Link copied!
Sign in / Sign up
6
Shares

તમારા પિરિયડનો રંગ બતાવશે તમારા શરીરનો ઢંગ ... જાણો કઈ રીતે.

પિરિયડ જેને આપણે ગુજરાતીમાં માસિક ધર્મ પણ કહીયે છીએ. તે દરેક સ્ત્રીની સાથે થવાવાળી સામાન્ય માસિક ક્રિયા છે જેમાં તેમણે મુશ્કેલી તો થાય છે પણ આ થવું દરેક સ્ત્રી માટે જરૂરી છે. માસિક ધર્મ સામાન્યરીતે એક છોકરીને ૧૩ વર્ષની ઉંમરે શરૂ થાય છે જે દર મહિને ચાર કે પાંચ દિવસ સુધી ચાલે છે. 

વધુમાં વધુ ૪૫ વર્ષની ઉંમર સુધી મહિલાઓને માસિક ધર્મ થાય છે ત્યારબાદ આ પ્રક્રિયા ધીમેધીમે ઓછી થતી જાય છે. માસિક ધર્મ મહિનાનાં એવા દિવસો હોય છે જેમાં એક સ્ત્રીને સતતલોહી આવવાથી બધા પ્રકારની કમજોરી, કમરનો દુખાવો, પેટનો દુખાવો જેવી સમસ્યાઓ સાથેજજુમવું પડે છે. વાત કરીયે સમયગાળાની તો, દરેક મહિને સ્ત્રીને કેટલા દિવસો પિરિયડ ચાલશે એ તેમની શારીરિક સ્થિતિ પર નિર્ભર કરે છે.

પરંતુ શું તમને ખબર છે કે તમારો પિરિયડનો રંગ તમારી સ્વસ્થતાનો હાલ બતાવે છે. આજેઅમે તમને જણાવશું કે કેવી રીતે પિરિયડનો રંગ તમારા શરીરનો હાલ બતાવે છે જાણો તમે પણ વિસ્તારમાં ...

બ્રાઉન કલર

કોઈક કોઈક નાં પિરિયડનો કલર ડાર્ક કથ્થાઇ હોય છે. હકીકતમાં, કથ્થાઇ કલર જૂના લોહીનું નિશાન હોય છે. આનો મતલબ એ થાય છે કે જ્યારે લોહી ઘણા સમયથી ગર્ભાશયમાં જમા થયેલું રહે છે, જે લાંબા સમય પછી બહાર આવે છે. આવું સામાન્ય રીતે સવાર સવારનાં સમયગાળામાં જોવા મળે છે. 

હલકા લાલ રંગનું લોહી હોયતો 

જો તમારા પિરિયડનો રંગ લાલ છે તો આ તમારા સ્વસ્થ હોવાની નિશાની છે. મોટેભાગે આ પિરિયડનાં બીજા દિવસે જોવા મળે છે. વિશેષ્ગ્નોની માનીએ તો આ એમની સાથે જ થાય છે જેમની પિરિયડ સાઇકલ લાંબી હોય છે, જે પછી થી ગટ્ટ બની જાય છે.

લાલ રંગનું લોહી

જો તમારા લોહીનો રંગ લાલ હોય તો એનો મતલબ એ છે કે જે લોહી હાલમાં જ તમારી અંદર બન્યું છે એ તરત નિકડી ગયું છે. આ વાળું લોહી ઘણું હલકું હોય છે અને દિવસ દરમિયાન જ્યારે ફ્લો વધારે થાય છે ત્યારે આ લાલ રંગ નો સ્ત્રાવ થાય છે.

કાળા કે ગ્રે કલરનો સ્ત્રાવ

જી હાં, ઘણી મહિલાઓ માં પિરિયડનાં લોહી નો રંગ કાળો કે ગ્રે પણ જોવામાં આવ્યો છે. જો આવું તમારી સાથે પણ થયું હોય તો તમે ડોક્ટરને જરૂરથી સંપર્ક કરો કેમ કે આનાથી ગર્ભાશયમાં સંક્રમણનો ખતરો રહે છે.

નારંગી રંગનો ફ્લો

આવું ત્યારે થાય છે જ્યારે ગર્ભાશય ગ્રીવા સાથે મળીને બહાર નિકડે છે. આ રંગનું લોહી પણ ક્યારેક ક્યારેક સંક્રમણનું સૂચન હોય શકે છે.

જો તમને લાગે કે તમારા પિરિયડનો રંગ લાલથી અલગ કોઈ બીજો રંગ આવી રહ્યો છે તો તમે એક વાર વગર મોડુ કર્યે ડોક્ટરનો સંપર્ક જરૂર કરો. અમે આશા કરીયે છીયે કે આ પોસ્ટ તમારા કામ આવી હશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon