Link copied!
Sign in / Sign up
0
Shares

તમારા બાળક ની સર્જરી વખતે તમે માનસિક રીતે કેવી રીતે તૈયાર રહેશો.....?

જો તમારા બાળક ની કોઈ કારણોસર વૈકલ્પિક સર્જરી કરવી પડે તો એવું હોઇ શકે કે સર્જરી ની તારીખ આગળ થી જ નક્કી હોય. વૈકલ્પિક સર્જરી અને તાત્કાલિક સર્જરી બંને જુદી વસ્તુઓ છે જેમાં તાત્કાલિક સર્જરી માં જીવન અને મરણ નો પ્રશ્ન હોય છે. વૈકલ્પિક સર્જરી માં એ ફાયદો હોય છે કે તમે થોડા સમય માટે તમે અને તમારા બાળક ને સર્જરી માટે શારીરિક,માનસિક અને લાગણીપૂર્વક તૈયાર કરવી શકો. માતા પિતા સર્જરી માટે કેવી રીતે વર્તે છે એના પર થી તરત જ બાળક પણ એવી જ રીતે વર્તે છે. અહી થોડા ઘણા રસ્તા તમે તમારા બાળક ને અને પોતાને સર્જરી માટે કેવી રીતે તૈયાર કરી શકો એ માટે આપ્યા છે.

1) માહિતીઓ શોધો.

હવે તમને ખબર પડી છે કે તમારા બાળક ની સર્જરી કરવાની છે તો તમે એના વિષે જાણી લો. તમે તે બધી પ્રક્રિયાઓ ને બરાબર રીતે સમજી લો. અને સર્જન ને સર્જરી વિષે ની માહિતીઓ અને સાધનો કે જે બાળક અને માતાપિતા માટે ઉપયોગી છે તે પૂછી લો. અને બ્રોશર અને પુસ્તકો માટે પૂછો. અને શોધો કે શું થવાનું છે અને કેમ?આનાથી તમને સર્જરી ને લગતા તમામ પ્રશ્નો ના ઉત્તરો મળશે.

2) પ્રવાસે જાઓ.

તમારા બાળક ના સર્જન ને પૂછો કે સર્જરી પહેલા પ્રવાસે જય શકાય કે નહીં? આનાથી તમને એ શીખવા મળશે કે સર્જરી ના દિવસે શાની આવશ્યકતા હશે. કઈ વસ્તુઓ તમને લાવવી પડશે અને કઈ વસ્તુઓ તમને આપેલી હશે. જો તમારું બાળક થોડું પણ મોટું હશે તો તમે તેને પણ તમારી સાથે લઈ જઇ શકો છો. તમારું બાળક ત્યાના કામદારો થી મળી શકશે જેઓ તેની કાળજી લેવાના છે. જેથી તેઓ ત્યાના લોકો અને જગ્યા થી પરિચિત થઈ જશે તેથી તેઓની ચિંતા દૂર થશે.

3) પ્રશ્નો ની યાદી બનાવો.

સર્જરી વિષે પ્રશ્નો,મુશ્કેલીઓ અને ચિંતા હોવી એ ઘણી સામાન્ય બાબત છે. તમારા પ્રશ્નો પૂછતાં તમે ખચકાશો નહીં. એટલું જ નહીં, જ્યારે તમારા બાળક ના સર્જન સાથે મુલાકાત લો એના પહેલા બધા જ પ્રશ્નો ની યાદી બનાવો કે જે તમને સતાવતા હોય. મુલાકાત વખતે એ વાત નું ધ્યાન રાખો કે તમે યાદી માં લખેલા બધા જ પ્રશ્નો એમને પૂછ્યા છે કે નહીં અને તેનો તમને સંતોષ પૂર્વક જવાબ મળ્યો છે કે નહીં. જો તમને તમારા પ્રશ્નો ના ઉત્તર મળી રહે તો જ તમે તમારા બાળક ને તેમના પ્રશ્નો ના ઉત્તર આપી શકશો અને સર્જરી વિષે શાંતિપૂર્વક સમજાવી શકશો.

4) ભાવનાઓ ને પ્રમાણિક રાખો...

તમે જો બાળકો સાથે પ્રમાણિક રહેશો તો જ તેઓ સારું કરી શકે છે. એ વસ્તુ પણ બની શકે છે કે આ બધી વસ્તુઓ માટે તમે થોડા ડરેલા, તમારા મન માં ઘણા બધા પ્રશ્નો પણ હોય શકે તથા તમે થોડા દુખી પણ હોય શકો. તમારા બાળક ની સામે તમારી લાગણી ને કાઢી ના મૂકો.પરંતુ તેમણે દર્શાવો કે તમે તેમના માટે કેટલા ચિંતાતુર છો અને આ પરિસ્થિતી નો સામનો કરવા કેવી રીતે પોતાને તૈયાર કરો છો. આ બાબત તેમને એ જાણવા મદદરૂપ બનશે કે તેમની ચિંતાઓ અને લાગણીઓ માં તેઓ એકલા જ નથી પરંતુ બધા જ તેમની સાથે છે. અને આ જ વસ્તુ તેમને મુશ્કેલીઓ નો સામનો કરવામાં ઉપયોગી નીવડશે.

5) તમારી કાળજી લો.

બાળક ને સર્જરી માટે તૈયાર કરવું એ કોઈ સામાન્ય વાત નથી. એ બાબત ને તમારા પર પૂરી રીતે હાવી ન થવા દો. તમારા માટે દિવસ માં થોડો સમય કાઢો. એવું કઈક કરો કે જેનાથી તમારી ચિંતા દૂર થાય. કોઇની સાથે વાતચીત કરો. જેવી રીતે કોઈ માણસ સંપૂર્ણ ન હોય શકે એવી રીતે કોઈ માતપિતા પણ સંપૂર્ણ ન હોઇ શકે. આપણે બધા અનુભવો થી જ મોટા થઈએ છીએ. એ જાણી લો કે તમે તમારા બાળક માટે જે કઈ કર્યું છે એ ખૂબ જ સરસ છે અને આગળ જતાં તમારું બાળક આ વાત માટે તમારી પ્રશંસા પણ કરશે. જો તમે લાગણી થી અને શારીરિક રીતે તંદુરસ્ત હશો તો જ તમે તમારા બાળક ને સર્જરી માટે તૈયાર કરી શકશો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon