Link copied!
Sign in / Sign up
0
Shares

તમારી નાની નાની બીમારી , તમારી ગર્ભાવસ્થા ને જોખમી બનાવી શકે છે😫

કોઈપણ ગર્ભવતી મહિલા ની સાથે સાથે તેના આવનાર શિશુ નું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે .અને એમાં સૌથી મહત્વપુર્ણ છે ગર્ભિણી નો આહાર .ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલા નો આહારનો શિશુ ઉપર ખુબજ પ્રભાવ પડે છે .એટલે ગર્ભવતી મહિલાઓ એ તેના આહાર માં પૌષ્ટિક આહાર લેવો જોઈએ .

જોખમી ગર્ભાવસ્થા તો ગર્ભવતી મહિલાઓ નુ ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે .ખાવાપીવાની સાથે તેના રોજિંદી દિનચર્યા માં પણ ખાસ ધ્યાન આપવું જોઈએ .જોખમી ગર્ભાવસ્થા માં માતા અને શિશુ બંને માટે જોખમ ઉભું થઈ શકે છે .તેના માટે સૌથી પહેલા એ જાણવુ જોઈએ કે જોખમી ગર્ભાવસ્થા શું છે .

○ જાણો - જોખમી ગર્ભાવસ્થા એટલે શું ?

જોખમી ગર્ભાવસ્થા એટલે તેમાં બાળક અને માતા બંને ના સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ હોય છે .તેમાં ઘણા પ્રકારના જોખમ હોય છે જેવુ કે , બાળક નો વિકાસ ધીમો હોય છે ,સમય કરતા પહેલા પ્રસવ ની પીડા ,શરીરમાં લોહી બનતું ના હોય , મધુમેહ , ઊચ્ચ રક્તચાપ , વગેરે જેવા ઘણા જોખમ હોય છે .આવા સમય દરમિયાન મહિલા નું વિશેષ ધ્યાન રાખવુ જોઈએ .

હવે સવાલ એ છે કે ,ગર્ભાવસ્થા કકાઈ મહિલાઓ માટે જોખમી બની શકે છે ? જુઓ વિસ્તાર થી .

(૧) જેમને પહેલા થી જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય .

ઘણી મહિલાઓ ને શરૂઆત થી જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય છે તેઓ જોખમી ગર્ભાવસ્થા ની સ્થિતિ માં આવી શકે છે .જેવી કે શુગર, મધુમેહ ,હાઈ બી.પી ,દિલ ની સમસ્યા ,અસ્થમા, મિર્ગી ની સમસ્યા વગેરે આમાં થી કોઈ પણ બીમારી જે મહિલા ને હોય તેમને જોખમી ગર્ભાવસ્થા થવા ની શકયતા વધુ હોય છે .

(૨) જેમને ઊચ્ચ રક્તચાપ ની તકલીફ હોય 

જે મહિલાઓને પહેલે થી જ ઊચ્ચ રક્તચાપ ની સમસ્યા હોય છે તેઓ ગર્ભ તો ધારણ કરી લેય છે પરંતુ ત્યારબાદ ગર્ભાવસ્થા દરમિયાન તેમને ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે .આવી મહિલાઓ એ સામાન્ય અવસ્થામાં શિશુ ને જન્મ આપવામાટે ખાસ ધ્યાન રાખવુ પડે છે .મહિલાઓ ની રક્તચાપ ની સમસ્યા ના કારણે માતા અને શિશુ બંને ને હાડકા ને નુકશાન પહોંચી શકે છે .

(3) પોલિસીસ્ટિક અંડાશય સિન્ડ્રોમ .

પોલિસીસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS) એક એવી બીમારી છે જેમાં મહિલાઓ ની ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને સાથે સાથે આમાં મિસ કેરેજ થવાની સંભાવના વધુ હોય છે .ગર્ભવતી , મધુમેહ ,પરિકલેમ્પસિયા ,અને પ્રિમેચયોર ડિલિવરી (સમય પહેલા પ્રસુતિ ) ના જોખમ વધી જાય છે .

(૪) મધુમેહ 

મધુમેહ ના કારણે ગર્ભાવસ્થા ના શરૂઆત ના થોડા અઠવાડિયામાં બર્થ ડિફેક્ટ ( ખોડ ખામી વાળું બાળક ) થઈ શકે છે .ઘણી મહિલાઓને મધુમેહ છે એ પહેલા થી ખબર નથી હોતી અને ગર્ભાવસ્થા માં શુગર બહુજ વધી જાય છે જે ગર્ભ માં રહેલા શિશુ માટે યોગ્ય નથી હોતુ અને આ જોખમી ગર્ભાવસ્થા નું એક કારણ બની શકે છે .

(૫) કિડની ની સમસ્યા 

જે મહિલાઓને પહેલે થી જ કિડની ની સમસ્યા હોય છે તેમને ગર્ભ ધારણ કરવામાં ઘણી તકલીફો પડે છે અને તેના કારણે મિસ કેરેજ (ગર્ભપાત ) ની સંભાવના વધી જાય છે .જેમને કિડનીની સમસ્યા હોય છે તેમને વધુ પ્રમાણમાં કાળજી રાખવી જોઈએ ,સંતુલિત આહાર અને ડોક્ટર ને ચોક્કસ સમયાંતરે દેખાડતું રહેવું ખુબજ જરૂરી છે .

(૬) થાઇરોઇડ

થાઇરોઇડ થી પણ ગર્ભવતી મહિલાઓને ઘણી સમસ્યા આવી શકે છે .આવી મહિલાઓ ની ગર્ભાવસ્થા એ જોખમી ગર્ભાવસ્થા માં આવી શકે છે .

(૭) વધારે વજન વાળી મહિલાઓ .

જે મહિલાઓ નો વજન વધારે હોય છે તેમને ઘણી સમસ્યાઓ આવે છે આવી મહિલાઓને મધુમેહ , રક્તચાપ , અને થાઇરોઇડ જેવી બીમારી નો સામનો કરવો પડે છે .

સાવધ રહો ,ખુશ રહો .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon