Link copied!
Sign in / Sign up
5
Shares

તમારા બાળકના નખ કાપવાના 3 સરળ રસ્તાઓ

ગર્ભાવસ્થા સાથે ઘણી બધી જવાબદારીઓ આવે છે જે તમને સતત કામમાં રાખે છે, અને તમને જવાબદારીઓ લેવાના મહત્વનો અહેસાસ કરાવતી રહે છે. જ્યારે તમને નાનું બાળક થાય પછી આ ઘણું જ અઘરું બનતું જાય છે. તમારે બધુ જ બદલવું પડે છે – તમારા સિડ્યુલથી લઈને તમારી જીવન જીવવાની કળા સુધી.

તમારે સૌથી પહેલા તમારા બાળક અને તેના જરૂરિયાતનો જ વિચાર કરવો પડે છે, અને હા, તમે નવી વસ્તુઓ શીખવાની શરૂ કરો છો. તમારા બાળકને ખવડાવવાથી લઈને તેની સ્વછતા પણ જાળવવી પડે છે., તમે એક ક્યાતો બીજી કોઇ રીતે પણ બધુ શીખો છો.

તમારા બાળકના નખની જાળવણી કરવી એ એક અઘરું કામ છે અને ઘણી માતાઓ નખ કાપવાના સાચા રસ્તાઓથી અજાણ હોય છે. સામાન્ય પુખ્તવયની સરખામણીમાં નવજાત બાળકના નખ ઘણા નાજુક અને ઝડપથી વૃદ્ધિ પામનારા હોય છે, અને તેથી જ, કોઇકેતો ઘણી સાવચેતી રાખવી જ પડે છે જ્યારે નખ જાળવવાની વાત આવે છે ત્યારે. તમારા બાળકના નખ નાના રાખવા એ ઘણું મહત્વનુ છે, જો તેમના સ્નાયુઓના નિયંત્રણથી અજાણ થઈએ, જો તેઓ ખાલી તેમના હાથ કે પગ હાલતા હોય, તો પણ તેમના શરીરની ચામડી પર સરળતાથી ઘા પડી શકે છે. આ તમને અઘરું લાગતું હસે સાંભળવામાં, પણ જો તમે યોગ્યરીતે કરો તો આ કશુય અઘરું નથી. જેમાં, અમારી પાસે બાળકના નખ સારીરીતે જાળવવાના 3 રસ્તાઓ તમારે માટે છે.

૧. આકાર આપીને કાપો.

તમારા બાળકના નખ નાના કરવાનો સૌથી સરળ રસ્તો, તેમને નખ ઘસવાના સાધનથી ઘસીને આકાર આપવાનો છે. – કે જે ખાસ કરીને આ હેતુથી જ બન્યું છે. જોકે આ પધ્ધતિ બીજી બધી રીતો કરતાં વધારે સમય માંગી લે છે, પણ તે સમય તમારા માટે અંતમાં મૂલ્યવાન નીવડી શકે છે. પણ નખને ઘસતી વખતે સાવચેતી એ રાખવી કે નખની નીચેની ચામડી છોલાઈ ન જાય નહીં તો સમસ્યા ઊભી થઈ શકે છે.

૨. ઉત્તમ પ્રકારનું બાળક માટેનું નેઇલ ક્લિપર વાપરો.

બજારમાં ઘણા બધા પ્રકારના નખ કાપવા માટેના ક્લિપર મળે છે, જે ખાસ કરીને બાળકોના નખ કાપવા માટે બનાવેલા હોય છે. કે જે ઘણી આરામદાયક રીતે નખ કાપી શકે છે. પણ તમે તેનો ઉપયોગ કઈ રીતે કરશો ? તમારા પોતાના નખ કાપવાથી શરૂ કરો, પ્રેમથી આંગળીના નખ સાધનમાં નાખીને કાપો. કે જે તમારી આંગળીની આસપાસની ચામડી ન કપાય એમાં મદદરૂપ થશે. પગના નખ કાપવામાટે બાળકના પગ નિશ્ચિતપણે પકડી પકડીને પછી જ કાપો.

૩. જ્યારે તેઓ સૂતા હોય ત્યારે કાપો.

જો તમે બાળકના નખ કાપતા ઘણા ગભરાઈ જતાં હોવ જ્યારે તેઓ જાગતા હોય, તો તેમના સુવાની રાહ જુઓ. જો તમે નસીબદાર હશો, તો તમે તેમના નખ વગર જગાડ્યે કાપી શકશો. આ કામ માટે તમને પૂરતા પ્રમાણમાં પ્રકાશની જરૂર પડશે. 

ઘણા બધા માતા-પિતા તેમના બાળકના નખ તેને કરડીને કે કોતરીને નાના કરે છે, કે જે હિતાવહ નથી, કે જે કરતી વખતે જંતુઓ તેમના નખ પર આવી શકે છે અને તેમના નખ તીક્ષ્ણ અને ખરબચળા બની શકે છે. ઉપરાંત તમારા બાળકની ચામડી ઉપર પણ કરડવાનો ખતરો વધી જાય છે. તેથી, યોગ્ય પગલાઓ અનુસરવાથી તમારા બાળકના નખ સારી અને સુરક્ષિત રીતે જાળવી શકાઈ છે.

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon