Link copied!
Sign in / Sign up
3
Shares

તમારું બાળક મળતાવડું થાય એવું ઇચ્છો છો? તો વાંચી લો ‘આ’

માતાના પેટમાંથી બહાર આવ્યા પછીના પહેલા વર્ષે બાળકનું મગજ ખૂબ જ ઝડપથી વિકસતું હોય છે. પહેલા એકથી ત્રણ વર્ષ દરમ્યાન બાળક તેની આસપાસના વાતાવરણમાંથી ખૂબ બધું શીખે છે.

જો કે આ સમય દરમ્યાન તેનો સ્વભાવ અને બેસિક સર્વાઇવલ ક્ષમતાઓ કેળવાય છે. આ વિશે રિસર્ચરોનું કહેવું છે કે, બાળક જન્મે ત્યારથી જ તે આસપાસના લોકોના ચહેરાના હાવભાવને પારખતું થઇ જાય છે. આ હાવભાવ પરથી જ તે પોતાની મેળે એનો મતલબ ઇન્ટરપ્રિટ કરવા લાગે છે.

આ વિશે પીડિયાટ્રિક સાઇકોલોજિસ્ટોનું કહેવું છે કે, એકથી ત્રણ વર્ષના ગાળા દરમ્યાન જે બાળકોને ખૂબ વહાલથી રમાડવામાં આવ્યા હોય, પ્રેમ અને હૂંફ આપવામાં આવ્યા હોય તો આવા બાળકો મોટા થઇને સોશ્યલી મળતાવડા અને શિસ્તવાળા થાય છે. નાના બાળકો પર જો છણકા અને ગુસ્સો કરતું વર્તન વારંવાર થયેલું હોય તો તેમના માનસિક અભિગમમાં ગરબડ સર્જાઇ શકે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon