને લગાવી દો. આના સિવાય તમારે જ્યારે પણ બહાર જાઓ ત્યારે તમારી ચામડી ને ઢાંકી ને ચાલો.

સંસ્ક્રિન લગાવનું ના ભૂલો

સંસ્ક્રિન લગાવનું જેટલું ગરમી માં જરૂરી હોય છે એટલું જ જરૂરી ઠંડી માં પણ લગાવનું હોય છે. પણ ઘણા લોકો આને ઠંડી માં લગાવાનું અવગણી દે છે. જો તમે પણ ઠંડી ના વાતાવરણમાં સંસ્ક્રિન ને લગાવાનું અવગણો છો તો આવું સહેજ પણ ના કરતા.

બહુજ વધારે ગરમ પાણી થી નહાવું

આમ ઠંડી માં ગરમ પાણી થી નહાવું એ આરામદાયક લાગતું હોય છે પણ ઘણા લોકો ઠંડી માં ખૂબજ ગરમ પાણીથી નહાતા હોય છે. નક્કી આના થી તમને સારું તો લાગશે જ પણ વધારે પડતા ગરમ પાણીથી નહાવું ચામડી માટે સારું નથી હોતું. બઉ ગરમ પાણી થી નાહવા થી ચામડી ના મોઇશ્ચરાઇઝર ને નુકસાન થાય છે. એટલે તમે પ્રયાસ કરો કે તમે હુંફાળા પાણી થી જ સ્નાન કરો.

અમે એવી આશા રાખીએ છે કે આ બધી વાતો તમને અને તમારી ચામડી ને આ ઠંડી માં તંદુરસ્ત રાખવામાં બઉ મદદ કરશે. એટલા માટે જ તમે આ ટિપ્સ ને ખાલી અનુસરો ના પણ તમારા ખાસ લોકો ની સાથે પણ શેયર કરો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon