Link copied!
Sign in / Sign up
2
Shares

તે પીડાથી તડપતી રહી : અને એના નાનકડા જીવે જનમ લેતાજ દમ તોડી દીધો-વાંચો આ દર્દનાક ખબર.😢😢

એક મહિલા માટે સૌથી મોટી ખુશીની પળ એ હોય છે જ્યારે તેને ખબર પડે છે કે તે નાનકડા જીવ ને જનમ આપવાની છે .પરંતુ મધ્ય પ્રદેશ ની મહિલા સાથે હમણાં જ ખુબજ દર્દનાક બનાવ બન્યો.

હમણા થોડા સમય પહેલા , મદય પ્રદેશ માં બૈતુલ ની જિલ્લા હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા ના બાળક નું મૃત્યુ કેવીરીતે થયુ તે જાણી ને તમને આંચકો લાગશે .બન્યું એવુ હતુ કે જ્યારે મહિલા ને પ્રસુતિ માટે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે ત્યાં ના કર્મચારીઓ એ તેને સ્ટ્રેચર મા લઈ જવા ના બદલે ચલાવી ને જ લઇ જવા લાગ્યા .તે મહિલા દર્દ થી તડપી રહી હતી .પરંતુ હોસ્પિટલના કર્મચારીઓ તેને ચલાવી ને જ લઈ જતા હતા .અને તયારે ચાલતા ચાલતા જ મહિલા ની પ્રસુતી થઈ ગઇ અને બાળક જમીન ઉપર પડયું અને પડતા ની સાથે જ તે મૃત્યુ પામ્યુ.

તમને જણાવી દઈએ કે ,પીડા થી તડપતી મહિલા એ હોસ્પિટલ ના કર્મચારીઓ ને કીધુ હતુ કે તે આ સમયે અને આવી અવસ્થામાં ચાલી શકવા માટે સમર્થ નથી .પરંતુ તે છતાં પણ કર્મચારીઓ તેને વહીલચેર ની સુવિધા કરી આપી નહી .આ બાબત માટે બૈતુલ જિલ્લા હોસ્પિટલ ના સિવિલ સર્જન ડૉ .એ .કે. બારંગા એ કીધુ કે ,ઘોડા ડોંગરી નિવાસી નીતુ વર્મા (૨૫) હોસ્પિટલમાં પ્રસુતિ માટે આવી હતી .પ્રસુતિ રૂમ સુધી ચાલી ને જતી વખતે તેને પ્રસુતિ થઈ ગઇ અને નવજાત શિશુ જમીન ઉપર પટકાતા તેનુ મૃત્યુ થવા થી આ બાબત સામે આવી.

ડોક્ટરે આગળ કહયુ ,કે પ્રસવ ની પીડા થતી હોવા છતા તે મહિલા ને સ્ટ્રેચર ની સુવિધા ન આપી અને તેને ચાલવા માટે મજબૂર કરવામાં આવી આ એક મોટી લાપરવાહી છે .આ બાબત ની પૂરી તપાસ કરવામાં આવશે .અને જે પણ કર્મચારીઓ ની લાપરવાહી સામે આવશે તેના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે .

તેમણે વધુ એ પણ જણાવ્યું કે ,શબ નું પોસ્ટમોર્ટમ કરાવ્યા તેમના પરિવાર ને સોંપી દેવામાં આવ્યુ .પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુ ના કારણ નો ખુલાસો થઈ શકશે .

જ્યારે પીડિત ના પતિ નું કહેવુ છે કે ,તે લોકો હોસ્પિટલ ના ગેટ ઉપર પહોંચ્યા ત્યારે તેમણે સ્વાસ્થ્યકર્મી ઓ ને કહ્યું કે મહિલા નીચે ઉતરવા ની સ્થિતિમાં નથી .એટલે તેમણે સ્ટ્રેચર ની માંગણી પણ કરી હતી. મહિલા ની સ્થિતિ જાણતા હવા છતાં તેમણે સ્ટ્રેચર ના આપ્યુ . કર્મચારીઓ એ કહ્યું કે પ્રસુતિ થવામાં હજી એક કલાક લાગશે એટલે ચાલી ને જ જાવ .મહિલા ના પતિ એ આરોપ લગાવ્યો છે કે જો તેની પત્ની ને એમ્બ્યુલન્સ માંથી જ સ્ટ્રેચરમાં લઈ જવામાં આવી હોત તો બાળક નીચે નો પડત અને તેનુ મૃત્યુ થાત નહી.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon