Link copied!
Sign in / Sign up
10
Shares

તમારા બાળક ને શિસ્ત શીખવવાની શરૂઆત ક્યારથી કરશો ? અને કેવી રીતે?

જ્યારે તમારું નાનકડું ફૂલ જેવડું બાળક ધીમે ધીમે મોટું થવા લાગે છે, ત્યારે તે આસપાસ ના વાતાવરણ થી વધારે વાકેફ બને છે.તેથી તેઓ તેમની આજુબાજુ જે કઈ છે તે તમામ ના અન્વેષણ અને પ્રયોગો કરવાના પ્રયત્નો શરૂ કરી દેશે. તેમના આ પ્રયોગો માં કોઈ વસ્તુ ને તોડવી, ફેકવી કે પછી સ્પર્શ કરવી, આ બધી જ બાબતો સામેલ હશે. તેઓ જાણતા નથી ક જે તે કરી રહ્યા છે એ બાબત ખોટી છે. પરંતુ તેઓ જ્યારે ખોટા હોય ત્યારે તેમને સુધારવની આવશ્યકતા હોય છે.અને જો તેઓ સારું કામ કરતાં હોય તો તેમને પ્રોત્સાહન પણ આપવું જરૂરી છે. જોકે તેમના મગજ અને હ્રદય બંને કોમળ હોવાથી આપે તેમને જે શીખવેલું હશે તેની તેમના પર યોગ્ય છાપ પડશે.આ માટે ની ૨ ચાવીઓ છે. ધીરજ રાખો અને તેમને કુશળતાપૂર્વક સુધારો.

શરૂઆત કયાર થી કરવી?

જ્યાર થી તમારું બાળક તમારી સાથે કાલીબોલી માં વાતો કરતું થાય તથા પોતાની રીતે બેસી શકે ત્યારથી જ એને શિસ્ત શીખવવાની શરૂઆત કરો.આ માટે નો અંદાજિત સમયગાળો બાળક ની ઉમર ૧ થી ૧.૫ વર્ષ ની હોય ત્યારે હોય છે.આ એ જ ઉમર છે જ્યારે બાળક ને ખબર નથી હોતી કે તે જે ગેરવર્તન કરી રહ્યું છે તે ખરાબ છે॰પરંતુ , આ સમય એવો પણ છે કે આપણે બાળક ને જે પ્રેમ થી સમજાવીશું તે ઝડપ થી ગ્રહણ કરી લેશે અને ક્યારેય તે વસ્તુ નહીં કરે.

શરૂઆત કઈ રીતે કરવી?

દરેક પાલક ની પાલનપોષણ ની રીત ભલે જુદી જુદી હોય,પરંતુ તેમને બાળક ને જે શીખવવું છે તે તો દરેક જગ્યા એ સમાન જ હોય છે.આ માટે અપાર ધીરજ હોવી જરૂરી છે.તમને ઘણી વસ્તુઓ તેમને સમજાવવા માટે થોડી વાર પુનરાવર્તિત પણ કરવી પડશે.અને જ્યારે તેઓ ટી.વી. જોવાની જિદ કરે ક ચોકલેટ ખાવા માટે માંગે ત્યારે તમને તેઓને નાનકડી શિક્ષાઓ પણ આપવી પડશે. આવી જ કેટલીક રીતો થી તમારા બાળક ને સખતાઈપૂર્વક શિસ્તતા શીખવી શકશો.

તેમનું ધ્યાન દોરો....

જ્યારે તેઓ કઈ ખોટું કરતાં હશે ત્યારે તેમને કુશળતાપૂર્વક બીજી કોઈ વસ્તુ પાસે ધ્યાન દોરો. ઉદાહરણ તરીકે જો તમે તેઓને દીવાલ પર ચીતરતા જોશો તો તમે તેઓને કોઈ કાગળ પર ચિતરવાનું કહો.એના પ્રોત્સાહન તરીકે તમે તેમના દોરેલા ચિત્રો ને ભીંત પર સજાવો.અને તમારા ઘર પર આવતા જતાં મહેમાનો ને એ ચિત્રો પ્રદર્શિત કરો.આથી તેઓ સમજશે કે ચિત્રો દીવાલ પર દોરવા કરતાં કાગળ પર દોરવા વધારે સુંદર છે.

જો તેઓ રસોડા માં કઈ ગડમથલ કરતાં દેખાય તો તમે તેમને પ્લાસ્ટિક ની ડિશ, પ્લાસ્ટિક નો ચમચો અને કપ તેમને રમવા આપી શકો. જો તેઓ પલંગ પર કૂદકો મારવા ઈછછતા હોય તો તમે તેમને તે કરવાને બદલે બગીચા માં લઈ જય અવનવી રમતો રમાડો.

તેમને શાંતિ નો સમય આપો.

ઘણી વાર એવી પણ આવશે કે જ્યારે તમારું બાળક તમારું સાંભળશે નહીં અને તેમનું ધાર્યું કરવા જશે.તમે ભલે એમને ૨ કે તેથી વધુ વખત સમજવ્યું હશે છતાય તેઓ તેમનું ધાર્યું જ કરશે.આ એ જ સમય છે કે જ્યારે તમને તેમની સાથે થોડું કડક વલણ અપનાવવું પડશે. પરંતુ ધ્યાન રાખજો તેઓ હજી નાના છે તેથી તેમના પર જોર થી બૂમો ના પડશો, પરંતુ કડક શબ્દો માં સમજવશો જરૂર.

તેમને ખુરશી પર ૧ મિનિટ માટે શાંતિપૂર્વક બેસાડી કશું ન બોલવા કહો.તમે તેને ૨-૩ મિનિટ માટે કશું ન કહો,પરંતુ એને કરતાં વધારે નહીં.આ શાંતિ ની થોડી પળો પછી તમે તેમને પૂછો કે આવું તમે કેમ કરવા કીધું.? છતાય તેઓ ના સમજે તો આ વસ્તુ પુનરાવર્તિત કરો.થોડા દિવસો પછી તેમને સમજાશે કે તમે તેમને આ સમય ની પળો આપી હતી તે તમારું ના સાંભળવા બદ્દલ હતી.

રમકડું જપ્ત કરો...

જ્યારે તમારું બાળક ગેરવર્તણૂક કરે ત્યારે તેમનું રમકડું છીનવી લેવાની ધમકી આપો.આમ છતાંય તેઓ તમારું નહીં માને ત્યારે તમે તેમનું રમકડું આખા દિવસ માટે જપ્ત કરી લો. અને જ્યારે તે રડવાનું શરૂ કરશે ત્યારે તમે તેમને રમકડું પાછું આપવાની શરતે તમારી મરજી મુજબ યોગ્ય વસ્તુ કરાવી શકશો.

 

 
Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon