Link copied!
Sign in / Sign up
3
Shares

જાણો : તમારા શિશુની તપાસ નું સમયપત્રક (શેડ્યુલ)👍👍

નવજાત શિશુ સૌથી નાજુક અને સંવેદનશીલ હોય છે એમાં કોઈ સંદેહ નથી અને તેમને સૌથી વધુ પ્યાર અને દેખભાળ ની જરૂરત હોય છે .જ્યાં એકબાજુ માતાપિતા તેમનો સઘળા સ્નેહ સાથે શિશુ ની દેખભાળ કરતાં હોય છે ત્યાં તેની સાથે સાથે તેમની પ્રાથમિકતા હમેશા નિયમિત રૂપે શિશુ ની ચિકિત્સક થી તપાસ કરાવતી રહેવી જોઈએ .અને પ્રત્યેક તપાસ ના સમયે બાળ રોગ વિશેષજ્ઞ દ્વારા તપાસ ની વિસ્તૃત સુચનો આપવામાં આવે છે .જોકે જેમ જેમ શિશુ મોટું થતું જાય છે તપાસ ની રીત લગભગ એક જ રહે છે પરંતુ તેના માપદંડT એટલે કે જવાબ બદલાતા રહે છે .

જન્મ પછી ની પહેલી તપાસ ને જરૂરી ગણવામાં આવે છે અને આ તપાસ જન્મ થયા પછી તરત જ કરવામાં આવે છે .અને તેમાં શિશુ ની શારીરિક તપાસ પણ કરવામાં આવે છે એ સુનિશ્ચિત કરવા માટે કે તે યોગ્ય માપ માં મોટું થાય છે કે નહિ .

(૧) વિકાસ ની પદ્ધતિ 

શિશુ ના જન્મ સમયે કરવામાં આવતી તપાસ એ શિશુ ના વિકાસ ના શરૂઆતી બિંદુઓ ને ધ્યાન રાખવા માટે કરવામાં આવે છે આમાં માથા ની પરિઘી , લંબાઈ , વજન ને ધ્યાન માં રાખવા માં આવે છે.આ બધા માપદંડ ઉપર એક વર્ષ માટે ધ્યાન આપવામાં આવે છે .

(૨) ભોજન ખવડાવવાની રીત 

બાળરોગ વિશેષજ્ઞ શિશુના શારીરિક બાંધા ને અનુરૂપ ભોજન નું સમયપત્રક (શેડ્યુલ) બનાવવા ની સલાહ આપે છે પછી ભલે શિશુ માતાનું દુધ પીતુ હોય કે ભોજન લેતુ હોય .

(૩) મળમૂત્ર ની ક્રિયા .

શિશુના મળમૂત્ર ના વિવિધ તબક્કા અને રંગની તપાસ કરાવવી .

(૪) ઊંઘ ની પદ્ધતિ .

માતાને સમજાવવું અને જણાવવું જોઈએ કે તેમના શિશુ ની સુવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ .

(૫)વિવિધ રસીઓ મુકાવવી 

આ સમય દરમિયાન રસી પણ મુકવામાં આવે છે .

(૬) વાંશિક શારીરિક વિકાસ .

શિશુ શારીરિક તપાસ માં ચિકિત્સક વિવિધ અવાજ ના પ્રતિ શિશુની પ્રતિક્રિયા ,તેમની પકડ, વસ્તુઓ ને ઉપાડવા ની ક્ષમતા અને પગો ને ફેલાવવા ની સ્થિતિ ,ચમકદાર વસ્તુઓ તરફ ની તેની પ્રતિક્રિયા વગેરે ની ચકાસણી કરવામાં આવે છે .

★ચિકિત્સકીય પરીક્ષણ ના વિવિધ તબક્કા.

શિશુ ની સાંભળવા ની ક્ષમતા ,અને તેના લોહીનું પણ પરિક્ષણ કરવામાં આવે છે તે જાણવા માટે કે તે કોઇ રોગ ની લપેટમાં તો નથી ને અને સાથે એ પણ જાણવા કે તેની રોગપ્રતિકારક શક્તિ કેટલી છે .અને શિશુના ઓક્સિજન ના સ્તર ની પણ તપાસ કરવામાં આવે છે .

◆ શારીરિક પરીક્ષણ.

એક પ્રશિક્ષિત ચિકિત્સક શિશુ ના શરીર ના વિવિધ અંગોની તપાસ કરે છે .જેમાં હ્ર્દય ના ધબકારા અને નાભિ ની પણ તપાસ કરવામાં આવે છે .

◇ એક મહિના પછી શિશુ ની તપાસ .

આ બધી ચકાસણી દરમિયાન માતા શિશુ સાથે એક મહિના નો સમય પસાર કરી ચુક્યા હોય છે .અને તેના મનમાં ઘણા પ્રકારના સવાલો ઉદભવતા હોય છે .શિશુ ના જન્મ સમયે કરેલી તપાસ એક મહિના પછી પાછી કરવામાં આવે છે ડોકટર એ વાત સુનિશ્ચિત કરશે કે શિશુ નો વિકાસ નિર્ધારિત કરેલા માપદંડ સાથે મેળ ખાય છે કે નહિ .કોઇ પણ પ્રકારના સંક્રમણ ની સંભાવના ને દૂર કરવા માટે પહેલા થી શારીરિક તપાસ કરવા માં આવે છે .બાળક ના વિકાસ ને ધ્યાન આપવામાં આવશે અને તેને યોગ્ય રસી પ્રકારની મુકવામાં આવશે.એની સાથે સાથે ડોક્ટર એ પણ વિશેષ ધ્યાન રાખે છે કે શિશુ ની નાળ ખરી છે કે નહિ અને શરીર નો તે ભાગ સારો થઈ રહ્યો છે કે નહિ .બાળક માટે સપ્લીમેન્ટ અને આવશ્યક દવાઓ ની સલાહ આપવામાં આવે છે બાળરોગ વિશેષજ્ઞ માતાપિતા ના બધા સવાલો ના જવાબ આપે છે.શિશુના વ્યવહાર અને વિકાસ માટે જેવાકે શિશુ ના આહાર ,નિદ્રા ની રીત ,અને મળમૂત્ર ની પ્રક્રિયા , એલર્જી અને લાલ ચકામાં વગેરે વિષયો ઉપર માતાપિતા સાથે વિચાર વિમર્શ કરવામાં આવે છે .

◇ બે મહિના પછી શિશુ ની તપાસ .

ડોક્ટર દ્વારા શિશુ ના વિકાસ ના માપદંડ ની તપાસ કરવામાં આવે છે .બાળરોગ વિશેષજ્ઞ શિશુ ના વિકાસ નું અધ્યયન કરવા માટે પુરી સૂચિ બનાવી ને રાખે છે .આ સમયે સંક્રમણ ની તપાસ કરવા માટે આખું શારીરિક પરીક્ષણ કરવામાં આવે છે .નિયમિત તપાસ ની સાથે સાથે આ તપાસ માં માંસપેશીઓ નો વિકાસ ,ટોનિંગ ,શિશુ ના માથા ઉપર તેનુ નિયંત્રણ ,પોતાના શરીર નું સમન્વય જેવુકે હાથો ને આગળ લાવવા ,જ્યારે પરિવાર ના સદસ્યો તેની સાથે વાતો કરે ત્યારે તેનો પ્રતિભાવ ,અને શિશુ નું પ્યાર થી હસવું ,રસી મુકાવવી એ આનો મહત્વપુર્ણ ભાગ હોય છે .સપ્લીમેન્ટ અને દવાઓ ની સમીક્ષા કરવામાં આવે છે અને બાળક ને અનુકુળ દવાઓ અને ખોરાકમાં પરિવર્તન કરવામાં આવે છે .

◇ ચાર મહિના પછી શિશુ ની તપાસ .

વૃદ્ધિ અને વિકાસ ની તપાસ , શારીરિક પરીક્ષણ , રસી મુકવી ,દવા અને માતાપિતા ના સવાલો ના જવાબ દેવા આ બધું આ.સમય દરમિયાન મહત્વપુર્ણ હોય .જોકે , બાળરોગ વિશેષજ્ઞ શારીરિક તપાસ કરશે ડોક્ટર ઘણા સલાહ સુચનો પણ આપે છે જેવાં કે બાળકો માટે દુધ ની પુરતી માત્રા ,દવાઓને સંબંધિત બાબત વિશે .

બાળક ને સંબંધિત બાબતો જેવી કે પોતાની જાતે બેસવા ને યોગ્ય હોય કે પોતાના માથા ને ઉચકવા કે નિયંત્રિત કરવા માં સક્ષમ હોય ,અલગ પ્રકારના અવાજો નિકાળતું હોય ,તેના માનસિક કૌશલ નો વિકાસ થઈ રહ્યો હોય ,વસ્તુ ઓ ને બરાબર ઓળખી શકતુ હોય ,આ બધી બાબતો ની વિશેષ તપાસ કરવામાં આવે છે .

◇ છ મહિના પછી શિશુ ની તપાસ .

આ બધી તપાસ ની સાથે બાળરોગ વિશેષજ્ઞ વિભિન્ન પ્રકાર ના શારીરિક વિકાસ ની પણ તપાસ કરે છે .ઊંઘવાની રીત બદલાઈ હોય શકે બાળક હવે બાર થી સોળ કલાક લાંબા સમય સુધી સૂઈ રહેતુ હોયછે , સાંભળવા ની ક્ષમતા વધે છે , અવાજ નું ઉચ્ચારણ હજી વધુ સારું થાય છે અને શિશુ હવે પડખું ફરતા અને ઊંધું પડતા શીખવા લાગે છે .આ બધી બાબતો ઉપર ડોક્ટર વિશેષ ધ્યાન આપે છે .છ મહિના પુરા થયા પછી શિશુ ને ઠોસ( પચવામાં ભારી ) આહાર દેવા ની શરૂઆત કરી દેવામાં આવે છે. ડોક્ટર વારસાગત ચાલતી આવતી એલર્જી ઉપર ધ્યાન આપે છે અને તેના પ્રમાણે શિશુ ના આહાર ની સલાહ આપે છે .

શુદ્ધ અને મસળેલાં ફળો ,ચિકન ,સૂપ ,અને દૂધની સાથે મિશ્રિત અનાજ દેવાની સલાહ આપે છે .પરંતુ શરૂઆતમાં તેનુ પ્રમાણ ઓછું રાખવું જોઈએ જેથી તમે જાણી શકો કે શિશુ ને આની કોઈ એલર્જી તો નથી ને અને શિશુ આ પ્રકારના ભોજન લીધા પછી કેવી પ્રતિક્રિયા આપે છે .આ સમયે બાળકો ને દાંત આવવાની શરૂઆત થઇ ગઇ હોય છે એટલે તેના કારણે શિશુ ઓ ચીડચીડયું થઈ જાય છે ડોક્ટર તમને તેની દવા આપશે જેના થી તેમનો દુખાવો ઓછો થાય અને તેમને રાહત મળે .

◇ નવ મહિના પછી શિશુ ની તપાસ .

નિયમિત તપાસ ની સાથે આમાં વિકાસ ની પૂર્ણ પણે તપાસ કરવામાં આવે છે ડોક્ટર એ જાણવા માંગે છે કે , બાળક ભારી ખોરાક ગળી કે ખાઇ શકે છે કે નહિ ,અને બાળક ઘુંટણ ઉપર ચાલી શકે છે કે નહી , અને બીજી વસ્તુઓ ના સહારે ટેકો લઈ ને ઉભુ થઈ ને ચાલવા ની કોશિશ કરે છે કે નહિ ,અને નાના શબ્દો બોલે છે કે નહિ ,શિશુ ની આ બધી ગતિવિધિઓ નો સ્તર ચકાસવાં નું મહત્વપુર્ણ હોય છે .

◇ બાર મહિના પછી શિશુ ની તપાસ .

ડોકટર માનસિક અને શારીરિક કૌશલ ની તપાસ કરવા માંગે છે .બાળક નું બોલવુ ,આ સમયે વસ્તુ ઉચકવા ની બાળક ની ક્ષમતા ,જમવા ની આદત ,દાંત આવવા વગેરે ની તપાસ કરવામાં આવે છે .શિશુ હવે બાલ્યવસ્થા માં પ્રવેશ કરે છે એટલે આ બધી ગતિવિધિઓ નું સ્તર મહત્વપુર્ણ હોય છે.

બધી નિયમિત તપાસ માં ,શારીરિક પરીક્ષણ , વિકાસ નું અધ્યયન ,અને પ્રતિરક્ષણ સંમેલીત હોય છે અને સાથે સાથે ડોક્ટર દરમહીને થતા વિકાસ ની પૂરી તપાસ પણ કરે છે .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon