Link copied!
Sign in / Sign up
27
Shares

તમારા બાળક માટે 7 મહત્વપૂર્ણ રસીઓ

માતાના પ્રેમ અને કાળજી પછી, બાળકની બીજી જરૂરિયાતની સૌથી મહત્વની વસ્તુ રસીકરણ છે. પહેલા થોડા મહિનાઓ હોસ્પિટલની મુલાકાત લઈ રસીઓ મેળવવા માટેના જ હોય છે. થોડા સમય પહેલા મારા દિવસોમાં, મને હજી પણ યાદ છે કે ઇન્જેક્શન લેવાનો કેવો ડર લાગતો હતો. હું પણ અન્ય કોઇ બાળકની જેમ ચીસો અને કિકિયારી કરતો હતો. આ વાત અહિયાં જ પૂરી નથી થતી. મારી માતા બીજા દિવસે વધુ ચિંતિત રહેતી કારણ કે મારા શરીરનું તાપમાન ઉચું થઈ જતું અને અને શરીરમાં પીડા પણ થતી. મારી માતા મારી તબિયત વિશે ચિંતિત રહેતી, પરંતુ ડોકટરોનું કહેવું હતું કે આ વાત એકદમ સામાન્ય છે. વળી, મારી માતા રસીકરણના દિવસે મારા કરતાં પણ વધુ ભયભીત રહેતી હતી! કોઈપણ બાળક માટે રસી ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે તે રોગો અટકાવવા માટે મદદ કરે છે. દવા-ક્ષેત્રે આવેલી પ્રગતિના કારણે જ ડિપથેરિયા અને પોલિયો જેવા રોગોના કિસ્સાઓ ઓછા થયા છે.

નીચેની 7 રસીઓ તમારા બાળક માટે સૌથી મહત્વપૂર્ણ છે:

1) બી.સી.જી.

આ રસીકરણ ક્ષયના રોગ સામે રક્ષણ પૂરું પાડે છે અને તે 15-20 વર્ષની ઉંમર સુધી પ્રતિરક્ષા પૂરી પાડે છે.

2) વૈકલ્પિક પોલિયો

જેમ કે આપણે વાંચીએ છીએ; દો બુંદ જીદંગી કે લીએ; તમારા બાળક માટે રસીકરણના 2 ટીપાં ખૂબ મહત્વપૂર્ણ છે. તે તમારા બાળકને પોલિયોથી રક્ષણ આપે છે.

નીચેની માત્રાનું પાલન કરો:

એક માત્રા પ્રતિ :

-2 મહિના

-4 મહિના

-6 થી 18 મહિના

-4- 6 વર્ષ

3) ડી.પી.ટી.

તે ડિપ્થેરિયા, પેર્ટુસિસ, ટિટાનસ અને જોરથી ખાસવું વગેરે સામે પ્રતિરક્ષા આપે છે. તે દોઢ, અઢી અને સાડા ત્રણ મહિના સુધી આપવામાં આવે છે. ડી.પી.ટી.નો બીજો ડોઝ ત્યારે આપવામાં આવે છે જ્યારે બાળક દોઢ વર્ષનું થાય. સામાન્ય રીતે દર 10 વર્ષમાં ટિટાનસ ઇન્જેક્શન આપવામાં આવે છે.

4) હીપેટાઇટિસ A

આ રસી બાળકને હીપેટાઇટિસ A થી સંવેદનશીલ થતાં અટકાવે છે. આ રસીની પ્રથમ માત્રા 12 થી 23 મહિનાની વચ્ચે આપવામાં આવે છે અને બીજી માત્રા પ્રથમ માત્રા પછી 6 થી 18 મહિનાની વચ્ચે આપવામાં આવે છે.

5) હીપેટાઇટિસ B

એક માત્રા જન્મ સમયે આપવામાં આવે છે અને જન્મ્યાં પછીના 6, 10, 12 અને 24 માં અઠવાડિયામાં ત્યારબાદ સમયાંતરે રસી આપવામાં આવે છે.

6) રોટાવાઈરસ 
આ એક મૌખિક રસી છે, જે ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવા સામે પ્રતિરક્ષા આપે છે. પ્રથમ રસી 2 મહિનાની ઉંમરે આપવામાં આવે છે, અને બીજી 4 મહિનાની અને ત્રીજી વખત 6 મહિનાની ઉંમરે આપવામાં આવે છે.
7) એમ.એમ.આર

તે ઓરી, ગાલપચોળિયાં અને અછબડા સામે રક્ષા આપે છે. પ્રથમ રસી 9 મહિનાની ઉંમરે અને બીજી 12-15 મહિના દરમિયાન આપવામાં આવે છે.

આ લેખ વાંચવા માટે આભાર :)

તમારા માટે ટાઈની સ્ટેપ તરફથી છે આ નાનકડું ગીફ્ટ : ક્લિક કરી જુઓ શું છે અને કરો એન્જોય :)

https://www.tinystep.in/affiliates/offers/ 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon