Link copied!
Sign in / Sign up
1
Shares

તમારા બાળકને વધુ પડતું દૂધ પીવડાવવાના ૫ લક્ષણો!

માતા-પિતા તેમના બાળકોને ચાહે છે અને હંમેશા ધ્યાન રાખે છે કે તેમને હ્યુષ્ટપુષ્ટ, તંદુરસ્ત ખોરાક સમયસર મળી રહે. તમારા બાળકને તંદુરસ્ત અને ગોળ-મટોળ બનાવવા માટે, તમે ક્યારેક ખરેખર વધારે ખવડાવી દો છો., કશે પણ વધારે પડતું એ સારું ન કહેવાય. અને અતિનો બધે નાશ કરવો જોઈએ.

તમારે તમારા બાળકને હંમેશા સંતુલિત ખોરાક આપવો જોઈએ અને વધારે ખોરાકના ઉપભોગ કે જે બિંજરૂરી છે એને કારણે તેમને કોઈ મુશ્કેલી ન થાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. જો તમે ચોક્કસ ન હોવ કે તેમને શું ખવડાવવું જોઈએ, તો તમે બાળરોગના ડોક્ટરને સંપર્ક કરવો જોઈએ જે તમને યોગ્ય માર્ગે દોરશે.

અહી થોડા લક્ષણો આપ્યા છે જે દર્શાવે છે કે તમે તમારા બાળકને વધુ પડતો ખોરાક આપો છો.

૧. દૂધ બહાર નીકળી જવું.

મોટાભાગનો બાળકનો ખોરાક પ્રવાહી અને દૂધનો બનેલો હોય છે. પ્રવાહી વસ્તુઓ તેમના શરીરમાં સારા પોષકતત્વો અને વૃધ્ધિની સુવિધા માટે જાળવી રાખવા જરૂરી છે. દૂધ બહાર નિકડવું એ એક કુદરતી ઘટના છે અને તે ક્ષણભરમાં થઈ જાય છે, પણ જો તે વધારે વાર થાય તો તમારે ધ્યાન રખવાનું ચાલુ કરવું જોઈએ. તમારા બાળકને ખવડાવ્યા પછી, તેમને સીધા પકડો, પીઠ પર માલિશ કરો અને ઓડકાર ખાવા દો. આ કર્યા પછી પણ જો તમારું બાળક દૂધ પેટમાં ઉતારી શકતું ન હોય, તો આ એક ચોખ્ખી નિશાની છે કે તમે વધારે ખવડાવ્યું છે.

૨. દિવસમાં આઠ કે તેથી વધારેવાર લંગોટ ભીની કરવી.

જેમ અગાઉ ઉલ્લેખ કર્યો તેમ, બાળકનો મોટાભાગનો ખોરાક પ્રવાહી હોય છે. તમારું બાળક પ્રવાહી ટકાવી રાખે છે અને જો તે બધુ મૂત્રમાર્ગે તેના શરીરમાથી બહાર નીકળી જતું હોય, તો તમે મોટા ભાગે તેને વધારે ખવડાવો છો. જો તમે ધ્યાન આપ્યું હોય કે તમારા બાળકને સરેરાશ એક કરતાં વધારે ડાઇપર બદલવું પડતું હોય તો ,ત્યારે તમારે તેની ખાવાની પધ્ધતિને સમજવી પડશે.

૩. ચીડિયાપણું

જો તમારા બાળકનું પેટ હંમેશા ભરેલું જ રહેતું હોય તો, તેમને શ્વાસ લેવામાં અને ઊંઘવામાં તકલીફ પડે છે. જે તેને ચીડચીડયું બનાવી દે છે અને જે તમને પણ રાત્રે ઊંઘવાથી રોકે છે. શ્વાસ ન લઈ શકવો એ બાળક માટે સારું ન કહેવાય કે જેનો શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ વિકાસ ન થયો હોય. તેથી જ જો તમારું બાળક ચીડચીડયું બનતું હોય અને અને તે કોઈ બીમારી કે ભૂખને લીધે ન થતું હોય તો, તમારે આ વસ્તુને એક કારણ તરીકે લેવાની જરૂર છે.

૪. મોટા ઓડકારો ખાવા.

ઓડકાર એક અવાજ છે જે પેટમાથી મોઢા વાટે જોરથી હવા બહાર નીકળે છે. વધારે ખોરાક તેની અન્નનળી જરૂર કરતાં પણ વધારે પ્રમાણમા ભરી દે છે., કે જે, તેની શ્વાસનળીને નુક્સાન કરે છે. અને તેમાથી જ અવાજ આવે છે અને તે ઘણીવાર ખૂબ મોટો અવાજ પણ હોય છે. આ, કોઈક વાર, ઉધરસને કારણે પણ થઈ શકે છે, પણ તમારે ખાતરી કરીને ડોક્ટર પાસે બતાવવું જોઈએ.

૫. બાળકનું સરેરાશ કરતાં વધારે વજન હોવું.

આ એક સારી વાત છે કે તમારું બાળક સ્વસ્થ અને ગોળમટોળ હોય, પરંતુ એ જ સમયે, મેદસ્વીતા એ સારી જ કહેવાય અને તે ઘણા બધા આરોગ્યના મુદ્દા કાઢી શકે છે. સમયસર તમારા બાળરોગના ડોક્ટરને મળવું એ તમને બાળકની અપેક્ષિત વજનની શ્રેણી સમજવામાં મદદરૂપ બનશે. જો તમારું બાળક તે વજનને વટાવી જાય, તો તમારે સમજદારીપૂર્વક કામ કરવું જોઈએ.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon