Link copied!
Sign in / Sign up
0
Shares

તમારું બેબી બમ્પ આગાહી કરી શકે છે કે તમારી ડિલિવરી સામાન્ય બનશે કે નહી!

કેટલાકનું માનવું છે કે તમે તમારા બાળકની જાતિને પેટના ગોળાકાર દેખાવ દ્વારા અનુમાન કરી શકો છો. દેખીતી રીતે, જો તમારુંપેટ એકદમ ગોળાકાર હોય તેનો મતલબ એવો થાય છે કે તમે એક બાળક તરીકે એક છોકરીને જન્મ આપશો અને જો તે સહેજ બીજો આકાર નિર્દેશ કરે, તો તેનો અર્થ એ કે તમે એક બાળક તરીકે છોકરા ને જન્મ આપશો. આ એક જૂની માન્યતા છે અને તેમાં કોઈ વૈજ્ઞાનિક સમજૂતી નથી. હાલમાં કોઇ એક જાતિને વધુ પ્રાધાન્ય આપતું નથી કારણ કે નર અને માદા બન્ને પ્રગતિશીલ સમાજમાં એકસમાન મહત્વ ધરાવે છે. વધુ મહત્વનું એ છે કે તમારું પેટ, આના સિવાય મહત્વની માહિતી આપે છે જેમ કે તમારી સગર્ભાવસ્થા સુરક્ષિત હશે કે નહીં! 

અહીં જણાવ્યું છે કે તે તમારા ગર્ભાવસ્થા વિશે શું કહે છે :

1. તમારા ડૉક્ટર બેબી બમ્પ(પેટ) ના વિકાસ થવાની શરૂઆત થાય ત્યારથી જ તેને માપવાનું શરૂ કરે છેતે "ફન્ડલની ઉંચાઈ" નામથી કંઈક માપશે. તે ગર્ભાશય અને પ્યુબિક અસ્થિ વચ્ચેના અંતરનું માપ છે.

2. સામાન્ય રીતે, જો તમારા પેટની ઊંચાઇ 30 સેન્ટીમીટરની છે તો તમે ગર્ભવતી થયા હોવાના 30 અઠવાડિયા પૂર્ણ થયા હોવા જોઈએ. આ રીતે ડોકટરો તમારી ચોક્કસ નિયત તારીખ નક્કી કરી શકે છે.

3. ફન્ડલ(પેટ)ની ઊંચાઇની મદદથી ડૉક્ટર તમારા સગર્ભાવસ્થા દરમિયાન થઈ શકતી જટિલતાઓને શોધી શકે છે. જો તમે 27 અઠવાડિયાથી ગર્ભવતી હો, તો તમારા પેટની ઊંચાઇ 25-29 સેન્ટિમીટરની વચ્ચે હોવી જોઈએ. જો નહિં, તો તમારી ડિલીવરી કદાચ જટિલ હશે.

જો ફન્ડલની ઊંચાઈ મોટી કે નાની હોય તો શું?

જો તમારી ફન્ડલ(પેટ)ની ઊંચાઈ હોય વધારે હોય, તો તમારા પેટના સ્નાયુઓ નબળા હશે અને તમે કદાચ સ્થૂળતાનો સામનો કરતા હશો. તે તમારા યોનિમાર્ગને સાંકડો કરે છે અને તમારા બાળકને બહારની તરફ ખેંચવા માટેની પ્રકિયા જટિલ બનાવે છે. જો તમારા પેટની ઊંચાઇ ઓછી હોય, તો તમારા પેટની માંસપેશીઓ મજબૂત હોય છે અને તે તમારા બાળકને સલામત રાખે છે. તેમજ તે તમારા પેટના વાસ્તવિક આકારને જાળવી રાખે છે.

પેટની ઉંચાઈ માપવી એ અલ્ટ્રાસાઉન્ડ મેળવવામાં કરતાં સેફ છે?

ફન્ડલની ઊંચાઈ માપન પદ્ધતિ એ 'પ્રાચીન પદ્ધતિ' છે. અત્યારે ટેકનોલોજીકલી એડવાન્સ્ડ વર્લ્ડમાં અલ્ટ્રાસાઉન્ડ એક વધુ સારો વિકલ્પ છે. અલ્ટ્રાસાઉન્ડની મદદથી, તમે બાળકનું માથું, જાંઘ અસ્થિ અને પેટનું ચોક્કસ કદ મેળવી શકો છો. અને પછી તેને અન્ય બાળકના કદ અને સમય સાથે સરખાવવામાં આવે છે અને ત્યારબાદ ડિલિવરી સમય અને તેની તબિયત વિશે અનુમાન લગાવવમાં આવે છે. કોઈપણ રીતે, અલ્ટ્રાસાઉન્ડ માત્ર 20 અઠવાડિયા સુધી અસરકારક છે, અને તે પછી બધું માતાના આહાર, સ્વાસ્થ્ય અને જનીન પર આધાર રાખે છે!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon