Link copied!
Sign in / Sign up
2
Shares

😱તમે નઈ જાણતા હોવ પીરીયડસ વિશે આં શોકિંગ ફેક્ટસ😱

પીરીયડસ બધી સ્ત્રીઓ ના જીવન નું એવું એક સત્ય છે જેને બદલી નથી શકાતું, આં સ્ત્રી ના શરીર માં થનારી એક ક્રિયા છે જેનો એક ચોક્કસ સમય હોય છે અને આમાં થોડી ઘણી પણ તકલીફ પડતી હોય તો એ સમજવું જોઈએ કે સ્ત્રી તંદુરસ્ત નથી. પીરીયડસ કોઈ બીમારી નથી અને પીરીયડસ ના હોય તો એ એક ચિંતા નું કારણ બની શકે છે. પીરીયડસ વિશે ઘણી બધી વાતો અને ધારણા હોય છે પણ આજે અમે તમને પીરીયડસ થી જોડાયેલી અમુક એવી વાતો જણાવશું જે તમને હેરાન કરી શકે છે.

૧. નાની ઉંમર માં જ શરૂ થઈ જાય છે પીરીયડસ

એક સમય હતો જ્યારે છોકરીઓ ના પીરીયડસ ૧૮-૧૯ વરસ માં શરૂ થતાં હતાં પણ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજકાલ છોકરીઓ ના પીરીયડસ ૧૧ થી ૧૨ વરસ ની ઉંમર ની વચ્ચે જ શરૂ થઈ જાય છે કારણકે આજકાલ ની લાઇફસ્ટાઇલ અને ખાણીપીણી ના લીધે હોર્મોન્સ માં ઝડપી બદલાવ શરૂ થઈ જાય છે અને જેના લીધે આવું થાય છે.

૨. શરૂઆત માં થઈ શકે છે અનિયમિત પીરીયડસ

પેહલી વખત પીરીયડસ શરૂ થવાના સમયે પીરીયડસ અનિયમિત થઈ શકે છે, ક્યારેક-ક્યારેક એવું બની શકે છે કે એક-બે મહિના માં એક વાર જ પીરીયડસ થાય પણ આગળ જતા જતા સમય ની સાથે આ બરાબર થઈ જશે અને નિયમિત થવા લાગશે. પણ જો અનિયમિત પીરીયડસ વારંવાર થાય તો ડૉક્ટર સાથે ચોક્કસ વાત કરો.

૩. અવાજ માં આવે છે ફરક

એવું કહેવામાં આવે છે પુરુષ સ્ત્રી નો અવાજ સાંભળીને સમજી જાય છે એમને પીરીયડસ થયા છે કારણકે પીરીયડસ વખતે સ્ત્રી ના અવાજ માં થોડો બદલાવ આવે છે અને સામાન્ય દિવસો ની સરખામણી માં આં સમયે સ્ત્રી નો અવાજ વધારે પડતો તીવ્ર થઈ જાય છે.

૪. ટેમપોન ના ઉપયોગ થી નથી થતી વર્જીનીટી બ્રેક

પીરીયડસ ના સમયે ઘણી સ્ત્રીઓ પેડ નો ઉપયોગ કરતી હોય છે ને ઘણી સ્ત્રીઓ ટેમપોન નો ઉપયોગ કરતી હોય છે. પણ ઘણી સ્ત્રીઓ ના મન માં એવો પ્રશ્ન હોય છે કે શું ટેમપોન ના ઉપયોગ થી વર્જીનીટી બ્રેક થઈ જતી હોય છે? તો આનો ઉત્તર છે ના... કારણકે ટેમપોન નો ઉપયોગ થી કૌમાર્ય તૂટતું નથી.

૫. પીરીયડસ થી પેહલા નો સમય થોડોક-થોડોક ગર્ભાવસ્થા જેવો જ હોય છે

કોઈક સ્ત્રીઓ માટે પીરીયડસ થી પેહલા નો સમય ગર્ભાવસ્થા જેવો જ હોય છે કારણકે જેમ ગર્ભાવસ્થા વખતે ક્રેમ્પસ, સંવેદનશીલ સ્તન અને સોજા જેવી તકલીફો થતી હોય છે એવી રીતે પીરીયડસ વખતે પણ થાય છે. આ પીરીયડસ થવાના ઘણા સામાન્ય લક્ષણો છે ને આના સિવાય ચીડિયાપણું, તણાવ જેવી તકલીફો પણ થઈ શકે છે.

પીરીયડસ દરેક સ્ત્રી ના જીવન નો હિસ્સો છે અને આના વિશે એક પુરુષ ને પણ જાણ હોવી જોઈએ કારણકે સમય આવી ગયો છે ખુલી ને વાત કરવાનો. એક સ્ત્રી પીરીયડસ ના સમયે ઘણી તકલીફો માંથી પસાર થતી હોય છે અને આવા સમયે એમના સાથીદાર નાની નાની વસ્તુઓ વડે એમનું ધ્યાન રાખશે તો એમની તકલીફો વાળા દિવસો થોડા સરળ થઈ શકે છે.

#bleedsafe

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon