Link copied!
Sign in / Sign up
2
Shares

તમારા ગાયનોકોલોજીસ્ટ સાથે ભૂલથી પણ આ વાતો છુપાવવી નહિ : તમારે એની બહુજ ભારી કીંમત ચૂકવવી પડી શકે🤐🤐

મહિલાઓ હમેશા પોતાના સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની ઓ થી પસાર થતી હોય છે .અને પોતાની વ્યસ્તતા અને ઘર પરિવાર ને સાંભળવાં ના ચક્કર માં તે પોતાના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન નથી આપી શક્તી અને પોતાના સ્વાસ્થ સંબંધિત સમસ્યાઓ ને નઝરઅંદાજ કરી દેય છે .અને તેઓ અંદર ને અંદર પોતાની સમસ્યા ઓ થી લડતી રહે છે .ઘણી વાર આજ કારણે તેમને ઘણી તકલીફો ને વેઠવી પડે છે .એટલે અમે આજે આ બ્લોગ દ્વારા તમને જણાવશું કે તમારે કઈ કઈ સમસ્યા ઓ તમારા સ્ત્રી રોગ વિશેષજ્ઞ અથવા ગાયનેકોલોજિસ્ટ થી છુપાવવી જોઈએ નહિ.

(૧) જો માસિકચક્ર માં તકલીફ થતી હોય તો 

જો તમને માસિકચક્ર કોઈ પરેશાનીઓ થતી હોય જેવી કે અનિયમિત માસિકચક્ર ,અથવા મહિના માં બે વાર રોકાઈ રોકાઈ ને આવતું માસીક વગેરે તો રાહ જોયા વગર તમારા ગાયનેકોલોજિસ્ટ ને તરત જ મળો.ઘણી વાર મહિલાઓ આવી બધી તકલીફો થી ડરી જાય છે અને ડોક્ટર પાસે જતા પણ અચકાય છે પરંતુ એ બહુજ ખોટુ છે કારણ કે આવું કરવાથી તમે તમારા સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છો .એટલે ડર્યા વગર તમારા ડોક્ટર ને મળો અને બધી સમસ્યાઓ જણાવો .કદાચ એવું પણ હોય કે આ બધી સમસ્યાઓ થાઇરોઇડ અને તાણ સાથે સંબંધિત હોય .

(૨) જો તમે કોઈ દવાઓ લઈ રહ્યા હોવ તો

જો તમે કોઈપણ પ્રકારની દવાઓ જેવી કે ગર્ભનિરોધક ગોળીઓ , કોઈ પૅઇન કિલર ( દુખાવા ની દવા ) લેતા હોવ, અથવા માસીક માં થતી ગડબડ માટે કોઈ ઘરેલુ નુસખાઓ અજમાવતા હોવ અને તેનાથી તમને કોઈ તકલીફ થતી હોય તો તમારા ડોક્ટર ને તરત જણાવો .

(૩) યોનિ માંથી વાસ આવવી અથવા ખંજવાળ આવવી

જો તમને તમારા યોની માંથી વાસ આવતી હોય અથવા ખંજવાળ આવતી હોય તો તરત તમારા ડોક્ટર ને બતાવો આ સંક્રમણ (ચેપ ) ના લક્ષણો હોય શકે છે એટલે લાપરવાહી કર્યા વગર તમારા ડોક્ટર ને જરૂર મળો.

(૪) સેક્સ કરતી વખતે દુખવું અથવા તકલીફ થવી

જો સેક્સ દરમિયાન તમને દુખાવો થતો હોય કે કંઈક અસહજતા અનુભવતા હોય ,કે લોહી પડવા ની સમસ્યા થતી હોય તો તમારા ડોક્ટર ને જરૂર મળો અને તમારી સમસ્યા જણાવો અને સાથે સાથે તમે કોઈ પણ સાધન વગર સેક્સ કર્યું હોય તો એ પણ તમારા ડોક્ટર ને અવશ્ય જણાવો .

(૫) જો તમારા પેટ માં એકધારો દુખાવો થતો હોય 

જો કોઈ પણ કારણ વગર તમારા પેટ માં દુખાવો થતો હોય અથવા માસિકચક દરમિયાન થતું હોય એવું કંઈક અનુભવતા હોવ તો તુરંત તમારા ગાયનેકોલોજિસ્ટ ને મળો એવું બની શકે કે આ બધું ઇન્ફેક્શન ના લીધે થતુ હોય .

ઉપરોક્ત બાબતો તમારે તમારા ગાયનેકોલોજિસ્ટ થી ક્યારેય છુપાવવી જોઈએ નહિ ભલે શરૂઆત માં તમે અચકાતા હોવ કે તમને શરમ આવતી હોય .પરંતુ યાદ રાખો કે તમારા જીવન થી વિશેષ કાંઈ નથી એટલે અચકાયા વગર તમારા ડોક્ટર તમારી તકલીફો જણાવો .એક વાત હમેશા યાદ રાખો કે જો તમે સ્વસ્થ રહેશો તો તમારા પરિવાર ને પણ સ્વસ્થ રાખી શકશો .કારણકે ઘર માં સૌથી મોટી ઢાલ હોય છે ઘર ની મહિલા અને એ જ હોય છે જે સૌ નું ધ્યાન રાખે છે .

યાદ રાખો - તમે સ્વસ્થ તો તમારુ પરિવાર સ્વસ્થ .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon