Link copied!
Sign in / Sign up
19
Shares

( વિડીઓ ) તમારા બાળકની આ દુનિયામાં આવાની તૈયારી....


સગર્ભાવસ્થા દરમિયાન તમારી જવાબદારી વધી જાય છે. તમે અન્યથા તે યુવાન મૂર્ખ વ્યક્તિ નથી રહી શકતા, તમારે દર વખતે ખુબ સાવચેત રેહવું જરૂરી થઇ જાય છે, તમારે યોગ્ય ખોરાક સાથે પોતાને હમેશા હાઈડ્રેટેડ રાખવાના છે. આ સાથે, તમારે શાંત રેહવું જરૂરી છે,અને ગુસ્સો અને ચિંતાથી દૂર રેહવું.

તમે ગર્ભવતી હોવ ત્યારે તમને પોતાનામાં ઘણા ફેરફારો દેખાશે, જેમ કે તમારો વજન વધશે અને તમે મૂડ-સ્વિંગ્સ અનુભવશો, તમને ખુબ ક્રેવિંગ્સ થશે, ક્યારેક તમે ઊર્જાસભર હશો તો ક્યારેક નબળા થઇ જશો - પણ આ બધુ સામાન્ય છે. જેમ-જેમ તમે આ વાતોથી પરિચિત થતા જશો તેમ જ યાદ રાખજો કે હવે તમારામાં એક બાળક છે, તેથી હમેશા તમારા સાવચેત રેહવું જરૂરી છે.

અમે એવી ૪ વસ્તુઓ જણાવીએ છીએ જે તમને ખબર નહી હોય, અને જે તમારી ગર્ભાવસ્થાને અસર કરી શકે છે -

૧. ઓકવર્ડ (અસ્વસ્થ) સુવાની સ્થિતિઓ

ઘણી સ્ત્રીઓ "ફીટલ પોઝિશન" ને સુવાની સર્વશ્રેષ્ટ અને આરામદાયક સ્થિતિ માને છે. એક બાજુ સૂવું, ઘૂંટણ વાળવા - અને બસ, તમે પોતાને એક બાળકની જેમ સુતા જોશો. તમે તમારા પેટ હેઠળ, પગ વચ્ચે અને પીઠ પાછળ તકિયો રાખી શકો છો. સીધા સુવાનું ટાળો.

૨. નુકશાનકારક ખોરાક

તમે ગર્ભવતી હોવ તો તેનો અર્થ એ નહિ કે તમે ૨ માણસનું ખાવાનું શરુ કરી દયો. ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય અને તંદુરસ્ત ખોરાક લેવો ખુબ જરૂરી હોય છે. તમારો આહાર યોગ્ય છે કે નહિ, તે જાણવા તમે આ ગાઈડ નો ઉપયોગ કરી શકો છો.

૩. અસ્વસ્થતા પોશાક

ગર્ભાવસ્થા બેસતા જ, તમારા શરીર માં ફેરફાર થવા માંડશે. તમારો આકાર અને કદ ગર્ભાવસ્થા દરમિયાન બદલાયા કરશે, તેનો અર્થ એ નહિ કે તમે તમારી ફેશન સેન્સ ભૂલી જાઓ. તમે, ગર્ભાવસ્થામાં પણ, કરીના કપૂરની જેમ ખુબસુરત દેખાય શકો છો. એટલું યાદ રાખો કે તમે આરામદાયક અને ખુશમિજાજ કપડાં પહેરવાનું પસંદ કરો.

૪. ખરાબ આદતો

અહીં ખરાબ નો અર્થ છે નુકશાનકારક આદતો. તમે પ્રસંગોપાત દારૂ પીવાનો અથવા ધૂમ્રપાનનો આનંદ માણી શકો છો, પરંતુ જ્યારે તમે ગર્ભવતી હો, તો તમે ધુમ્રપાન, દારૂ, ડ્રગ્સ અને ઊંઘના અભાવને ટાળો. તમારા શિશુનું સ્વાસ્થ્ય પૂરેપૂરું તમારા પર આધાર રાખે છે, એટલે એવું કહી જ ન કરતા જેથી તેની નુકશાન થવાની સંભાવના હોય છે

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon