Link copied!
Sign in / Sign up
8
Shares

તમારા બાળકને ગાઢ નિદ્રામાં પોઢાડે તેવી હાઇટેક એલાર્મ

તમારાં બાળકને રાત્રે વહેલું સુવડાવવા માટે તમારે હવે હાલરડાં ગાવાની જરૂર નહીં પડે. નવી હાઇટેક ક્લોક ટૂંક સમયમાં બજારમાં આવી રહી છે જે તમારા બાળકને ગાઢ નિદ્રામાં પોઢાડી દેશે. આ ક્લોક નાઇટલાઇટ તરીકે કામ કરશે અને બાળક સૂઈ જાય તેવી રીતે મીઠી-મધુરી અને મંદ મંદ સંગીતની સુરાવલીઓ છેડશે

આ ક્લોકમાંથી હળવો વરસાદ પડતો હોય તેવા અને દરિયાનાં મોજામાંથી સર્જાતા સંગીતના સૂરો ઉત્પન્ન થશે જે બાળકને ઘસઘસાટ ઊંઘ તરફ લઈ જશે. આ આધુનિક ક્લોકમાં નેપ ટાઇમર સેટ કરી શકાશે, જેથી બાળકને જેટલા કલાક સુવડાવવાનો હોય તેટલા કલાકનો ટાઇમ સેટ કરવાથી બાળકને સુવડાવવાનો અને પથારીમાંથી જગાડવાનો સમય નક્કી કરી શકાશે. બાળકનો દિવસ શરૂ થાય એટલે તેમાં ગ્રીન લાઇટ પણ થશે.

મોટાભાગનાં લોકો સવારે વહેલા ઊઠવા એલાર્મ મૂકતા હોય છે અને એલાર્મ વાગે એટલે ઊઠતા હોય છે પણ રાત્રે નાનાં બાળકને સુવડાવવામાં માતા-પિતા કે દાદા-દાદીને ભારે મહેનત કરવી પડે છે. હવે બાળકને સુવડાવવાનું કામ આસાન કરી આપે તેવી નવી હાઇટેક ક્લોક બજારમાં આવી રહી છે. જે ચાલુ કરવાથી બાળક મીઠી અને ગાઢ નિદ્રામાં પોઢી જશે. સાન ફ્રાન્સિસ્કોના એક સ્ટાર્ટઅપ દ્વારા નવી હાઇટેક ક્લોક બનાવવામાં આવી છે.બાળકની ઊંઘવાની પદ્ધતિ માટે ડિઝાઇન કરેલી આ ક્લોકનું નામ સ્ઈન્ન્છ છે. જે નાઇટલેમ્પ તરીકે કામ કરવા ઉપરાંત બાળકને જલદીથી ઊંઘ આવે તેવા વરસાદ પડવાના, હળવા મીઠા-મધુરા અને દરિયાનાં મોજાના મંદ મંદ અવાજ રેલાવશે, જેનાથી બાળક શાંતિથી મીઠી નિદ્રા માણી શકશે. બાળકને સવારે જ્યારે ઉઠાડવાનો હોય ત્યારે અડધો કલાક પહેલાં આ ક્લોકમાંથી મંદ મંદ સંગીત વાગશે અને આછા પીળા રંગનાં પ્રકાશનાં કિરણો રેલાશે. બાળક જ્યારે સંપૂર્ણપણે ઊઠી જાય ત્યારે તેમાં ગ્રીન લાઇટ થશે.

આ ક્લોક બનાવનાર ટીમને શરૂઆતમાં ૨૦,૦૦૦ ડોલર ઊભા કરવાની ગણતરી હતી જેની સામે તેઓ ૩૨,૭૯૦ ડોલર ઊભા કરી શક્યા છે.

હાઈટેક એલાર્મ ક્લોકની વિશેષતાઓ.

સ્લીપ ટ્રેનર : માતા-પિતા તેમાં બાળકને સુવડાવવાનો ટાઇમ સેટ કરી શકશે અને ક્લોકનું ડાયલ બાળકની આંખો અને પોપચાં બંધ કરી દેશે.

એલાર્મ ક્લોક : સવારે ઊઠવાના અડધા કલાક પહેલાં તેમાં હળવો એલાર્મ વાગશે અને આછો પીળો પ્રકાશ રેલાશે.

સ્લીપ સાઉન્ડ : બાળકને પથારીમાં સુવડાવવા માટે વરસાદ પડતો હોય તેવું હળવું સંગીત. વ્હાઇટ નોઇઝ કે દરિયાનાં મોજાનાં મંદ મંદ અવાજ ઉત્પન્ન થઈ શકશે.

નાઇટ લાઇટ : એલસીડી ડિસ્પ્લે સાથે તેમાં ચાર બ્રાઇટનેસ સેટિંગ હશે તેમજ નાઇટ લેમ્પના પ્રકાશ માટે પાંચ વિકલ્પો હશે.

નેપ ટાઇમર : માતા-પિતા તેમાં સૂવાનો સમય ફિક્સ કરી શકશે.

આ લેખ વાંચવા માટે આભાર :)

તમારા માટે ટાઈની સ્ટેપ તરફથી છે આ નાનકડું ગીફ્ટ : ક્લિક કરી જુઓ શું છે અને કરો એન્જોય :)

https://www.tinystep.in/affiliates/offers/ 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon