Link copied!
Sign in / Sign up
25
Shares

તમારા મેટરનિટી હોસ્પિટલ બેગ ની યાદી: આં બધી વસ્તુઓ ની જરૂરત પડશે તમને👌🏾👶🏾👌🏾

તમારી પ્રસુતિ ની તારીખ નજીક છે અને બની શકે છે કે તમે ચિંતિત હોવ કે શું કરી શકાય અને શું ન કરી શકાય. પણ ચિંતિત થવાની જરૂરત નથી. અમે તમારા માટે લઈને આવ્યા છે એ વસ્તુઓ ની યાદી જેની જરૂરત તમને પ્રસુતિ વખતે થશે.

તમે શરૂઆત એ થેલા થી કરી શકો છો જેમાં ઘણા બધા ખાના હોય પણ બઉ મોટું બેગ ના લેતા, કારણકે તમારે ડિલિવરી રૂમ ની જગ્યા નથી રોકવાની, ખાસકરીને તમે જો તમારો રૂમ બીજી સ્ત્રી સાથે શેયર કરી રહ્યા હોવ. તમે વસ્તુઓ ને વેચી ને એને બે-ત્રણ અલગ અલગ બેગ માં મૂકી શકો છો આનાથી તમને આરામ થી વસ્તુઓ શોધવામાં મદદ મળશે. આદર્શ રીતે તમારે આં બેગ ને ગર્ભાવસ્થા ના છત્રીસ માં અઠવાડિયા મા તૈયાર કરવું જોઈએ.

તો હવે આ બેગ ને ભરીયે -

જરૂરી સામાન જેવી રીતે સાબુ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, શેમ્પૂ, ડિયોદ્રંટ, નેપકીન, ટુવાલ, ટિશું પેપર રોલ, હેન્ડ સેનીતાઇજર અને ક્રીમ જે તમે દરરોજે વાપરો છો.

બે જોડી નાઈટ ગાઉન, એવા જે આગળ થી ખુલ્લા કરી શકાય.

જૂની અંડરવિયર જે ખરાબ થઈ જાય તો પણ કોઈ ફરક ના પડે.

નર્સિંગ બ્રા અને ટોપ.

આરામદાયક કપડા જે બાળક ના જન્મ થયા પછી પણ તમે ઘરે લઈ જઈ શકો.

આરામદાયક ચપ્પલ.

નિપ્પલ ના દુખાવા ને શાંત કરવા માટે ક્રીમ અને બટર.

બધા જરૂરી મિત્રો અને સગા સંબંધીઓ નો ફોન નંબર.

અમુક કાગળ, પેન અને તમારી એડ્રેસ બુક.

અમુક મોજા ની જોડી સાથે રાખો.

માલિશ નું તેલ જે ગર્ભાવસ્થા વખતે વાપરવામાં સલામત હોય, તમારા પતિ કા તો નર્સ તમને આરામ આપવા માલિશ કરી શકે છે.

લિપ બામ જો તમારા હોઠ કોરા રહેતા હોય.

હેર બ્રશ અને વાળ બાંધવા માટે અમુક હેર બેન્ડ સાથે રાખો.

તમારો મોબાઈલ ફોન, ઇયરફોન અને ચાર્જર. તમારું પાવર બેન્ક પણ સાથે રાખો, જો ડિલિવરી રૂમ માં સોકેટ ઉપલબ્ધ ના હોય તો.

અમુક ચોપડીઓ, ટ્રાવેલિંગ ગેમ્સ અને થોડાક ગીતો, તમારું મનોરંજન કરવા માટે.

પોતાની માટે થોડાક સ્વાદિષ્ટ સ્નેક્સ રાખો કારણકે હોસ્પિટલ પોતાના કેનટીન માટે જાણીતું નથી હોતું.

ગરમ પાણી નો વેક્યુમ ફ્લાસ્ક કા તો થર્મલ હિટ પેડ ની રીતે તમારી કમર ને સેક આપવા માટે.

એક પાણી ની બોટલ.

એક કેમેરા જો તમે આ અમૂલ્ય ક્ષણ ને રેકોર્ડ કરવાનું ઈચ્છતા હોવ.

કોઈ પણ ખાસ દવા જે તમારા ડૉક્ટર એ પ્રસુતિ વખતે લેવાની કીધી હોય.

આ બધી વસ્તુ સિવાય તમારે તમારા નવજાત બાળક ના આવ્યા પહેલા અમુક વસ્તુઓ નું ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે.

તમારા બાળક ને પહેરવા માટે બેબિસુટ.

બઉ બધા નેપીજ.

બેબી વાઇપસ, જે નવજાત બાળક માટે બરાબર છે.

બાળક ને ગરમ રાખવા મટે ચાદર.

થોડાક વધારાના કપડા, જો બાળક દૂધ બાહર ધોળે છે તો એને સાફ કરવા માટે.

મોજાઓ ની જોડી.

તમારા નાના બાળક ના માથા માટે ટોપી.

કાર ની સીટ જો તમે તમારા ઘરે કાર વડે જવાના હોવ તો.

તમે એ ખાસ દિવસ માટે બધી રીતે તૈયાર રહો, હવે બસ ત્યાં સુધી પોહચવાની જરૂરત છે. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon