Link copied!
Sign in / Sign up
11
Shares

તમારા યોની નો કલર અને સ્મેલ તમારા આરોગ્ય વિષે આપે છે મોટી ચેતવણી😮 😮

તમારા એ ખાસ અંગમાં જોઈ કોઈ પ્રોબ્લેમ થાય તો તેનું નુકસાન તમારે ખૂબ વધારે ઉઠાવવું પડે છે. ત્યારે તમારી વજાઇનામાંથી થતો ડિસ્ચાર્જ આ પ્રોબ્લેમ વધુ વકરે તે પહેલા જ તમને આગમચેતી આપી દેશે. નોર્વેના ડૉ. નીના બ્રોકમન અને એલેન સ્ટોકેન ડલના જણાવ્યા મુજબ જેનેટલ ડિસ્ચાર્જની કોટેજ ચીઝથી લઈને ફિશી જેવી સ્મેલ મહિલાના આ અંગમાં રહેલા બેક્ટેરિયલ અથવા ફંગલ ઇન્ફેક્શન અંગે માહિતી આપે છે.

અલગ અલગ સ્મેલ અને કલરના થાય છે અલગ અલગ અર્થ

જો ડિસ્ચાર્જ ગ્રીન જેવા કલરની સાથે અલગ અલગ માત્રામાં હોય તો તેનો અર્થ થાય છે કે આ મહિલા અથવા ગર્લ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન(STI)થી પીડાય છે. આવા અનેક ખુલાસા આ બંને ડૉક્ટરને તેમની બુકમાં કર્યા છે.

વજાઇનલ ડિસ્ચાર્જથી STI રોગ અંગે મળે છે જાણકારી

જેમ કે ગોનોરિયા જેવા રોગ જેમાં મોટાભાગે કોઈ સિમટમ્સ દેખાતા નથી. ત્યારે એકમાત્ર રસ્તો આ વજાઇનલ ડિસ્ચાર્જ છે જેના દ્વારા તેના અંગે ખબર પડે છે. ગોનોરિયા જેમાં જનનેન્દ્રીયમાંથી રસી વહે છે આ રોગની સ્થિતિમાં ગર્લ્સને વાદળા દેવું ઘટ્ટ અને પીળા કલરું પ્રવાહી નીકળે છે જે દર્શાવે છે કે ગર્લ ગોનોરિયાથી પીડિત છે.

ગંભીર સમસ્યાનું પણ સમાધાન કરે છે

તે જ રીતે સર્વાઇકલ કેન્સર જેવા રોગમાં જ્યાં રોગની ખબર ખૂબ મોડી પડે છે જેથી તેનો કોઇ સચોટ ઇલાજ બાકી નથી રહેતો ત્યારે વજાઇનલ ડિસ્ચાર્જ આ કેન્સર અંગે ખૂબ આગોતરા ચેતવણી આપી દે છે. સર્વાઇકલ કેન્સરની શરુઆતથી જ વજાઇનલ ડિસ્ચાર્જ રેડ અથવા બ્રાઉન કલર જેવો નિકળે છે.

તો નોર્મલ ડિસ્ચાર્જ કેવું લાગે અને સ્મેલ કેવી આવે?

જો હેલ્ધી ડિસ્ચાર્જ હોય તો તેનો કલર ક્લિયર દૂધિયા હોય છે તેમજ તેમાંથી થોડી સ્મેલ પણ આવે છે. ઘણી વખત હેલ્ધી ડિસ્ચાર્જમાં પણ કલર અને સ્મેલ બદાલાય છે તેની પાછળનું કારણે બર્થ કંટ્રોલ પિલ્સ, પિરિયડ્સ અને ઋતુ પણ જવાબદાર છે.જોકે તમે છતા મોટાભાગની મહિલાઓને એ પ્રશ્ન રહેતો જ હોય છે કે વજાઇનલ ડિસ્ચાર્જ નોર્મલ છે કે તેમાં કોઈ પ્રોબ્લેમ છે. તો જાણી લો કે ક્યારે પ્રકારનું વજાઇનલ ડિસ્ચાર્જ શું ચેવતણી આપે છે.

ફીશી સ્મેલ

જો તમારા ડિસ્ચાર્જમાંથી સડી ગયેલી માછલી જેવી દૂર્ગંધ આવતી હોય તો તેનું કારણે છે બેક્ટેરિલ વેજિનોસિસ આ એક પ્રકારનું બેક્ટેરિયલ ઇમ્બેલેન્સ છે જે પ્રત્યેક ત્રણ મહિલા પૈકી એક મહિલાને લાઇફમાં ક્યારેકને ક્યારેક થાય છે. તેની પાછળના કારણમાં ટાઇટ કપડાથી લઈને સુગંધીત ટોઇલેટ પેપર અને અન્ય પદાર્થો, પેન્ટી લાઇનર્સ તેમજ પુરુષોના સ્પર્મ પણ જવાબદાર બને છે. જોકે ડૉક્ટરની સલાહ બાદ એન્ટિબાયોટિક્સનો કોર્સ કરવાથી આ સમસ્યાનું નિરાકરણ થાય છે.

કોટેડ ચીઝ જેવું ડિસ્ચાર્જ

સોરી તમારી ભાવતી વસ્તુ સાથે સરખાવવામાં આવ્યું પરંતુ જો જાડા દહીં જેવું અને ઘણીવાર ખંજવાળ તેમજ બળતરા સાથે નીકળતું ડિસ્ચાર્જ થ્રશ અથવા યીસ્ટ ઇન્ફેક્શન સૂચવે છે. જોકે તેમાં કોઈ ચિંતા કરવા જેવી વસ્તુ નથી કેમ કે દુનિયાની તમામ સ્ત્રીઓ પોતાની લાઇફના કોઈને કોઈ પોઇન્ટ પર થ્રશનો અનુભવ કરે છે. જોકે જો તમે પ્રેગ્નેન્ટ હોવ અથવા બ્રેસ્ટફીડિંગ કરાવતા હોત ત્યારે જો થ્રશ થાય તો તમારે ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ.

લીલું, પીળું અથવા ફોર્થી ડિસ્ચાર્જ

જો આવા કલરનું ડિસ્ચાર્જ આવે તો તાત્કાલિક ડૉક્ટર પાસે દોડી જાવે કેમ કે તમે નાના બિક્ટેરિયાથી થતા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનથી પીડાવ છો. આવા ડિસ્ચાર્જની સાથે તમને બળતરા, ખંજવાળ વગેરેનો પણ અનુભવ થાય છે. આમ તો જોકે આ સમાચાર સારા નથી પરંતુ ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ ખાસ પ્રકારની એન્ટિબાયોટિક્સથી તેનો ઉપચાર કરી શકાય છે.

ક્લાઉડી અને પીળું ડિસ્ચાર્જ

આ એક સર્વસામાન્ય બીમારી છે. અનેક મહિલઓમાં તે જોવા મળે છે જોકે સ્ત્રીઓ ઘણા કિસ્સામાં તેને અવગણ છે. આ તમારા સર્વિક્સને બેક્ટેરિયલ ઇન્ફેક્શન આપે છે જેના કારણે ડિસ્ચાર્જ ઘટ્ટ અને પીળા કલર જેવું નિકળે છે. આ સમસ્યા દરમિયાન ડિસ્ચાર્જ થવા પર દુખાવો અને પીરિયડ્સ વચ્ચે બ્લિડિંગ થવું જેવા લક્ષણો દેખાય છે. ડૉક્ટર દ્વારા પ્રીસ્ક્રાઇબ્ડ દવા લેવાથી તેમાં રાહત મળે છે.

રેડ અથવા બ્રાઉન

જો તમારી મેનસ્ટ્રુઅલ સાઇકલમાં વહેલું મોડું થતું હોય તો બ્લડ ડિસ્ચાર્જ થાય છે. પરંતુ ક્યારેક આ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનની નીશાની પણ હોય છે. અથવા ક્યારેક કેટલાક જૂજ કિસ્સામાં સર્વાઇકલ અને એન્ડોમેટ્રિઅલ કેન્સર પણ હોઈ શકે છે. આ માટે તમારા વજાઇનલ ડિસ્ચાર્જમાં જો ફેરફાર જણાય તો ડૉક્ટરને મળી લેવું જોઈએ. ક્યારેય પેલ્વિક દુખાવો, સેક્સ પછી લોહી નીકળવું અને વજાઇનાનું સુકાઈ જવું કે પછી પેશાબ દરમિયાન દખાવો આ બાબતને ઇગ્નોર કરવી જોઈએ નહીં.

શું ડિસ્ચાર્જ ખરાબ હોય છે?

ના, ડિસ્ચાર્જ થવું ખરાબ નથી, ઉલ્ટાનું ન થવું ખરાબ છે. ડિસ્ચાર્જ તમારી વજાઇનાની સેલ્ફ ક્લિનિંગ ટ્યૂબ છે. જે વજાઇનાને ક્લિન રાખે છે. આ ડિસ્ચાર્જ તમારી વજાઇનામાંથી બિનજરુરી અને નુકસાન કરતા બેક્ટેરિયાને પણ બહારની તરફ ધકેલી દે છે. તેમજ વજાઇલ વોલની આદ્રતા જાળવવામાં મદદ કરે છે.

શું ડિસ્ચાર્જ થાય એટલે સ્મેલ આવે જ?

સામાન્ય રીતે તમારા શરીરની જે પ્રકારને સ્મેલ હોય છે તેવી જ એક સ્મેલ તમારા વજાઇનલ ડિસ્ચાર્જમાં જોવા મળે છે. જેને આમ તો બેડ સ્મેલ ન કહેવાય જેથી કરીને આ કુદરતી સ્મેલને દૂર કરવા માર્કેટમાં મળતા વજાઇનલ સ્પ્રેથી દૂર રહેવું જોઈએ. તેમજ ડોક્ટર નીના કહે છે કે વજાઇનલ ડિસ્ચાર્જ જ વજાઇનાની યોગ્ય સફાઇ માટે પૂરતું હોવાથી આ જગ્યાએ સાબુ વગેરે લગાવવું જોઈએ નહીં. તેનાથી વજાઇનાનું pH લેવલ ખરાબ થઇ શકે છે.

શું ડિસ્ચાર્જ અલગ અલગ માત્રામાં આવે?

યસ, દરેક સ્ત્રીએ અલગ અલગ એટલું જ નહીં એક જ સ્ત્રીને પણ અલગ અલગ ડિસ્ચાર્જ આવી શકે છે. જે સ્ત્રી ક્યા પીરિયડ્સમાંથી પસાર થાય છે તેના પર આધાર રાખે છે. પ્રેગ્નેન્સી અને માસીક દરમિયાન વધુ પ્રમાણમાં ડિસ્ચાર્જ થાય છે. જોકે સામાન્ય રીતે એવરેજ દરરોજ એક ટીસ્પૂન જેટલો ડિસ્ચાર્જ થાય છે. તેનો આધાર ગર્લની સેક્સ લાઇફ અને મેન્સ્ટ્રુઅલ સાઇકલ પર રાખે છે.

જોકે જ્યાં સુધી વાત આવે છે ડિસ્ચાર્જની તો જ્યાં સુધી તે ક્લિયર દૂધ જેવો સફેદ અને ચિકાસ યુક્ત હોય તેમજ તેમાંથી આવતી સ્મેલ ગંદી ન હોય ત્યાં સુધી તમારા વજાઇનલ પાર્ટની હેલ્થ સારી જ છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon