Link copied!
Sign in / Sign up
5
Shares

તમારા પ્રશ્રુતિ માટેના દિવસોને કઈ રીતે ઓળખશો?

ગર્ભાવસ્થા એ મહિલાઓ માટે ઘણી ઉત્તેજનાજનક હોય છે કેમ કે તેણી વાસ્તવિક રીતે એક નવા માનવને તેના પોતાના લોહી અને માંસ સાથે તેના શરીરમાં ઉછેરે છે. એ પળ જ્યારે સારા સમાચારની પુષ્ટિ થાય છે, ત્યારે મમ્મી તેના બાળકની પ્રશ્રુતિની ચોક્કસ તારીખ જાણવા માટે રાહ જોઈ શક્તી નથી. તે પોતાની જાતને તેની જિંદગીના સૌથી મોટા દિવસ માટે તૈયાર કરે છે અને તે કેટલાક અંશે તેના પોતાના બાળકને પોતાની બાહોંમાં પકડવા રોમાંચિત થઈ જાય છે.

આદર્શ રીતે, તમારી યોગ્ય તારીખ તમારા આખરી માસિક ચક્રના ( સામાન્ય રીતે ૨૮-દિવસનો ગાળો) પહેલા દિવસમાં ૨૮૦ દિવસ ( આશરે ૪૦ અઠવાડીયા ) ઉમેરવાથી મળે છે. તમારો માસિક ગાળો અને અંડબીજ પેદા થવા એ ગર્ભાવસ્થાના પહેલા બે અઠવાડીયામાં ગણાય છે. જો તમારા બાળકની યોગ્ય તારીખે પ્રશ્રુતિ થાય તો, તમારું બાળક માત્ર ૩૮ અઠવાડીયાનું આવે, ન કે ચોક્કસ ૪૦ અઠવાડીયા.

આપણે અનુસરતા કેલેન્ડરને ધ્યાનમાં રાખીને ( અંગ્રેજી કેલેન્ડર ), તમારે આશરે તારીખ મેળવવા માટે ૯ મહિના અને ૭ દિવસ ગણવા પડે. દાખલા તરીકે, તમારા છેલ્લા માસિક ચક્રનો પહેલો દિવસ ૧ જાન્યુઆરી હોય, તો તમારા બાળકની આવવાની તારીખ ૮-૧૦ ઓક્ટોબરની વચ્ચે હોય શકે.

કેટલીક વાર ઘણા ઉત્સાહમાં, મમ્મીઓ તેમની ચોક્કસ તારીખો યાદ રાખતા નથી અને તેનાથી થોડી મૂંઝવણ પણ થાય છે. પણ જો તમે મહિનો યોગ્યરીતે યાદ રાખો, તો તમે સાદો અંદાજ કાઢીને તમારી યોગ્ય તારીખ કેલેન્ડરની મદદથી પણ મેળવી શકો છો ! પ્રશ્રુતિના ૧૦ થી ૧૨ કલાક પહેલાથી જ ગર્ભધારણની કળા શરૂ થાય છે. તે ૧૦ થી ૧૫ મિનિટના ગાળામાંમાં શરૂ થાય છે અને આગળ વધવાનું શરૂ કરે છે. બાળક જન્મ આપવાવાળી નળી માથી પસાર થઈને યોનિમાર્ગના મુખ વાટે પેટ કે પાછળના ભાગથી નીચે આવે છે.

તમે જે પ્રશ્રુતિ સમયે અમુક પ્રકારની ખેચાણ અને જઠરમાં દુખાવો અનુભવો છો એ તમારા માસિકના દુખવાથી તદ્દન અલગ હોય છે. તમને અનિયમિત અંતરાલોમાં ખેચાણની શૃંખલા અનુભવાશે અને જ્યારે ગર્ભાશયની ડોક ફેલાશે ત્યારે તે તીવ્ર બનશે. ઘણી સ્ત્રીઓએ એક ઘટના “વોટર બ્રેક” અનુભવી હશે જેનો મતલબ એ થાય છે છે

એમનીઓટીક થેલી તૂટી જાય છે અને બાળકના આવવાનો સમય થઈ જાય છે. વોટર બ્રેકનો અનુભવ દરેક સ્ત્રી માટે અલગ અલગ હોય છે. અમુકને ફૂટવાનો જ્યારે અમુકને પ્રવાહીનો ઊભરો તેમના યોનિ માથી બહાર નીકળવાનો કે ટપકવાનો અનુભવ થાય છે જે વહેવાનું બંધ થતું નથી.

તમે કદાચ મુંજવાઈ જાઓ અને તે માત્ર મૂત્ર છે એમ પણ વિચારો. તમે જે પ્રવાહી જુઓ છો તેમાં તમને કદાચ થોડી લોહીની છટાઓ જોવા મળે અને તે પારદર્શક અને કુદરતીરીતે સ્વચ્છ હોય છે.

એકવાર તમે પાણીનો ધસારો અનુભવો, પછી તમારા ગાયનેકોલોજીસ્ટને જેમ બને એમ જલ્દી ફોન કરો અને તે તમને આગળ શું કરવાનું માર્ગદર્શન આપશે !

 

 
Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon