Link copied!
Sign in / Sign up
0
Shares

તમારા બાળક માટે કેટલું સુરક્ષિત છે મિનરલ વોટર🥛🥛

મિનરલ વોટર હવે દરેક દૂકાનમાં સરળતાથી મળી જાય છે. ખનીજ લવણ, સલ્ફરથી યુક્ત મિનરલ વોટરને લોકો ખૂબ પસંદ કરે છે અને સ્વાસ્થ્ય માટે લાભદાયી પણ માને છે. મુસાફરી દરમ્યાન હંમેશા લોકો મિનરલ વોટરનો જ ઉપયોગ કરે છે. પણ શું બાળકો માટે પણ મિનરલ વોટર સુરક્ષિત છે કે નહીં? તે જાણવું ખૂબ જરૂરી છે કેમકે ક્યારેક-ક્યારેક સુરક્ષિત માનવાવાળા પાણી બાળકો માટે હાનિકારક હોય છે.

બાળકો માટે પાણીની આવશ્યકતા

બાળકોના સારા સ્વાસ્થ્ય માટે તેના શરીરમાં પ્રવાહી પદાર્થ હોવું ખૂબ જરૂરી છે. પાણી બાળકો માટે સૌથી સ્વસ્થ પ્રવાહી પદાર્થ માનવામાં આવે છે. બાળકોનાં શરીરમાં પાણીની માત્રા વધારે જોવાય છે, એટલે તેને ઉચિત રીતે હાઈડ્રેટ રાખવા માટે પાણીની સૌથી વધારે જરૂર હોય છે. કદાચ તમે જાણતા હશો કે...

-એક નવજાત બાળકના શરીરમાં ૭૫% પાણી હોય છે.

-બાળકોના વધતા દાંતો માટે પાણી અને દૂધ ખૂબ જરૂરી છે અને વધતા બાળકો માટે પાણીથી વધારે સારો પ્રવાહી પદાર્થ કોઈ નથી.

બાળકો માટે અસુરક્ષિત છે બોટલ બંધ પાણી

બાળકો માટે બોટલ બંધ પાણી અસુરક્ષિત છે. લોકપ્રિય ધારણા પછી પણ બોટલ બંધ પાણી બાળકોના સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું કેમકે...

-માનવામાં આવે છે કે બોટલ બંધ પાણીમાં ફ્લોરાઇડ હોય છે. એ સાચું છે કે થોડા ખાદ્ય પદાર્થોમાં ફ્લોરાઈડ હાજર હોય છે, જે બાળકો લઇ શકે છે અને ત્યાં સુધી કે ટૂથપેસ્ટમાં પણ ફ્લોરાઈડ નો ઉપયોગ કરવામાં આવે છે; પણ ફ્લોરાઈડનો વધારે ઉપયોગ કરવાથી એનામેલ ફ્લોરોસીસ થઈ શકે છે. આનાથી બાળકોના દાંત માં સફેદ ધાબા થઈ શકે છે, જે હમણાં મસૂડોમાં બની જ રહ્યા હોય છે. આના સિવાય ઘણી બોટલોમાં ફ્લોરાઈડની માત્ર વિશે સ્પષ્ટ રૂપથી જણાવવામાં નથી આવતું.

-એ સંભવ છે કે બોટલનું પાણી નળના પાણીથી વધારે સાફ હોય છે, જો કે બોટલમાં પણ બેક્ટેરિયા હોય છે.

-બોટલ બંધ પાણીમાં યુરેનિયમ વધારે માત્રામાં હોય છે, એટલે બાળકના ફોર્મલા દૂધ બનાવવા માટે આ પાણીનો ઉપયોગ થાય તો એ હાનિકારક થઇ શકે છે.

મુસાફરી દરમ્યાન બાળકને મિનરલ વોટર દેતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

-બોટલનું સીલ ખુલ્લુ ન હોય.

-જો તમારું બાળક છ મહિનાથી ઓછું હોય તો સારું રહેશે કે તમે તેના માટે બોટલ બંધ પાણી ઉકાળીને રાખી દયો અને ઠંડુ થયા પછી પીવડાવો.

-જો તમે કોઇ એવી જગ્યાએ જઈ રહ્યા હોવ જ્યાંનું તાપમાન વધારે હોય, તો તમારા બાળકને હાઈડ્રેટેડ રાખવા માટે વધારે પ્રવાહી પદાર્થની જરૂર પડશે. એવામાં વધારે માત્રામાં બોટલ બંધ પાણીને ઉકાળી, ઠંડુ કર્યા પછી પીવડાવવુ.

-બોટલના લેબલમાં ફલોરાઇડની માત્રા જોય લ્યો- જેમાં ૨૦૦ મિલીગ્રામ સોડિયમ અને ઓછામાં ઓછુ ૨૫૦ મિલિગ્રામથી વધારે સલ્ફેટ હોવું જોઈએ.

-જો તમે તમારા બાળક માટે બોટલ બંધ પાણીથી ફોર્મુલા દૂધ બનાવી રહ્યા હોવ, તો પહેલાથી ઉપયોગ કરાયેલી બોટલના પાણીનો ઉપયોગ ન કરો.

છ મહિના સુધીના બાળક માટે પાણી

છ મહિના સુધીના બાળકો માતાના દૂધ પર જ નિર્ભર રહે છે. માતાના દૂધથી જ તેને બધા પોષણ મળે છે, એટલે તેને પાણીની વધારે જરૂર નથી હોતી. ત્રણ મહિનાના બાળકને માતાના દૂધ સિવાય બીજું કઈ જ દેવાની જરૂર નથી હોતી. છ મહિના પછી બાળકને ભોજન દેવાનું શરુ કરાય છે, ત્યારે પાણીની માત્રા પણ વધારી દેવાય છે. આ ઉંમરના બાળકો માટે પાણી જ્યુસ કરતા પણ સારું હોય છે.

બાળકો માટે કયું મિનરલ વોટર સુરક્ષિત છે.

દુનિયાભરના ડોક્ટરોનો સુજાવ છે કે બાળકો માટે આસૂત (distilled water) સુરક્ષિત હોય છે; પણ ભારતના આવી વિકલ્પ વધારે પસંદ કરવામાં નથી આવતું. જો બાળકો માટે મિનરલ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે, તો ધ્યાન રાખો કે તેમાં સોડિયમની માત્રા ન હોય. કાર્બોહાઈડ્રેટ પાણીથી પણ બચવું જોઇએ, તેનાથી તમારા બાળકના પાચનતંત્ર પર પણ અસર થઇ શકે છે. જો તમે સુવિધામાં હોવ, તો ડોક્ટરની સલાહ લઈને પણ પોતાના બાળકને મિનરલ વોટર પીવડાવવી શકો છો.

જો તમે યોગ્ય રીતે મિનરલ વોટર પસંદ કરો, તો તે તમારા બાળક માટે સારો વિકલ્પ બની શકે છે. પણ ખરીદતા પહેલા જાણી લ્યો કે પાણી કેવી રીતે તૈયાર કર્યું છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે યાત્રા કરતા હોવ, તો એવા બ્રાન્ડની મિનરલ વોટર પસંદ કરો જેની રીત બાળકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય. એવી ઘણી બ્રાન્ડ છે, જે બાળકોને ધ્યાનમાં રાખીને ફોર્મુલા બનાવે છે. નહીં તો એમ કહો કે પાણી બાળકો માટે જ બનાવ્યું હોય છે! એવા બ્રાન્ડને પર્યાવરણ સંરક્ષણ એજન્સી દ્વારા અનુમોહિત કરવામાં આવે છે અને તેની ઘણી તપાસ પછી બૉટલમાં પૅક કરવામાં આવે છે, તમે તમારા ડોક્ટર પાસે પણ બધી બ્રાન્ડની બોટલોની તપાસ કરાવી શકો છો. ભારતમાં નળનું પાણીને બિલકુલ પણ બાળકોને પીવડાવવામાં નથી આવતું. તમે ફિલ્ટરનું પાણી કે પછી પાણીને ઉકાળીને બાળકને પીવડાવવી શકો છો. જો તમારી પાસે બે વિકલ્પ ન હોય, તો જ તમે બાળકને મિનરલ વોટર પીવડાવો. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon