Link copied!
Sign in / Sign up
24
Shares

આ રીતે બનાવો તમારા બાળકને ગર્ભમાંથી જ સ્માર્ટ અને ઇન્ટેલિજેન્ટ🤗👌🤗

માતા બનવું કોઈપણ સ્ત્રી માટે એક સુખદ એહસાસ છે. પોતાના બાળકને નવ મહિના ગર્ભમાં મેહસૂસ કરવું અને ખુબ જ રાહ જોયા પછી, આપણા હૃદયના ટુકડાને જોવાનો માનો કે જાણે સ્વર્ગના એહસાસ થી ઓછુ નથી. પરંતુ માતા બનવું એટલું સેહલું નથી, તેના માટે સ્ત્રીએ નવ મહિના પોતાની અંદર થઇ રહેલા બદલાવોને મેહસૂસ કરવું પડે છે, તેના સિવાય ગર્ભવતી હોવાનો અર્થ ખાલી એક બાળકને ગર્ભમાં પાળવાનો જ નથી હોતો પરંતુ એ એક સૌથી મોટી જવાબદારી  પણ હોય છે.

જયારે પણ કોઈ સ્ત્રી ગર્ભવતી હોય છે, ત્યારે દરેક જણ એને જાત-જાતની સલાહ આપવા લાગે છે કે જેનાથી માતા અને તેનું થવા વાળું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે. ખાસ કરીને જયારે વાત ખાવા-પીવાની આવે ત્યારે ગર્ભવતી સ્ત્રીએ હજુ પણ સાવધાન રેહવું જોઈએ, કેમ કે આ સમયે માતા જે પણ ખાઈ છે, તેની અસર સીધી બાળક પર થાય છે. ખાલી ખાવાનું જ નહિ પણ આસપાસનું વાતાવરણ, સોચ-વિચાર, બોલવું અને રહેન-સહેન ની પણ અસર બાળક પર પડે છે. દરેક જણ ચાહે છે કે તેના બાળકનો પેટમાંથી જ સારો વિકાસ થાય અને પેટમાંથી તેનું બાળક સ્માર્ટ, ઇન્ટેલિજેન્ટ અને તેજ બને. જો તમે પણ સારા સમાચાર આપવાના હોવ તો અથવા તમારા ઘરમાં કોઈ સારા સમાચાર આપવાનું હોય તો અને તે પણ ચાહતી હોય કે તેનું બાળક ગર્ભમાંથી જ શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ બને તો નીચે આપેલી થોડી વાતોનું જરૂર ધ્યાન રાખે.

૧. ખાવાપીવાનું ધ્યાન રાખે

ગર્ભવતી સ્ત્રીનું ખાવાપીવાનું સારું હોવું ખુબ જ જરૂરી છે, કેમ કે જે પણ થવાવાળી માતા ખાશે તેની સીધી અસર ગર્ભમાં પડી રહેલા બાળક પર પણ થશે. માતા જો પોષ્ટીક આહાર ખાશે તો બાળક પણ હેલ્દી, સ્માર્ટ અને ઇન્ટેલિજેન્ટ થશે અને જો ખાવામાં કોઈ ભૂલ થશે તો એની અસર પણ ગર્ભમાં પડી રહેલા બાળક પર થશે. એટલે જો શારીરિક અને માનસિક, બન્ને રીતે પોતાના બાળકને હેલ્દી જોવા માંગો છો, તો પોષ્ટીક અને યોગ્ય આહાર લ્યો.

૨. મ્યુઝિક પણ છે ખુબ કામની વસ્તુ

સંગીત દરેક જણના મૂડને રિલેક્સ કરે છે. એ તમને આરામ આપે છે. એટલે ગર્ભાવસ્થા દરમિયાન સારું અને શાંત સંગીત સાંભળો. આ તમારા બાળક માટે સારું થશે કેમ કે આનાથી મગજમાં સેરોટોનિન નામનું રસાયણ નીકળે છે જ ફક્ત તમારુજ નહિ પણ તમારા બાળકના મૂડને પણ સારો કરશે.

૩. માઁ બનવાનો અનુભવ હોય છે અનમોલ

 

માતાના અને બાળકનો સબંધ તો એ દિવસથી જ જોડાઈ જાય છે, જયારે બાળક માતાના ગર્ભમાં આવે છે. એક માઁ નો પ્રેમ જ બધાથી નિશ્ચલ હોય છે. કેમ કે એક માતા જ હોય છે જે પોતાના બાળકને જોયા વગર જ તેને પ્રેમ કરવા લાગે છે. માતાને પોતાના બાળકનો સ્પર્શ કરાવવો જોઈએ, એટલે જયારે પણ તમે એકલા બેઠા હોવ પોતાના બેબી બમ્પ પર પોતાના હાથને હળવે-હળવે ફેરવો અને મસાજ કરો. આ કેવળ બાળકના બ્લડ ફ્લોને જ નહિ વધારે પણ સાથે જ બાળકના મગજની કેપેસિટી પણ વધારશે. આના સિવાય તમારું બાળક સ્પર્શને પણ મેહસૂસ કરશે અને તમે એના હલન-ચલનથી અંદાજો લગાડી શકશો કે તમારું બાળક સ્વસ્થ છે કે નહિ, અને એ તમારા ગર્ભમાં કેટલું એકટીવ છે.

૪. સૂરજનો તડકો છે વરદાન

સૂરજના કિરણો દરેક માટે ખુબ જ ફાયદાકારક હોય છે, કેમ કે એમાં વિટામિન ડી હોય છે અને તે હાડકા માટે સૌથી વધારે રામબાણ છે. જો ગર્ભવતી સ્ત્રી ઓછામાં ઓછું ૧૦ થી ૨૦ મિનિટ પણ સવારની તાજી હવામાં ફરશે અને સવારના તડકામાં બેસે તો આ એના અને ગર્ભમાં રહેલ બાળકને ઘણી બીમારીઓથી બચાવે છે, હાડકા મજબૂત કરશે. સાથે-સાથે તમારા બાળકને સ્માર્ટ અને સ્વસ્થ પણ બનાવશે.

૫. કસરત પણ છે જરૂરી

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને એક્ટિવ રેહવું ખુબ જરૂરી છે, એટલે આ દરમિયાન સ્ત્રીઓ માટે કસરત કરવી જરૂરી છે. કેમ કે કસરતથી ન ખાલી મધૂમેહ, કબજિયાત જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકશો પણ એવું કરવાથી લેબર પેન દરમિયાન મુશ્કેલીઓ પણ ઓછી થઇ જશે. આના સિવાય કસરત કરવાથી ફીલ ગુડ હોર્મોન નીકળે છે જેથી માતા અને બાળક બને ખુશ રહે છે. પરંતુ હંમેશા યાદ રાખો, કસરત કરવા પહેલા પોતાના ડોક્ટરની એક વાર સલાહ જરૂર લઇ લો અને કઈ રીતની કસરત તમારે કરવી જોઈએ, એ પણ જરૂર પૂછી લ્યો.

૬. બાળક સાથે વાત કરો

માતા અને બાળકનો સબંધ સૌથી અલગ અને બધાથી ગહેરો હોય છે. એક માઁ પોતાના બાળકને કહેવા પહેલા જ એની વાતો, મુશ્કેલીઓ અને ઈચ્છાઓ સમજી જાય છે. તમે માનો કે ન માનો ગર્ભમાં પળી રહેલું બાળક તમારાથી એટલું જ જોડાયેલું હોય છે કે એ તમારો અવાજ સાંભળી શકે છે. 

એટલે તમારા બાળક સાથે વાત કરવાનો સમય કાઢો અને તેની સાથે પ્રેમળ વાતો કરો, આમ કરવાથી તે તમને અને તમારા સ્પર્શને સમજી શકશે અને તેનાથી તેનો બ્રેન પાવર પણ વધશે અને તેના સોચવાની ને વિચારવાની શક્તિ પણ વધશે. આના સિવાય એ પણ જરૂરી છે કે તમે તમારી ચારે તરફ સકારાત્મક ઉર્જા ફેલાવેલી રાખો કેમ કે જો તમે તણાવમાં રેહશો અને દુઃખી રેહશો તો એની સીધી અસર તમારા બાળક પર પડશે એટલે જેટલું બની શકે તેટલું ખુશ રહો અને તમારા આજુબાજુના વાતાવરણને પોઝિટિવ બનાવી રાખો કે જેથી તમારું આવવાવાળું નાનું મેહમાન પણ ખુશ રહે અને તેની અંદરપણ પોઝિટિવિટી રહે. માતા બનવું એક ખુબ જ અનમોલ ખુશી છે એટલે આ પળને એન્જોય કરો. હા, બની શકે છે કે તમને થોડી મુસીબતોનો પણ સામનો કરવો પડે પરંતુ આ બસ થોડા સમયની વાત છે કે કેમ કે જયારે તમે નવ મહિના પછી તમારા નાના મેહમાન ને તમારી સામે જોશો તો તમારી બધી જ તકલીફો દૂર થઇ જશે.

હેપ્પી પ્રેગ્નન્સી !!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon