Link copied!
Sign in / Sign up
4
Shares

તમારા નવજાત બાળકને મસાલેદાર આહાર ક્યારથી આપશો?😋😋

બધા માતા-પિતા પોતાના નવજાત બાળકના ખાવા પીવાનું લઈને વધારે જાગૃત રહે છે અને નવજાત બાળક ના સારા સ્વાસ્થ્ય માટે શરૂઆતથી જ તેના ખાવા-પીવામાં ધ્યાન આપવું ફાયદાકારક રહે છે. તમને જણાવીએ કે શરૂઆતના છ મહિનામાં બાળકને માતાનું દૂધ જ પીવડાવાય છે.

એના પછી બાળકને થોડું બહારનું ખવરાવાનું શરુ કરવામાં આવે છે. એની સાથે જ વધારે પડતા માતા-પિતા ના મનમાં ઘણા પ્રકારના પ્રશ્ન આવવા લાગે છે, કે પોતાના બાળકને ખાવાનું આપવું અને કેવી રીતે આપવું. તેની સાથે એ પણ કે બાળકને ખાવામાં મસાલેદાર ક્યારે અને કેટલી માત્રામાં આપવું જોઈએ.

જો તમારા મનમાં પણ આવા જ પ્રશ્નો હોય તો તમને જણાવીએ કે તમે તમારા બાળકના ખાવામાં મસાલા નવ મહિના પછી જ નાખો, કેમ કે આના પહેલા તમે તમારા બાળકને મસાલા વગરનું ખાવાનું જ આપ્યું છે; એટલે તેની શરૂઆતમાં ધીમે-ધીમે હલકો મસાલો આપીને કરો કે જેનાથી બાળક તેને પચાવી શકે.

નવ મહિનાની ઉમર પહેલા બાળકની પાચન શક્તિ ઘણી કમજોર હોય છે એટલે નવ થી એક વર્ષ પછીથી જ મસાલાવાળો ખોરાક પોતાના બાળકને આપો. ઘણા લોકો પોતાના બાળકને છ મહિના પછીના ખોરાક માં જ થોડો-થોડો મસાલો નાખવા લાગે છે. ખાસ કરીને દાળ,સૂપ, શાક વગેરેના તેને મસાલો નાખીને આપે છે. ત્યારે જ ઘણા માતા-પિતા પોતાના બાળકને કડક ખોરાક ખવરાવના અન્ન-પ્રશ્ર્ન સમારોહમાં બાળકને મસાલાવાળું ખાવાનું ખવડાવે છે.

બાળકને કયા મસાલાની શરૂઆત સૌથી પહેલા કરવી જોઈએ?

બાળકને સૌથી પહેલા હિંગ, આદુ, વરિયાળી, હળદર જીરું, અજમા નો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે આ મસાલાનું બાળક આરામથી પાચન કરી શકે છે. તમે આ પ્રકારે તમારા બાળકના ખાવામાં મસાલા નાખી શકો છો.

લસણ અને આદુ આવી રીતે નાખો

તમે તમારા બાળક માટે દાળ બનાવતા વખતે લસણ ની એક કળી કે આદુનો નાનો ટુકડો ઘસીને નાખી શકો છો. આનાથી બાળકની પાચન શક્તિ મજબૂત થશે અને કોઈ નુકશાન પણ નહિ થાય.

એલચી પાવડર

તમે એક ચમચી તજ, જાયફળ અને એલચીનો પાવડરને ખીર અથવા બીજા મીઠા વ્યંજનોમાં ભેળવીને બાળકને ખવરાવી શકો છો.

જીરુ

તમે દાળમાં ઘી અને જીરાનો વઘાર કરીને બાળકને આપી શકો છો.

હળદર

તમે બાળક માટે દાળ, શાકમાં ચપટી હળદળનો ઉપયોગ કરી શકો છો. તમે હર્બ જેવો કે ફુદીનો, કોથમીર, ભાજી અને ભાતની ઉપર નાખી શકો છો. પરંતુ તમને જણાવીએ કે ક્યારેક-ક્યારેક બાળકને ખાદ્ય-પદાર્થથી એલર્જી ની તકલીફ પણ થઇ શકે છે. એટલે તમે બાળકને એ જ મસાલા આપો કે જે તે પચાવી શકે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon