Link copied!
Sign in / Sign up
3
Shares

તમારા બાળકનો માનસિક વિકાસ- પહેલા ૬ મહિના

બાળકનાં પહેલા થોડા વર્ષ ખુબ જ મહત્વ નાં હોય છે જ્યારે આપણે વિકાસ ની વાત કર્યે. શારીરીક તેમજ ક્રિયાશીલ વિકાસ પણ મગજનાં વિકાસ માં આવી જાય છે. આ વિકાસ બાળકનાં ઘણી વાર આવે છે જેમ જેમ બાળક મોટુ થાય છે. મહત્વના ભાગનો વિકાસ બાળકનાં પહેલા ૬ મહિના માં જ થઈ જાય છે.

પહેલા ૬ મહિનામાં, તમારુ બાળક પોતાના નવા વાતાવરણ વિશે શીખે છે. આનો અર્થ કે આસપાસની વસ્તુઓ સાથે ખુબ અરસ પરસ ક્રિયાઓ થશે, જે મગજનાં વિકાસ ના લીધે જ શક્ય બને છે. આ ક્રિયા માં ચળવળ જોઈએ છે, જેનો અર્થ કે ચાલવાનાં કૌશલ્ય માં પણ વિકાસ થશે.

૧ અને ૨ મહિના ની વચ્ચે, બાળકો પોતાના આસપાસ ના લોકો ને ઓળખવાનું શીખી લે છે. ખાસકરી ને, તે પોતાની માતાનો અવાજ, સુગંધ, અને સ્પર્શ ને ઓળખતા શીખે છે. તેઓ વાતાવરણ વિશે ઉત્સુક હોય છે અને માથાને કાબુમાં રાખવાની અને સ્થિર રાખવાની ક્ષમતા અાવી જાય છે. તેઓ પોતાના નજીક હોય તેવી વસ્તુ અને તેજસ્વી રંગો પર ધ્યાન અાપે છે, કેમકે તેઓની દ્નષ્ટિ હજુ વિકસી રહી હોય છે. જ્યારે વસ્તુ નજીક નાં હોય તો તે તેના વિશે ભુલી જાય છે.

૩ મહિના દરમ્યાન, તેઓ જ્યારે ચેંજીંગ ટેબલ પર હોય તો જાતે જ પગ ઉપર કરી લે છે. આ પહેલાનાં અનુભવ નાં કારણે થાય છે. ૪ મહિના માં, તેઓ વસ્તુઓ લેવા ની શરુ કરી દે છે. તે વસ્તુઓ ને મુઠ્ઠીમાં લેવો નો પ્રયત્ન કરે છે અને પોતાની રીતે સમજવાની કોશીશ કરે છે,જેમકે મોઢામાં મુકીને, કેમકે તેમને બીજી કોઈ રીતનાં ના આવડતુ હોય.

૬ મહિના દરમ્યાન, ભાષા નું કૌશલ્ય વિકસવા લાગે છે. તમે તમારા બાળકને જુદા જુદા અવાજો કાઢતા સાંભળશો.આ તેમની રીત છે જે તે સાંભળે છે તેની નકલ કરવાની. તેઓ બીજા લોકોનાં અવાજ,સુગંધો ઓળખવાનું શરુ કરી દે છે. માનસીક વિકાસ ખુબ જ નાજુક અને ક્રિયાશીલ પ્રક્રિયા છે, તેથી પ્રયત્ન કરો કે તેને આ વિકાસ માં સરળતા પડે. સક્રિય બનવુ અને જાણવુ કે તમે મદદ માં શું કરી શકો તે હકારાત્મક પગલુ છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon