Link copied!
Sign in / Sign up
4
Shares

તમારા નવજાત શિશુ ની સમસ્યા ને સમજો જન્મ પછી ના થોડા અઠવાડિયા તેમને આ સમસ્યા થાય છે

એક નવજાત શિશુ એના માતા પિતા માટે નહિ પરંતુ પુરા પરિવાર માટે ખાસ હોય છે એના જન્મ બાદ ઘર ના દરેક સદસ્ય એની દેખભાળ કરવા લાગે છે કેમકે તેઓ બહુજ નાજુક અને કોમળ હોય છે. અને તેઓ પોતાની વાત અને પરેશાનીઓ બોલી ને વ્યક્ત નથી કરી શકતા. બહાર ની દુનિયા આ ગર્ભ માથી નીકળેલા શિશુ માટે એકદમ નવી હોય છે કેમકે ગર્ભ ની અંદર એમના માટે બહુજ નાની અને સીમિત જગ્યા હોય છે પણ બહાર ની દુનિયા એ લોકો માટે ખૂબ જ મોટી અને અલગ હોય છે. આના જ કારણે જન્મ પછી ના શરૂઆત ના અઠવાડિયા માં એમને પરેશાની ઓ થાય છે અને એવી જ થોડીક વાતો અમે તમને જણાવી એ છે .

(૧)- સ્તનપાન માં થતી મુશ્કેલીઓ

શિશુ ના જન્મબાદ સૌ પ્રથમ એમને માં નુ દુધ એટલે કે સ્તનપાન કરાવવા માં આવે છે પરંતુ તેઓ ખૂબ જ નાના હોય છે એટલે એમને સ્તનપાન કરવામાં તકલીફ પડે છે. એટલુંજ નહિ પણ એના પછી પણ તેઓ સ્તનપાન કરવાની રીત ભૂલી જાય છે અને એટલે જ તેમનુ પેટ ભરાતું નથી અને રડવાનું શરૂ કરી દે છે .અને ઘણી વાર તો તેઓ સ્તનપાન કરતાં કરતાં જ સુઈ જાય છે અને એટલે તેમનું પેટ નથી ભરાતું અને જયારે ઊઠે છે ત્યારે ફરી થી રડવાનું શરૂ કરી દે છે અને આમ પોતાના બાળકને રડતા જોઈને માતા ના દિલ ને ઠેસ પહોંચે છે અને એટલે જ આ સમય ફક્ત શિશુ માટે નહીં પણ માતા માટે પણ એટલોજ પરીક્ષા વાળો હોય છે .શિશુ ને આવી તકલીફો એક બે અઠવાડિયા રહે છે એટલે જો તમારું બાળક વધારે રડતું હોય તો એનું એક કારણ એ ભૂખ્યું હોય એ પણ હોય શકે છે.

(૨) - ગર્ભનાળ થી થતી તકલીફો

ગર્ભનાળ થી પણ શિશુ ઓ ને તકલીફ થઇ શકે છે જો કે એ એક બે અઠવાડિયા મા ખરી જાય છે પણ ત્યાં સુધી એની દેખરેખ રાખવી પડે છે શિશુ ને કપડા પહેરાવતી વખતે એનુ ખાસ ધ્યાન રાખવું જોઈએ નહિ તો શિશુ ને ત્યાં વાગી જવાની શક્યતા છે અને જો ભૂલ થી વાગી જાય તો એમને ઘણી પીડા થાય છે એટલે ત્યારે તેમને હળવા કપડાં પહેરાવવા જોઈએ જેથી ત્યાં હવા ની અવરજવર થઈ શકે અને ડોક્ટર ને પુછી ને એન્ટિસેપ્ટિક લગાવવું જોઈએ જેના થી શિશુ ને ઇન્ફેક્શન નો લાગે અને એ જલ્દી સુકાય જાય .

(૩)- ઊંઘ ને લગતી સમસ્યાઓ

શિશુ જ્યારે ગર્ભ મા હોય છે ત્યારે ત્યાં એ ખૂબ આરામ અને શાંતિ થી રહે છે પણ જેવું બહાર આવે છે ત્યાં એમને પ્રકાશ ની સાથે વિવિધ અવાજો પણ સાંભળાય છે અને એટલે એમની ઊંઘ પુરી નથી થતી અને બાળક ચીડચીડયું બની જાય છે અને રડવા લાગે છે .શિશુ ની ઉંઘ કાચી હોય છે અને જરાક અવાજ થી એમની ઉંઘ ઊડી જાય છે એટલે તેમને સુવડાવ્યા બાદ બિલકુલ અવાજ ના થાય એનુ ધ્યાન રાખવું જોઈએ .

(૪)- ભીના લંગોટ થી થતી સમસ્યાઓ

જન્મ પછી શરૂઆત મા શિશુઓ વારંવાર લંગોટ ભીનુ કરે છે અને જો શિશુ નો જન્મ ઠંડી ની ઋતુ મા થયો હોય તો આ સમસ્યા વધારે થાય છે .એટલે તમારા શિશુ ની લંગોટ વારંવાર જોતા રહો કેમકે ક્યારેક લંગોટ ભીનુ હોવાથી પણ શિશુ રડતું હોય છે અને ભીના લંગોટ ના કારણે એમને ઠંડી અને ચેપ પણ લાગી શકે છે એટલે થોડી થોડી વારે લંગોટ ને જોતા રહેવું જોઈએ .

(૫) - એકધારું રડવું

કોઈપણ શિશુ પોતાની વાત બોલી ને વ્યક્ત નથી કરી શકતું એટલે એમની કોઇ પણ તકલીફ કે સમસ્યા જેવી કે પેટ મા દુખવું ,ભુખ લગાવી, લંગોટ ભીની થવી અથવા તો ક્યારેક ઉંઘ આવવી વગેરે કારણો થી પણ શિશુ રડતું હોય છે .અને જો તમારું શિશુ ખૂબ રડતું હોય તો એને તેડી ને ફરવા લઇ જાઓ અને બીજું એ કે એ એકધારું રડતું રહે તો એકવાર ડોક્ટર પાસે જરૂર લઈ જાવ કેમકે શિશુ ને કોઈ ગંભીર તકલીફ પણ થતી હોય શકે છે.

(૬)- શૌચાલય ની સમસ્યાઓ

જન્મ પછી ના શરૂઆત ના અઠવાડિયામાં શિશુ કાળા અથવા લીલા રંગ નું છી એટલે કે શૌચ કરે છે પરંતુ એ સામાન્ય છે કારણકે શિશુ જ્યારે મા ના ગર્ભ મા હોય છે ત્યારે ઘણી વસ્તુઓ જેવી કે એમનીઓટિક ફ્લુઓઈડ ,મ્યુક્સ , કોશિકાઓ વગેરે ગળી જાય છે અને એટલે જ શરૂઆત મા કાળુ અને લીલું શૌચ કરે છે એટલે ગભરાવાની જરૂર નથી . આ એવી કેટલીક વાતો છે જે શરૂઆતમાં શિશુ ઓ ને પરેશાન કરે છે .એટલે ગભરાઓ નહીં અને ધ્યાન રાખો . સમયજતાં શિશુ ની બધી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જાય છે .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon