Link copied!
Sign in / Sign up
2
Shares

તમારી નોર્મલ ડિલિવરીમાં આ પ્રકારના હોય છે પ્રેગ્નેન્સીના છેલ્લા દિવસો🤰

દરેક મહિલાઓ માટે તે પળો સૌથી ખાસ હોય છે જ્યારે તેને એ વાતની ખબર પડે છે કે તે મા બનવાની છે. પ્રેગ્નેન્સીનો અનુભવ એટલો ખાસ હોય છે કે બધા પ્રકારના શારીરિક બદલાવ, શારીરિક પીડા થવા પછી પણ તે પોતાના આ નવ મહિનાને મન ભરીને ખુશીનો અહેસાસ કરે છે. આ નવ મહિનાઓમાં મહિલાઓએ ઘણા પ્રકારના શારીરિક બદલાવો માથી પસાર થવું પડે છે. શરૂઆતના તબક્કામાં જીવ દોહવાવવો, ઉલ્ટી થવી, ચક્કર આવવા, મૂડ સ્વિંગ થવા જેવી મુશ્કેલીઓથી દરેક ગર્ભવતી મહિલાએ પસાર થવું પડે છે. ત્યાં જ જેમ જેમ સમય પસાર થાય છે અને ગર્ભાવસ્થાના મહિના વધે છે તો ત્યારે ગર્ભવતીની સારસંભાળ પણ વધારે સારી રીતે કરવી જોઈએ જેથી ડિલિવરી વખતે મા અને શિશુને કોઈ પણ પ્રકારનો ખતરો ન રહે. ખાસકરીને ગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાં તો મા એ તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

અને આજના સમયમાં આ વાતને લઈને ઘણી ટેન્શન રહે છે કે છેલ્લે તેમની નોર્મલ ડિલિવરી થશે કે સીજેરિયન ડિલિવરી. ત્યાં જ ઘણી મહિલાઓ દર્દ સહન કરવાના ડરના કારણે સીજેરિયન ડિલિવરીનો સહારો લે છે તો બીજી બાજુ કોઈક મહિલાને શારીરિક સમસ્યાઓના કારણે સીજેરિયન ડિલિવરીથી પસાર થવું પડે છે. તેથી આજે અમે તમને બતાવશુ કે તમારે ગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાં પોતાનું કઈ રીતે ખાસ ખ્યાલ રાખવાનો છે જેથી તમારી નોર્મલ ડિલિવરી થઈ શકે.

પોતાના ખવાપીવા પર ધ્યાન રાખો

સૌથી પહેલા તો તમારે એ વાતનું ધ્યાન રખવાનું છે કે તમે પ્રેગ્નેન્સીના છેલ્લા સમયમાં પોતાના ખાણીપીણી પર વધારે જ ધ્યાન આપો. તમને એ ખબર હોવી જોઈએ કે નોર્મલ ડિલિવરી દરમિયાન મહિલાના શરીર માથી બે થી ત્રણ ચાર સો એમ.એલ. લોહી જાય છે. તેથી તમારે એ વાતનું ધ્યાન રખવાનું છે કે તમારા શરીરમાં લોહીની ઉણપ ન બને. તેથી તમે વધુમાં વધુ પોષકતત્વો યુક્ત ખોરાક લો. ધ્યાન રહે કે તમે તમારા ખોરાકમાં આઇરન અને કેલ્શિયમ યુક્ત ખોરાકનો ઉમેરો કરો. જો તમારા શરીરમાં લોહીની ઉણપ રહેશે તો નોર્મલ ડિલિવરી દરમિયાન ઘણી મુશ્કેલીઓ થશે.

પોતાને હાયડ્રેટેડ રાખો

એક સ્વસ્થ પ્રેગ્નેન્સી અને નોર્મલ ડિલિવરી માટે તમારે પોતાને હાયડ્રેટેડ રાખવું ઘણું જરૂરી છે. તેથી તમે તમારા શરીરમાં પાણીની ઉણપ ન થવા દો. તમને જણાવી દઈએ કે તમારા ગર્ભમાં તમારો શિશુ એક લિકવિડ પદાર્થથી ભરેલી થેલી એમનીઓટીક ફ્લૂઈડમાં રહે છે, જેનાથી તમારા બાળકને ઉર્જા મળે છે. આ જ કારણ છે કે તમારે તમારા શરીરમાં પાણીની ઉણપ થવા દેવી જોઈએ નહીં. તમે રોજ ૮-૧૦ ગ્લાસ પાણી જરૂર પીઓ.

તણાવમાં ન રહો

જો કે તણાવથી ઘણી બીમારીઓનો જન્મ થાય છે તેથી તેનાથી પોતાને દૂર જ રાખો. તમે ગર્ભાવસ્થા દરમિયાન પોતાને તણાવથી બિલકુલ દૂર રાખો. તેનાથી ન માત્ર તમારી તન્દુરસ્તી પર અસર પડશે પણ તેની સાથે તમારા આવવાવાળા બાળક પર પણ ખરાબ પ્રભાવ પડે છે.

બ્લડ પ્રેશરનું ધ્યાન રાખો

ગર્ભાવસ્થા દરમિયાન બ્લડ પ્રેશરનું ધ્યાન રાખો. બ્લડ પ્રેશરમાં ઉતાર-ચઢાવ તમારા શિશુ પર ખરાબ પ્રભાવ પાડી શકે છે અને તેનાથી સીજેરિયન ડિલિવરીના ચાન્સ વધી જાય છે.

પોતાનું વજન ન વધવા દો

તમારી નોર્મલ ડિલિવરી તમારા વજન પર પણ નિર્ભર કરે છે. તમારું વધેલું વજન તમને ઘણી બધી મેડિકલ કોમ્પ્લિકેશન્સ સાથે જોડે છે. તેથી પ્રયત્ન કરો કે ડિલિવરી દરમિયાન તમારું વજન વધારે વધ્યું ન હોય.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon