Link copied!
Sign in / Sign up
1
Shares

તમારી ઊંચાઈ પણ તમારી ગર્ભાવસ્થા ને પ્રભાવિત કરી શકે છે ,જાણો કેવી રીતે

જ્યારે તમે ગર્ભવતી હોવ અને તે સમયે તમે જે કરો છો અને તમે જે ખાઓ છો એ તમારી ગર્ભાવસ્થા ને પ્રભાવિત કરી શકે છે તો એવું માનવમાં આવે છે કે તમારી વ્યક્તિગત વિશેષતાઓ જેવી રીતે વજન અને કદ પણ પ્રભાવિત થશે. હે ને ? પણ કદ તમને એ પ્રકારે પ્રભાવિત નથી કરતું જેમ વજન કરે છે. તો કેવી રીતે તમારું કદ તમારા બાળક ને પ્રભાવિત કરે છે ?

૩૦૦૦ સ્ત્રીઓ પર કરવામાં આવેલા સંશોધનમાં વિશ્લેષણ થયું છે કે નાના કદ ની સ્ત્રીઓ ને અકાળે જન્મ થવાની શકયતા વધારે હોય છે. પણ ખાલી લંબાઈ, સમય થી પહેલાં પ્રસવ ને પ્રભાવિત નથી કરતી પણ પોષણ અને જીવનશૈલી પણ આમાં મહત્વ ની ભૂમિકા ભજવે છે.

સૌથી પહેલા એ જાણી લેવું જરૂરી રહેશે કે નાના કદ નો મતલબ શું હોય છે. સામાન્ય રીતે પાંચ ફૂટ ની લંબાઈ થી નાની સ્ત્રીઓ ને નાના કદ ની સ્ત્રી કહેવામાં આવે છે પણ આનો એવો મતલબ નથી કે આ શ્રેણીમાં આવા વાળી સ્ત્રીઓ ની સામાન્ય ડિલિવરી નથી થઈ શકતી. પણ આનો મતલબ એવો છે કે એ લોકો ને કોઈક તકલીફ પડી શકે છે જેના માંથી અમુક આ રીત ની હોય છે.

અકાળ જન્મ

જે બાળક ૩૭ અઠવાડિયા પહેલા જન્મ લેતો હોય છે એને સામાન્ય રીતે અકાળ જન્મ કહેવામાં આવે છે અને આ બાળકમાં શ્વાસનક્રિયા અને પાચન સંબંધિત વિકાર થી જોડાયેલું હોય છે. અભ્યાસમાં એવું જોવા મળ્યું છે કે માં નું કદ એ વાત ને દેખાડે છે કે એ કેટલા લાંબા સમય સુધી બાળક ને પોતાના ગર્ભમાં રાખી શકે છે.

બાળક નું ઓછું વજન

નાના કદ ની સ્ત્રીઓ નું ગર્ભ નાનું હોય છે જેના કારણે બાળક ને વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી જગ્યા નથી મળતી અને એનો મતલબ હશે કે જન્મ સમયે બાળક નું વજન ઓછું હશે અને આ બાળક ના કદ ને પ્રભાવિત કરે છે.

સેફાલોપેલ્વિક ડિસ્પ્રોપોર્શન

નાના કદ ની સ્ત્રીઓ નું પેલ્વીસ નાનું હોય છે અને બાળક નું માથું બર્થ કૈંનાલ થી બહાર આવા માટે મોટું હોઈ શકે છે. આ સ્થિતિ ને સેફાલોપેલ્વિક ડિસ્પ્રોપોર્શન કહેવામાં આવે છે કારણકે બાળક, માં ના પેલ્વીસ મુજબ નથી હોતું.

પેશીઓ ને નુકસાન

જો બાળક બર્થ કૈનાલ માટે મોટું રહ્યું અને પ્રસવ લાંબા સુધી ચાલ્યું તો વજૈના અને રેક્ટમ્ ના ભાગની પેશીઓ ને નુકસાન થવાની સંભાવના હોય છે જેના પરિણામ રૂપે રક્તસ્રાવ થાય છે.

જો તમે નાના કદ ની સ્ત્રી છો તો ગર્ભાવસ્થામાં પોતાના કદ ને લઈને ચિંતિત ના થાવ. કદ એ અમુક કારણો માનું એક છે જે આને પ્રભાવિત કરે છે. સારો ખોરાક, કસરત અને કાળજી રાખવાથી સ્વાસ્થ્ય અને આનંદમય ગર્ભવસ્થા થઈ શકે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon