Link copied!
Sign in / Sign up
1
Shares

તમારા બાળકને સ્વસ્થ રાખવા માટેનો આહાર

આજકાલ નાના બાળકોમાં અનેક એવી બીમારીઓ જોવા મળી રહી છે જે સામાન્ય રીતે મોટી ઉંમર ધરાવતી વ્યક્તિઓમાં જોવા મળતી હતી, જેમ કે ડાયાબીટિઝ. આવું માત્ર એટલા માટે થઇ રહ્યું છે કારણ કે બાળકોની ખાન-પાનની શૈલી એકદમ મોડર્ન થઇ ગઇ છે. આજકાલ બાળકો પૌષ્ટિક ભોજન લેવાને બદલે જંક ફૂડ વધારે આરોગે છે જેનાથી અનેક બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. શું તમે જાણો છો કે બાળકો માટે સંતુલિત આહાર બહુ જરૂરી હોય છે. એટલું જ નહીં બાળકોનો વિકાસ સંતુલિત આહાર પર જ નિર્ભર કરે છે. જો બાળકોને પૌષ્ટિક અને સંતુલિત આહાર આપવામાં આવે તો નિશ્ચિતપણે બાળકો સ્વસ્થ રહેશે. આવો જાણીએ કે બાળકોને કેવો સંતુલિત આહાર આપવો જોઇએ...

બાળકો માટે જરૂરી પૌષ્ટિક તત્વો :

કેલરી : 

પાંચ વર્ષથી ઉપરના બાળકને પૂર્ણ કેલરી મળવી જોઇએ જેનાથી બાળક વધુ ને વધુ સક્રિય રહી શકે. હાઈ કેલરી આપવાનો અર્થ એ નથી કે તમે બાળકને તળેલો ખોરાક ખવડાવો પણ તમારે બાળકને દૂધ આપવું જોઇએ અને સાથે અનાજયુક્ત ખાદ્ય પદાર્થો પણ.

પ્રોટીન : 

વધતા બાળક માટે પ્રોટીન બહુ જરૂરી હોય છે. બાળકની માંસપેશીઓના સારા વિકાસ માટે હાડકામાં મજબૂતી લાવવા માટે પ્રોટીન બહુ જરૂરી હોય છે. આના માટે બાળકને ઈંડા, માંસ, પનીરનો ખોરાક, માછલી વગેરે આપવા જોઇએ.

વિટામિન અને મિનરલ્સ : 

બાળકોને સંપૂર્ણ વિકાસ માટે મિનરલ અને વિટામિન આપવા બહુ જરૂરી છે. બાળકોને એવા પૌષ્ટિક પદાર્થો આપવા જોઇએ જેમાં કેલ્શિયમની માત્રા ભરપુર પ્રમાણમાં હોય. વિટામિન અને આયર્ન માટે બાળકોને વધુ ને વધુ લીલા પાંદડાવાળા શાકભાજી આપવા જોઇએ.

ફળ : 

ફળોમાં વિટામિન, આયર્ન અને અન્ય પૌષ્ટિક તત્વો મળી આવે છે. બાળકોને વધુ ને વધુ ફળોનો રસ અને મૌસમી ફળોનું સેવન કરાવવું જોઇએ. બાળકોને દ્રાક્ષ, સફરજન, સંતરા વગેરે ફળોનું સલાડ બનાવીને પણ તમે ખવડાવી શકો છો.

પાણી અને ફાઇબર : 

બાળકોના સ્વાસ્થ્ય માટે પાણી બહુ જરૂરી છે. આવામાં બાળકને વધુ ને વધુ પાણી પીવડાવવું જોઇએ અને સૂપ જેવા પ્રવાહી પદાર્થોનું સેવન પણ કરાવવું જોઇએ. આ સાથે જ બાળકોને ફાઇબર યુક્ત ખાદ્ય પદાર્થો ખવડાવવા જોઇએ જેનાથી બાળકના શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય.

બાળકને સંતુલિત આહાર આપવા માટેની ટિપ્સ :

- બાળકોને સંતુલિત આહારની ટેવ પાડવા માટે જરૂરી છે કે તમે દરરોજ તમારા બાળકને 5 અલગ-અલગ તેની પસંદના પૌષ્ટિક ખાદ્ય પદાર્થો આપો.

- બાળકને ખાવાપીવા માટે બહુ આગ્રહ ન કરો, પણ તેને પ્રેમથી સમજાવો.

- તેના ભોજનને કલરફુલ બનાવવા માટે તેને સલાડ, કાચા ફળ અને શાકભાજીઓ કાપીને આપો, જે તમારું બાળક શોખથી ખાશે.

- તેને બહાર રમવાની પરવાનગી આપો જેનાથી તેને ભૂખ વધુ લાગશે અને તે વધુ ભોજન આરોગશે.

- બાળકોને પૌષ્ટિક ખાવાની ટેવ પાડો અને જંક ફૂડથી દૂર રાખો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon