Link copied!
Sign in / Sign up
0
Shares

તમારા બાળકો સાથે સમય વિતાવવાથી તમારા માઁ-બાપ ની આયુ વધી શકે છે..👪

આપના બાળક આ દુનિયામાં આવ્યાને ઘણો સમય થઇ ગયો. આપ બાળકને સંભાળી-સંભાળી ને થાકી ગયા છો. આપને સપ્તાહના અંતે યોગ્ય આરામ મળવો જોઈએ. પણ બાળકને સંભાળવાની ફરજ પણ રહે છે. દરેક વખતે આપણા માઁ-બાપ ને બાળક સંભાળવાનું પણ ન કહી શકાય. માઁ-બાપ ને બાળકો ને સંભાળવાનું ખુબ જ ગમશે કારણ તે આપણા બાળકને ખુબજ પ્રેમ કરે છે. આમ પણ આનું એક સારું કારણ એ છે કે જે દાદા-દાદી તેમના પૌત્ર અને પૌત્રીઓની સાથે સમય ગુજારે છે, તેમના જીવનના પાઁચ વર્ષ વધી જાય છે.

એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે જે દાદા-દાદી તેમના પૌત્ર અને પૌત્રીઓ સાથે સમય વિતાવે છે, તેમની સંભાળ લે છે એમની ઉમર બીજા વૃધો કરતા વધી જાય છે. આ વાત બર્લિન નું એજિંગ સ્ટડી થી થયેલ છે. અને આનાથી સાબિત થાય છે બાળકો સાથે સમય વિતાવતા દાદા-દાદી ઓ વધુ સમય જીવે છે.

છેવટે, બાળકોની દેખભાળ થી કઈ રીતે દાદા-દાદી ની તંદુરસ્તી માં સુધારો થાય છે?

ક્લીવલેન્ડ ક્લિનિક ના ડૉક્ટર રોનન ફેકટરા કહે છે કે જેમ-જેમ ઉમર વધશે તેમ-તેમ પોતાને કાર્યશીલ રાખવાનું પસંદ કરશો. પોતાને બધાની વચ્ચે રાખવાનું પસંદ કરશો અને આથી ઘણી બધી એવી વસ્તુઓ કરવા માગીએ છીએ જેથી પોતાને આપણે વ્યસ્ત રાખી શકિએ. આ બધી વસ્તુ તમને વધતી ઉંમરમાં સ્વસ્થ રહેવા મદદરૂપ થશે.

બાળકો સાથે રમવાનો ફાયદો ફક્ત દાદા-દાદી પૂરતો નથી 

સ્ટડી કરવાથી ખબરમાં આવ્યું છે કે અન્ય વૃધો જે બાળકો સાથે સમય વિતાવે છે એમનું જીવન પણ વધે છે. એક સંશોધનમાં આ પણ સાબિત થયું છે કે જેમના કોઈ બાળક નથી હોતા અને બીજા બાળકોનો દેખભાળ રાખે છે તેમના ત્રણ વર્ષ જીવનના વધી જાય છે.

હવે તમે માતા-પિતાનું જીવન વધારવા તમારા બાળકોને હંમેશા તેમની પાસે મૂકી દયો તે પણ યોગ્ય નથી. પણ પર્યાપ્ત સમય તેમની સાથે રેહવાની તેમનું સ્વસ્થ સુધરશે. એવું પણ બની શકે છે કે પહેલા થી તમારા માતા-પિતા ડિપ્રેશન માં હોય તો તેમની થોડી અસર બાળકો પર પડી શકે છે. જો તમે હંમેશા તેમની પાસે જ સંભાળ માટે રાખી મુકો.

બીજા શબ્દો માં કહીએ તો બધી વસ્તુનું એક ખરું વજન હોય છે. કોઈ પણ વસ્તુને અડધે રાખવાથી આપની માટે હાનિકારક થઇ શકે છે. આપણા માતા-પિતા અને બાળકો બંને સાથે સમય ગુજારવાનો સમય પોતે પણ કાઢો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon